Translate

રવિવાર, 14 ઑક્ટોબર, 2012

તમારો પોતાનો બ્લોગ કઈ રીતે બનાવશો?

પ્રતિભાવ:


ચિ. વિકાસભાઇ,

તમારા બ્લોગને ઝરુખે અવશ્ય ડોકિયુ કરું છું. તમને ચિરંજીવ સંબોધનથી કદાચ નવાઇ લાગશે, તમારા ફોટા ઉપરથી તમે ૩૦-૩૫ વયના લાગો છો એટલે તમને ચિ. નુ સંબોધન કર્યુ છે. મારી ઉમર ૭૫ વર્શની છે એટલે આમ સંબોધવાની છૂટ લીધી છે. તમારા હેતુલક્ષી હોય છે. જે લોકોને પ્રેરણા રુપ તેમજ જ્ઞાનવર્ધક બને છે.

હું અવારનવાર મુંબઇ સમાચાર તેમજ જન્મભૂમિમાં મારા, હાલની આમ આદમીની વ્યથાઓ બાબતે મત પ્રદર્શીત કરતો હોવછું. મારા વાચકો તેમજ ચાહકોનુ કહેવુ છે કે મારે પણ બ્લોગ બનાવી મારા વિચારોને વહેતા કરવા જોઇએ. મારા લખાણોથી પ્રભાવીત એક વાચકે મને કોંપ્યુટર ને પ્રિંટર ભેટ કર્યા છે. મારા મકાનના એક વ્યવસાયે સી.એ. છે તે તેમજ તેમની સુપુત્રીએ મને કોંપ્યુટર ચલાવાનુ જ્ઞાન આપ્યુ તેમજ જ્યારે જરૂર પડ્યે સહાય તે બાબતેની આજ લગી પણ આપે છે. તો આપશ્રીને પણ એક વિનંતી કરવાને પ્રેરાયો છું કે જો તમે બ્લોગને કેવીરીતે ઓપરેટ કરવો તે શિખવાડશો તો આભારી થઇશ.

લી. રમેશ મોતીલાલ બંગાળી શુભ આશિષ.

**************************

રમેશ કાકાનો પ્રથમતો પ્રતિભાવ લખી મોકલવા બદલ આભાર! તેમણે મારી ઉંમર સાચી કલ્પી છે! ૧૯મી ઓક્ટોબરે હું ચોત્રીસ વર્ષ પૂરા કરીશ!હવે તેમની બ્લોગ બનાવવાની ઇચ્છાને માન આપી આજે હું સર્વે વાચકમિત્રોના લાભાર્થે તમે પોતાનો બ્લોગ કઈ રીતે બનાવી શકો તેની માહિતી પૂરી પાડીશ.

- વિકાસ ઘનશ્યામ નાયક

બ્લોગ શું છે?

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.

આ તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો.આ વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. આ 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.

તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત જ ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?

http://vikasgnayak.blogspot.com - આ વેબ-એડ્રેસ પર હું છેલ્લા થોડા વર્ષથી અંગ્રેજીમાં બ્લોગ લખું છું જેનું ગુજરાતી ભાષાંતર સ્વરૂપ એટલે જન્મભૂમિની આ 'બ્લોગને ઝરૂખેથી...' કટાર.અહિં છપાયેલ બ્લોગ http://blognezarookhethee.blogspot.com આ વેબ-એડ્રેસ પર પણ ગુજરાતીમાં પ્રકાશિત થશે. તમે પણ તમારાં વિચારો-પ્રતિભાવો વગેરે લખી મોકલી શકો છો.યોગ્ય લાગશે તો મહિનામાં એક વાર ગેસ્ટ-બ્લોગ સ્વરૂપે તે અહિં છપાશે.

તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા www.blogger.com વેબસાઈટ પર જઈ નવું અકાઉન્ટ ખોલો એટલે કે રજિસ્ટ્રેશન કરી તમારું નવું આઈ.ડી. બનાવો.જો તમારૂં www.gmail.com www.orkut.com પર અકાઉન્ટ/આઈ.ડી. હોય તો તમારે બ્લોગર વેબસાઈટ પર ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.તમારા અકાઉન્ટમાં લોગ ઇન કરી 'More' મેનુ માંથી 'Blogger' ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરશો એટલે આપોઆપ તમને નવા વેબપેજ પર લઈ આવશે જ્યાં તમે નવો બ્લોગ શરૂ કરી શકશો.

જેવી જ બીજી પણ ઘણી વેબ્સાઈટ્સ ઉપલબ્ધ છે જેના પર તમે તમારો પોતાનો બ્લોગ બનાવી શકો છો.જેમકે 'www.wordpress.com'

તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા www.blogger.com વેબસાઈટ પર જઈ નવું અકાઉન્ટ ખોલો એટલે કે રજિસ્ટ્રેશન કરી તમારું નવું આઈ.ડી. બનાવો.જો તમારૂં www.gmail.com www.orkut.com પર અકાઉન્ટ/આઈ.ડી. હોય તો તમારે બ્લોગર વેબસાઈટ પર ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.તમારા અકાઉન્ટમાં લોગ ઇન કરી 'More' મેનુ માંથી 'Blogger' ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરશો એટલે આપોઆપ તમને નવા વેબપેજ પર લઈ આવશે જ્યાં તમે નવો બ્લોગ શરૂ કરી શકશો.

એક વાર તમારો બ્લોગ બની જાય એટલે તેમાં 'New Post' ઓપ્શન પસંદ કરી તમે નવો લેખ લખી પોસ્ટ કરી શકો છો.પ્રાયવેસી સેટીંગ પબ્લિક રાખ્યું હોય તો તમે જેવો તમારો બ્લોગ પબ્લિશ કરો એવું આખું જગત એ વાંચી શકે એમ ઇન્ટરનેટ પર મૂકાઈ જાય છે.બ્લોગમાં તમે તસવીરો પણ અપલોડ કરી શકો છો.બ્લોગ સાથે જે વિષય પર તમે લખ્યું હોય તેને લગતાં કેટલાક મહત્વના શબ્દો 'લેબલ' તરીકે જોડો એટલે તમારા બ્લોગની પહોંચ અનેક ગણી વધી જાય છે કારણ આમ કરવાથી તે ઘણાં બધાં સર્ચ એન્જીન્સના રીઝલ્ટ પેજમાં દેખાવા માંડે છે.દા.ત.મારો ફ્લેશ મોબ ડાન્સ વાળો બ્લોગ હતો તેમાં મેં લેબલ્સ લખ્યા હતાં : 'blog ne zarookhe thee', 'flash mob', 'gujarati blog', 'janmabhoomi pravasi', 'mob dance', 'vikas ghanshyam nayak', 'vikas nayak'

બ્લોગની ડીઝાઈન પણ તમે પોતે પસંદ કરી શકો છો જે દ્વારા તમારો બ્લોગ પબ્લિશ થયા બાદ કેવો દેખાશે એ તમે નક્કી કરી શકો છો.બ્લોગ પેજ ઉપર તમે એડવર્ટાઈઝમેન્ટ્સથી માંડી,ડિક્ષનરી,રમત,સામાન્ય ગ્ન્યાનને લગતી માહિતી,તમારો અંગત સંક્ષિપ્ત પરિચય,ફોટો,અનુક્રમણિકા, અભિપ્રાય માટે બોક્સ/,વાચકો તમારા નવા બ્લોગ પબ્લિશ થયાની જાણ તેમના ઇન્બોક્સમાં ઇમેલ દ્વારા થાય તેવી સુવિધા માટેનું ઓપ્શન (જેને સબ્સ્ક્રાઈબ કર્યું કહેવાય) વગેરે અનેક ચીજ-વસ્તુઓ મૂકી શકો છો અને તમારો બ્લોગ વધુ લોકપ્રિય બનાવી શકો છો.વધુમાં વધુ હીટ્સ મેળવવાની મુખ્ય ચાવી છે નિયમિત લખતા અને પબ્લિશ કરતાં રહેવું.

ઘણાં લોકો પોતાના ખાસ હેતુલક્ષી બ્લોગ પણ બનાવે છે.જેમકે એક ગ્રુહિણી પોતાનો વાનગીનો બ્લોગ શરૂ કરી તેના પર રોજ કે દર અઠવાડિયે નવી નવી વાનગીની રીત લખી પબ્લિશ કરે છે.કોઈ કવિ પોતાનો બ્લોગ બનાવી પોતાની કવિતાઓ નિયમિત પોસ્ટ કરે છે.તો કોઈ ફોટોગ્રાફર પોતાની તસવીરો બ્લોગ પર રોજેરોજ પબ્લિશ કરે છે.

આજનો બ્લોગ વાંચીને તમને પણ તમારો બ્લોગ બનાવવાનું મન થઈ જાય અને તમે તમારો પોતાનો બ્લોગ બનાવો તો મને જાણ કરવાનું ભૂલતા નહિ!

3 ટિપ્પણીઓ:

 1. વ્હાલા વાચકમિત્રો,
  'તમારો પોતાનો બ્લોગ કઈ રીતે બનાવશો?' એ લેખ વાંચી મને ઘણાં વાચક મિત્રોના જુદા જુદા સ્થળોએથી ફોન આવ્યા.મનીષ સંઘવી,ડોક્ટર વિપુલ ખીરા,નાગપુર નજીકના અકોલાના ડોક્ટર સયાની,રમેશ બંગાળી વગેરે એ પોતાના બ્લોગ્સ બનાવ્યા પણ ખરા અને મને તેમના બ્લોગ્સની લિન્ક મોકલી છે.આપ સૌ પણ તમારો પોતાનો બ્લોગ હજી ન બનાવ્યો હોય તો એમ કરી શકો છો.તમારા અમૂલ્ય પ્રતિભાવ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર!
  - વિકાસ ઘનશ્યામ નાયક

  જવાબ આપોકાઢી નાખો
 2. શ્રી વિકાસભાઈ,
  જન્મભૂમિમાં પ્રગટ થતો આપનો બ્લોગ રેગ્યુલર વાચું છું.અને આનંદ આવે છે.ગયા અઠવાડિયે તમે બ્લોગ બનાવવાની રીત લખી તેથી ઘણા બધા લોકોને પ્રેરણા મળી હશે.અને આ અઠવાડિયે તે અંગે વાંચીને આનંદ થયો કે ઘણા લોકોએ તે ઉપરથી પ્રેરણા મેળવીને પોતાના બ્લોગ પણ બનાવ્યા.મારો બ્લોગ ગયા એપ્રિલ મહિનામાં મારા પુત્રે બનાવી આપ્યો છે. જેમાં હું લગભગ મહિનામાં સાતથી આઠ વખત લખું છું. હજુ જોઈએ તેટલી ફાવટ નથી આવી પણ ધીમે ધીમે કામ ચાલતું રહે છે.મારો મુખ્ય પ્રોબ્લેમ એ છે કે તૈયાર કર્યા પછી તેમાં આસાનીથી એન્ટર નથી કરી શકતો. તે અંગે કંઈક સહેલો રસ્તો બતાવશો તો ખુબ આભાર થશે.
  બ્લોગની લીંક : http://www.scribd.com/Gdsoni
  લી.ગુલાબરાય સોનીના જયશ્રીકૃષ્ણ.
  DUBAI (U.A.E.)

  જવાબ આપોકાઢી નાખો
 3. dear vikasbhai
  hu primary education ma crc ma 6u.mare maro potano blog bnayo6.parantu mane haji pan barabar favtu nathi. mare primary education ne lagti link joiye 6. maru addres crcafvakalpitpatel78@gmail.com 6

  જવાબ આપોકાઢી નાખો