પ્રિય વાચક મિત્રો ,
મને જણાવતા બેહદ ખુશી થાય
છે કે 'બ્લોગ ને ઝરૂખેથી...' કટાર પર આધારીત મારા પુસ્તક 'સંવાદ' ને મહારાષ્ટ્ર રાજ્ય
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012 માટે વાડીલાલ ડગલી લલિત સાહિત્ય શ્રેણીનો દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે.આ સિદ્ધી અને સન્માન માટે
હુ તમારા સૌ વાચકમિત્રોનો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.
જન્મભુમિ પ્રવાસીનાં તંત્રી
શ્રી કુન્દનભાઇ વ્યાસ, સમગ્ર જન્મભુમિ પરિવાર અને મારા આ પુસ્તક ના પ્રકાશક ગુર્જર
ગ્રંથરત્ન પરિવારનો પણ આ કટાર અને પુસ્તકના સબળ પ્લેટફોર્મ થકી મારા વિચારો તમારા સૌ
સાથે વહેચવાની તક પૂરી પાડવા બદલ હ્રદયપૂર્વક આભાર અને ઇશ્વરની ઇચ્છા વગર તો પાંદડુ
પણ ક્યાં હલે છે?તેમનો અને મારા પરિવારજનોનો પણ કોટિ કોટિ વંદન સહિત આભાર!
-
વિકાસ
ઘનશ્યામ નાયક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો