Translate

રવિવાર, 16 નવેમ્બર, 2014

ગેસ્ટ બ્લોગ : શેર કરવું કે નહિ...


                                                                  - મૈત્રેયી મહેતા 

હા મિત્રો, અંત:કરણપૂર્વક એક અનુભવ શેર કરવો છે. હા  શેર......શેર કરવું એટલે વહેંચવું સહુ  જાણે છે અને  facebook કે  અન્ય  સોશિયલ મીડિયામાં પોતપોતાની  વોલ પર ગમતી  ઉક્તિઓ ,  ફોટા,સુવાક્યો, કવિતાઓ વગેરે પોસ્ટ કરે છે,  અને વધારે ને વધારે   "લાઈક " મેળવે છે અને પોતપોતાની દુનિયામાં ખુશ  રહે  છે,  પોરસાય  છે. ઘણી  વાર કોઈ મિત્ર તમને ટેગ કરીને જે  તે  પોસ્ટ  વિષે  ટીકા ટીપ્પણી  કરવા પ્રેરે  છે  કે ઉશ્કેરે  છે.  ઘણી  વાર  કોઈ  માહિતી સમગ્ર  જનસમુદાય ને  માટે  લાભકર્તા હોઈ  શકે અને  આવી  માહિતી  દર્શાવતી પોસ્ટ્સ વધારે  ને  વધારે શેર  કરવાનું  મન થાય તે સ્વાભાવિક  છે. પરંતુ વગર  વિચારે કે જે-તે પોસ્ટ ની સત્યતા, વિશ્વસનીયતા તપાસ્યા  વગર પોતાની વોલ પર શેર  કરવાથી ગંભીર  પરિણામ આવી શકે તેનો ખ્યાલ   મને પાછળથી  આવ્યો…  

વાત   જાણે  એમ  બની  કે કેન્સરની સારવારને   લગતી  પોસ્ટ  મેં એક  મિત્રની વોલ પર વાંચી. તેમાં  કેન્સરની સારવાર વિનામૂલ્યે  કરવામાં  આવે  છે,  તે સ્થળનું  નામ,  સરનામું, ફોન  નં।   બધું  દર્શાવવામાં આવ્યું  હતું  . મેં  ભલીએ   પોસ્ટની  વિગતો  તપાસ્યા વગર  મારી  વોલ  પર  પોસ્ટ  કરી... શેર  કરી...  ના  ના...... મારો  ઈરાદો  કોઈને  પણ હેરાન  કરવાનો  ના  હોય...મને  એવું   મિથ્યાભિમાન થયું  કે  ચાલો  કોઈ પણ  વ્યક્તિને   પોસ્ટ થી મદદ  થશે  તેમાં  હું  નિમિત્ત  બનીશ ......અને  ખરેખર કોઈક  વ્યક્તિએ સરનામે  જાતે  જઈને  સારવાર લેવાનો   પ્રયાસ કર્યો. હકીકતમાં   દર્દીને તે સ્થળે જાતે  ગયા  પછી   ખ્યાલ  આવ્યો તે  માહિતી  ખોટી  છે. તે  હોસ્પીટલમાં   વિનામૂલ્યે કોઈ   સારવાર કરવામાં  નથી  આવતીજાણ્યા કર્યા વગર ભલા ભાવે મેં  કરેલા " શેર " ની  સજા એક કેન્સર જેવા  પીડાદાયક  રોગના દરદીને  ભોગવવી  પડી. તે  વ્યક્તિ,  તેના કુટુંબીજનોને શારીરિક , આર્થિક  અને ભાવનાત્મક  પીડા ભોગવવી  પડી.......

 વાત  જાણ્યા  પછી અન્ય એક  મિત્રએ તે  પોસ્ટમાં  દર્શાવેલા ફોન  નં.  પર ફોન  કરીને  પૃચ્છા  કરી   ત્યારે દક્ષિણી  ભાષામાં  કોઈ સજ્જને તેમને ખખડાવી  નાખ્યા. જો કે ભલું  થજો કે દક્ષિણી   ભાષાના અજ્ઞાન ને કારણે  તે  રોષિત  સજ્જન શું  કહે  છે  તે  મારા  મિત્રને શબ્દશ:   ના  સમજાયું   પણ   ભાવનાત્મક  અભિવ્યક્તિમાં શબ્દો  ભલે  ના સમજાય પણ  મર્મ  તો સમજાય ને ?  અને   પછી   વારો   આવ્યો  મારોમારા  સહૃદય  મિત્રએ  મારા  પરના ગુસ્સાને  કારણે  માર્મિક શબ્દોમાં  comments  દ્વારા  ટપારી  મને  સજા  કરી ! 

જોકે  મારા   બાલીશપણેનાદાનપણે  .. માત્ર  ને માત્ર  મદદરૂપ  થવાના ઈરાદાને કારણે   દરદી  અને  તેમના સ્વજનોને ભોગવવી  પડેલી શારીરક , માનસિક  અને  આર્થિક  પીડાનો બોજ  મારા મન પર  છવાઈ ગયો  છે.. 

આવું ઇબોલા બાબતે  પણ થયું  હતું. ઇબોલા રોગ  વિષે  છાપાઓમાં આવવાલાગ્યું,  તેવામાં   ઇબોલાથી બચવા મીઠા યુક્ત  પાણીના  સેવન ની હિમાયત  કરતો  sms  વોટ્સ એપ  પર એક ઉત્સાહી  મિત્ર કર્યો. અને  આપણે  બંદાએ  બમણા  ઉત્સાહથી બધા મિત્રોને sms   ફોરવર્ડ  પણ  કરી  દીધો, વગર  વિચારે.  વળતા જવાબ માં એક  મિત્રે   ટકોર કરી  કે મીઠા  યુક્ત  પાણી  વધારે  પ્રમાણમાં  પીવાથી ઇબોલાની  સારવાર  થતી  હશે  કે   કેમ પણ  ડાયેરિયા  અને ડીહાઈડ્રેશન જરૂર  થાય  અને  દરદીની  હાલત  બગડી  પણ  શકે, વણસી પણ  શકે..મેં   sms  ફોરવર્ડ  કરીને  હાશકારો  અનુભવ્યો !

પણ  હવે ..... છેક  હવે  કાન પકડ્યા  ..બાપા!  સમજ્યા  કર્યા વગર પોસ્ટ્સ  શેર પણ  નહિ  કરું કે ફોરવર્ડ  પણ  નહિ  કરું !   કોઈ  ટીકા ટીપ્પણી મિત્રો

mainakimehta @ gmail .com  પર રાહ જોઇશ   ......


  - મૈત્રેયી મહેતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો