આજે
મધર્સ ડે છે. માતાનો
દિવસ! માતાનો આભાર પ્રગટ
કરવાનો દિવસ! તેનાં
રૂણ અને ઉપકારનો બદલો
વાળવા તો સાત જન્મ
પણ ઓછાં પડે પણ
આ દિવસની તક ઝડપી
લઇ તમે તેને ખુશ
તો કરી જ શકો!
જો કે એ તો
કયે દિવસે તમારાથી નાખુશ
પણ હોય છે? તમે
સપૂતની જગાએ કપૂત બની
તેને ધૂત્કારો, તેનું અપમાન કરો,તેને ન કહેવાનાં
વેણ કહી દો તો
પણ તેના વાત્સલ્યની અમી
ધારા તમારા પ્રત્યેના ક્યારેય
ઓછી થવાની જ
નથી.
આ
કુદરતનું કેવું અજબનું સર્જન
છે?બાપ ને પણ
સંતાનો માટે લાગણી હોય
પણ માતાના સ્નેહની તોલે
કોઇ સરખામણી ન કરી શકે.જનની અને જનનીના
સ્નેહની કોઈ જોડ જડે
એમ નથી!
નવાઇ પમાડે એવી
વાત એ છે કે
માતાનો અજોડ પ્રેમ સંતાનો
પ્રત્યેનો માત્ર મનુષ્ય જાતિ
પૂરતો સિમીત નથી.પશુપંખીઓમાં
પણ આ પ્રેમના અનન્ય
દાખલા જોવા મળે છે.
હમણાં જ વ્હોટ્સ એપ
પર એક સુંદર વિડીયો
જોવામાં આવ્યો. પહાડો વચ્ચે
એક નદી કાંઠે વિશાળકાય
રીંછ માતાનું એક બચ્ચુ ભૂલું
પડી એક સિંહણ સામે
જ ઇ ચડે છે.
સિંહણ તેની પાછળ પડે
છે. બચ્ચુ એક ઝાડ
પર ચડી જાય છે.
ઝાડની ડાળનાં છેડા સુધી
સિંહણ પણ તેની પાછળ
જાય છે. આખરે બચ્ચાની
છટપટાહટને કારણે ડાળી તૂટી
પડે છે અને બચ્ચુ
નદીના પાણીમાં જઇ પડે છે.
તે જાણે છે કે
સિંહણ ને તરતાં નથી
આવડતું અને હાશકારો અનુભવે છે પણ
સિંહણ આસાનીથી તેનો પીછો છોડે
તેમ નથી. નદીના કાંઠે
કાંઠે તે બચ્ચાની દિશામાં
જ આગળ આગળ ચાલ્યા
કરે છે. થોડે જ
દૂર નદીના પાણીનું વહેણ
પથ્થરોના અવરોધને કારણે અટકે છે
અને સિંહણ એ પથ્થરો
પર આસાનીથી ચાલી બચ્ચા સુધી
પહોંચી જાય છે અને
નાનકડા બચ્ચા પર જોરથી
પોતાનો મજબૂત ખૂની પંજો
ઉગામે છે.બચ્ચુ એક
મરણતોલ ચીસ પાડે છે
અને બચ્ચાની મરણતોલ ચીસ ભલા
મા સુધી ન પહોંચે
એવું બની શકે? બચ્ચાની
મરણતોલ ચીસમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ
મા ના આક્રંદનો સિંહણને
ડરાવી મૂકતો સ્વર ભળે
છે અને તે ઉભી
પૂંછડીએ ત્યાંથી ભાગી જાય છે.
બચ્ચાનાં લોહીલૂહાણ થયેલા નાક પર
મા સ્નેહવાત્સલ્ય ભર્યો
પંજો ફેરવે છે
અને અહિ વિડીયો પૂરો
થાય છે પણ આ
વાર્તા વિચાર કરતાં કરી
મૂકે છે.
પોતાની
તબિયત ખરાબ હોય ત્યારે
પણ તેને બચ્ચાઓનાં સ્વાસ્થ્યની
ચિંતા સતાવે છે.પોતાનું
અસ્તિત્વ તે સંતાનોમાં ઓગાળી
નાખે છે.પૈસા-ધન-ઘર-જમીન સઘળી
સંપત્તિ કરતાં યે તેને
મન તો પોતાના સંતાનોનું
મહત્વ જ વિશેષ છે.લાખ ભૂલો કરી
- પાપો આચરી - અનેક વાર
ભૂતકાળમાં અપમાનનાં વિષ પીધાં હોવાં
છતાં જ્યારે સંતાન પાછું
ફરે ત્યારે સઘળું ભૂલી
જ ઇ મા તેના
બધાં ગુના માફ કરી
દે છે.
મારી
પોતાની વાત કરું તો
મેં પણ અનેક વાર
ન કહેવાનાં વેણ કહી મારી
માતાને દુભવી છે.પણ તેના મારા
પ્રત્યેના વ્હાલમાં ક્યારેય મેં ઓટ અનુભવી નથી.કેટલીક
વાર તેની વિશેષ કાળજી
લેવાની ચેષ્ટા મને અકળાવી
મૂકે છે અને એ
માટે મેં તેને કટુ
વેણ સંભળાવ્યાં છે પણ તેના
મારા પ્રત્યેની લાગણી કે વાત્સલ્ય માં મેં કદી
ઘટાડો અનુભવ્યો નથી
અને મજાલ છે કોઇની કે તેની
સામે મારા વિશે ઘસાતું
બોલી બતાડે?!
મમ્મી,મારી સઘળી નાદાનિયત
ભરી ભૂલો બદલ આજે
હું તારી માફી માંગુ
છું.મને ખબર છે
કે આ માફી વગર
પણ તું તો તારી
મમતાની અવિરત વર્ષા વરસાવતી
જ રહેવાની છે! ઇશ્વર,મને
સદબુદ્ધિ આપજે કે ક્યારેય
મારી માતાનું દિલ ન દુભવું.
આઇ લવ
યુ
મોમ!
હેપ્પી
મધર્સ ડે મોમ!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો