વાડ
ધરાવતાં કાસના મેદાનમાં સાંકડા પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં જ સામે જાંબલી રંગના ફૂલોની
જાણે મખમલી ચાદર પથરાયેલી હતી.આ દ્રશ્ય જોઈને મનને એક અનેરા આનંદની અનુભૂતિ થઈ. ઠંડી
ઠંડી હવા ચહેરા પર અનેરા સ્પર્શની લાગણી જન્માવી રહી હતી. નમ્યા ગેલમાં આવી જઈ નાચવા-કૂદવા
લાગી હતી. અન્ય ફોટોગ્રાફીના રસિયા મિત્રો ફોટો અહિ લેવો કે ત્યાં લેવો,આ પોઝમાં લેવો
કે તે પોઝમાં એ બધી પળોજણમાં વ્યસ્ત થઈ ગયાં. ઘણી વાર માણસ સૌંદર્યને માણવા કરતાં તેને
કચકડામાં કેદ કરવામાં વ્યસ્ત થઈ જતાં એ સૌંદર્યનો ખરી લુત્ફ ઉઠાવવાનું ચૂકી જતો હોય
છે. પણ કદાચ અહિં આવું નહિ બનતું હોય કારણ અહિં તો અફાટ સુંદરતા ચોમેર વિખરાયેલી પડી
હતી.જાણે ફોટોગ્રાફીના રસિયાઓને ઇજન ન આપી રહી હોય કે 'પાડ પાડ...મારા જેટલા ફોટા પાડવા
હોય એટલા પાડ...હું પણ નહિ ધરાઉં અને તને પણ નહિ ધરાવા દઉં.!"
જાંબલી
ફૂલોથી થોડે દૂર પીળા ચટ્ટક ફૂલોનો દુપટ્ટો જાણે પ્રકૃતિ રૂપી સુંદર યુવતિ હવા સાથે
લહેરાવી રહી હતી! આ બધાં ફૂલો કદમાં સૂક્ષ્મ હતાં પણ તેમની નજાકત અને સુંદરતા અપાર
હતાં. એનો જાણે મોટી સંખ્યામાં આ ફૂલો હોઈ ગુણાકાર થતો હતો! બીજા ભૂરા રંગના નાનકડા
ફૂલો પર તો જાણે સાચે જ, સ્પર્શે અતિ મૂલાયમ મખમલ મૂકેલું હતું,પીળા પીળા નાના પરાગ
તંતુનાં કણો એ ફૂલોની સુંદરતામાં વધારો કરતાં હતાં.કલાક બે કલાક ફર્યા બાદ એકાદ ટેકરીના
છેડે અમે કૂંડાળુ બનાવી ભાખરવડીનો નાસ્તો કરવા બેઠા. ત્યાં 'સ્ટીક ઇન્સેક્ટ' નામનો
સળી જેવો દેખાતો લીલો તિતિઘોડો અમને કંપની આપવા ઉડી આવ્યો! આસપાસ પતંગિયા તો ઉડાઉડ
કરી જ રહ્યાં હતાં! નાસ્તો કરી ફરી ચાલવાનું શરૂ કર્યું ત્યાં અમારા ગ્રુપમાંનો સુકુ
હાથમાં કરચલો પકડી લાવ્યો! અમારી સાથેના મોટા ભાગના લોકો બિનશાકાહારી હતાં એટલે મને
એક ઘડી તો લાગ્યું કે સુકુ જાણે એ કરચલાને મોઢામાં મૂકી કાચો ને કાચો ખાઈ જશે! પણ ના
એ, માત્ર એવો પોઝ આપી ફોટો પડાવતો હતો! પછી એણે કરચલાને ફરી પાછો ઘાસમાં છોડી મૂક્યો.પછી
અમે બધાં છૂટા છવાયા ફરવા માંડ્યા. હું અને અમી નમ્યાને લઈ જાંબલી-ગુલાબી ફૂલોની જાજમ
વચ્ચે જઈ બેઠાં. અહિં ફૂલો કચડાઈ ન જાય એ માટે વચ્ચે વચ્ચે નાનકડી કેડીઓ બનાવેલી હતી.
શહેરની દોડધામ ભરી જિંદગીનો થાક પણ જાણે અમારા ભેગો બેઘડી આરામ કરવા થંભી ને બેઠો!
થોડે દૂર કેટલાક ફૂલો પર સંશોધન કરનારા વિદ્યાર્થીઓ ચોરસ લાકડાની જાળી જેવા કોઈક સાધનથી
ફૂલોની ચાદર પર સંશોધન કરી રહ્યા હતાં. થોડે દૂર અમારી સાથેના અનિકેત અને સ્વપ્ના પણ
તેમના તોફાની આયુષ સાથે પોરો ખાવા બેઠા બેઠા કદાચ પોતાના હનીમૂનની યાદો વાગોળી રહ્યા
હતાં!
અહિં
સમય અતિ મંદ ગતિએ વહી રહ્યો હોય એવો અહેસાસ થતો હતો. બે-ત્રણ કલાક ફર્યા બાદ ધરાઈ ધરાઈને
અહિંના ફૂલોની સુંદરતાનું પાન કર્યા બાદ અને ધરાઈ ધરાઈને ફોટા પાડ્યા બાદ અમે બહાર
આવ્યા ત્યારે સારી એવી ભીડ થઈ ગઈ હતી. અમને બે ફાયદા થયા.એક તો શનિવાર હતો એટલે ભીડ
ઓછી હતી અને અમે વહેલી સવારે આવી ગયા હતાં એટલે અમને શાંતિથી કાસ પાઠાર પ્રદેશની લિજ્જત
માણવાનો મોકો મળ્યો.
અહિં
પ્યોર વેજ હોટલ મળવી તો મુશ્કેલ હતું છતાં અમારા પ્રવાસ આયોજકો પ્રશાંત અને સુનિલ કોઈક
હોટલમાં પાંચ વેજ અને નવ નોન-વેજ થાળીની વ્યવસ્થા કરતા આવ્યાં.આમતો નાહ્યા વગર આપણે
કેવા બેબાકળા અને અસ્વસ્થ થઈ જઈએ પણ અહિં સવારે સ્નાન કર્યું જ ન હોવા છતાં કાસની આબોહવા
અને ફૂલોએ જાણે અમારામાં તાજગી ભરી દીધી હતી અને અમે નાહ્યા નહોતા તેનો અહેસાસ જ થવા
દીધો નહોતો! જમવા બેઠા. ઠીક ઠીક એવા ભાણામાં ફુલાવરનું શાક ખાતા ખાતા મારા કોળિયામાં
લાંબી જાડી સળી જેવું કંઈક દેખાયું. થેન્ક ગોડ એ કોળિયો મેં સીધો મોઢામાં ન મૂકતા થોડી
વધુ બારીકાઈથી એ વસ્તુનું નિરીક્ષણ કર્યું. મેં
તેને હાથમાં લઈ ધ્યાનથી જોયું તો માલૂમ પડ્યું કે એ જાડી સળીને બંને બાજુએ નાના નાના
પગ હતાં.એ હતો શાક ભેગો બફાઈ ગયેલો ફુલાવરના શાકમાં ઘણી વાર જોવા મળતો કીડો! સોનાની
થાળીમાં લોઢાના મેખ સમા એ અનુભવે મારી જમવાની મજા બગાડી મૂકી! કદાચ કોઈ નોન-વેજ ખાતી
વ્યક્તિને આ ઇયળ જોઈ (કે કદાચ ચાવી પણ જઈ) ખાસ ફરક પડ્યો ન હોત! પણ મને અ પછી ખાવાનું
ભાવ્યું નહિ!
જમ્યા
બાદ અમે છૂટા છવાયા આસપાસની લીલોતરીમાં ફરવા નિકળી પડ્યા.દૂર લગભગ જમીનદોસ્ત થઈ ચૂકેલા
ઝાડના થડ પર ચડી અમે થોડા ઘણાં ફોટા પડાવ્યા અને પછી બધાં હોટલની પાછળ ટેકરી જેવા હરિત
વિસ્તાર તરફ ગયાં.અહિં નું દ્રષ્ય પણ નયનરમ્ય હતું. દૂર લીલાછમ મેદાન વચ્ચે વટાણા જેવડું
દેખાતું એક સુંદર એકલું મંદિર હતું.ટેકરી પરથી સારી એવી નિચાઈ પર અને ખાસ્સુ દૂર દેખાતું
એ મંદિર અમને જાણે બોલાવી રહ્યું હતું અને અમે બધાએ એ તરફ દોટ મૂકી! મિનિ-ટ્રેકીંગ
કરી થોડી જ વારમાં તો અમે એ મંદિર સુધી પહોંચી પણ ગયા! ઝોળાઈદેવીના દર્શન કર્યાં.બાજુમાં
એક નિર્જન, શાંત પણ સુંદર રસ્તો હતો. નિરભ્ર આકાશ પણ સ્વચ્છ અને સુંદર લાગી રહ્યું
હતું. અહિં પણ થોડા ઘણાં ફોટા પાડી-પડાવી અમે ફરી પાછા હોટલ સુધી આવી અમારી મિનિ-બસમાં
બેઠાં.
અહિંથી
થોડે દૂર કોયના નદીનો કિનારો હતો જ્યાં પહોંચતા સારા એવા ટ્રાફીકનો અનુભવ થયો.કાસનો
રસ્તો અતિ સાંકડો છે અને અહિં આવતા વાહનોની સંખ્યા ઘણી મોતે આથી તમારે અહિં વહેલા સવારે
જ પહોંચી જવું હિતાવહ છે.બીજું આટલે દૂર આવો તો બીજી પણ આસપાસની એક-બે સારી જગાઓએ જવાનું
આયોજન કરીને જ આવવું.ખાવાપીવાની પણ પૂરી તૈયારી સાથે જેથી પાછળથી હેરાન ન થવું પડે.
કોયના
નદીકાંઠેથે હોડીમાં બેસી બીજે કિનારે જઈ પહોંચ્યા.અડધોકલાક નૌકાવિહાર ઠીકઠીક રહ્યો.પણ
કોયનાને બીજે કાંઠે પહોંચ્યા બાદ જે ધમાલ અને મજા કરી છે અને સ્વર્ગીય આનંદની અનુભોતિ
કરાવનાર બીજા એક પ્રાઈવેટ કે કસ્ટમાઈઝ્ડ નૌકાવિહાર ની વાત આવતા સપ્તાહે આ કાસ શ્રેણીના
ત્રીજા અને અંતિમ બ્લોગમાં
તમારા કાસ પ્રવાસના ફોટા શેર કરવા વિનંતી.
જવાબ આપોકાઢી નાખો- રશ્મી ગાલા (ઇમેલ દ્વારા)
My more pics of this Kaas Trip are on my Facebook profile (photo albums).
કાઢી નાખો- Vikas Ghanshyam Nayak
વિકાસભાઈ, કાસના ખાસ પ્રવાસનો તમારો બ્લોગ(ભાગ - ૨) સુપર્બ રહ્યો! કાસ ક્યારેય ન ગયેલ વ્યક્તિ પણ તમારો બ્લોગ વાંચી લે તો તેને કાસ પ્રત્યક્ષ ન જોયાનો વસવસો ન રહે! વાચક તમારા શબ્દો દ્વારા કાસનો ખાસ પ્રવાસ કરી લે અને તમારા શબ્દો દ્વારા ત્યાંની સુંદરતા માણી લે એટલો સરસ લખાયો છે આ બ્લોગ.અભિનંદન!
જવાબ આપોકાઢી નાખો- ખેવના દેસાઈ , વિલે પાર્લે,મુંબઈ (વ્હોટ્સએપ દ્વારા)