Translate

શનિવાર, 24 ડિસેમ્બર, 2011

ગેસ્ટ બ્લોગ : નાતાલ

 - પ્રતિષ્ઠા પંડ્યા (બેંગ્લોર)           ડીસેમ્બર મહિનો આવે એટલે રસોડામાંથી આવતી વાનગીઓમાં વટાણા, પાપડી ઉમેરાય, રોજ સવારે કોકરવરણા તડકે બેસી છાપું વાંચવાનો દાદીનો કાર્યક્રમ શરુ થાય, સાંજે ચોકઠામાં રમતી મને ઘેર પાછી બોલાવતી માની બૂમો અંધારા સાથે તાલ મેળવતી હવે થોડી વહેલી સંભળાય. પણ મારા મનની ક્ષિતિજ પર દૂર દૂર સુધી ના હોય ક્રિસમસટ્રી, કે ના સ્નો, કે ના રેઇનડીયરવાળી સાન્તાક્લોઝની સ્લેજ. હા, પચ્ચીસમીની સાંજે પપ્પાની આંગળીઝાલી 'પારેખ્સ' જવાનો, લાલટોપાવાળા દાદા જેવા સાન્તાક્લોઝ પાસેથી એકાદ ચોકલેટ લેવાનો કાર્યક્રમ અવશ્ય હોય. આજે ત્રીસ વર્ષ પછી કન્ઝયુમરિસ્ટ વાતાવરણમાં ઉછરતા મારા છોકરાઓને આ વાત અજુગતી લાગે છે. કારણ એમને મન તો ડીસેમ્બર એટલે ક્રિસમસ, અને ક્રિસમસ એટલે મોલ, અને મોલ એટલે સાન્તાક્લોઝ, સાન્તાક્લોઝ એટલે ભેટો, ને ભેટો એટલે મઝા. એમના જગતમાં તો ડીસેમ્બર ની જાહેરાત જ હવે શહેરની એકેક નાની મોટી દૂકાનો ને એની વચમાં plate tectonic mountain range ની જેમ ઉભા થયેલા મોલો કરે છે. ઠંડી રાતે રોશની ના અજવાળા ઓઢી, પ્લાસ્ટિકના શણગારેલા સફેદ લીલા ક્રિસમસ ટ્રી , ને લાલચટક "SALE " ના પાટિયા લઇ બેસે છે આ બજાર, લલચાવતું સૌના ખિસ્સાને. અહિયાં બાળકોને મોલના સાન્તાક્લોઝ, ઘરના ખૂણે ક્રિસમસ ટ્રી, એની નીચે ચમકતા કાગળમાં લપેટાયેલી ભેટો, પથારી ની બાજુમાં સ્ટોકીન્ગ્ઝ અને એમાં ભરેલી સરપ્રાઈઝ સિવાય કઈ અડતું નથી. ભેટો ના આ ઢગલામાં ક્યાંક ખોવાઈ જાય છે બેબી જીસસ.

એવામાં એક દિવસ અકસ્માતે સાંભળું છું 'little drummer boy' NBCના ૧૯૬૮ના ક્રિસમસ સ્પેશિઅલ કાર્યક્રમમાં ગવાયેલું એક કેરલ. નાનો ભરવાડનો છોકરો એનું ઘવાયેલું ઘેટું સાજુ કરવા રાજાની મદદ માગવા જાય છે. રાજા એને દોરે છે દુનિયાના નવા જન્મેલા રાજા પાસે. Menger માં બાળ જીસસ પાસે પડેલી અનેક કીમતી ભેટ જોઈ બાળક વિમાસણમાં પડે છે. કારણ એ તો ગરીબ છે, દુનિયાના રાજાને આપવા યોગ્ય એની પાસે કંઈ નથી, બસ એક ઢોલક વગાડી જાણે છે. પોતાની આ આર્ત્ર દશાનું વર્ણન ગાતાં બાળક ઢોલ વગાડે છે જેના અંતે બેબી જીસસ એની સામું જોઈ હસે છે અને એનું ઘેટું ફરી ચાલતું થાય છે.

Little Baby

Pa, rum, pa, pum, pum

I am a poor boy too

Pa, rum, pa, pum, pum

I have no gift to bring

Pa, rum, pa, pum, pum

That's fit to give a King

Pa, rum, pa, pum, pum

Rum, pa, pum, pum, rum, pa, pum, pumShall I play for you, pa , rum , pa, pum pum

On my drumMary nodded

Pa, rum, pa, pum, pum

The ox and lamb kept time

Pa, rum, pa, pum, pum

I played my drum for Him

Pa, rum, pa, pum, pum

I played my best for Him

Pa, rum, pa, pum, pum

Rum, pa, pum, pum, rum, pa, pum, pumThen He smiled at me

Pa, rum, pa, pum, pum

Me and my drumજે ભાવનાથી આ કેરલ ગવાતું સાંભળ્યું એથી આંખમાં અને હૈયામાં એજ ભાવ ઉભરાયા જે બાલકૃષ્ણનું કોઈ ભજન સાંભળી ઉભરાય છે. કેરલ સાંભળતાં સંભાળતા હું વિચારે ચડું છું કે આપણે અહી એકલા નથી, પણ આ मुकम करोति वाचलं, पंगुम लंघयते गिरीम વાળો ઈશ્વર, આપણને વિના કોઈ કારણ પ્રેમ કરે એવો, આપણે માટે ખુદને ન્યોછાવર કરે એવો ઈશ્વર હંમેશ આપણી પાસે છે એ અનુભૂતિ જો આપણે આ દિવસે પણ ના કરીએ તો શું આપણે ક્રિસમસનો અર્થ પામ્યા કહેવાઈએ? ક્રિસમસમાં જો આપવા લાયક કોઈ ભેટ હોય તો એ છે દૂશ્મનને માફી, વિરોધી ને સહિષ્ણુતા, મિત્રને રહ્દય, સહુને ઉદારતા અને પ્રેમ, અને આપણા બાળકો ને એક ઉદાહરણ. ઉદાહરણ માનવતાનું, ઉદાહરણ સહિષ્ણુતાનું, ઉદાહરણ બિનશરતી પ્રેમનું. આજના ભારતમાં આપણે વિચારધારાઓ નો વિચિત્ર સમન્વય જોઈ છીએ. એક તરફ કઠોર હિન્દુત્વવાદી, કહેવતો રાષ્ટ્રવાદી વર્ગ અવારનવાર ભારતના ગામડાં અને શહેરોમાં ચર્ચની સામે, ધર્મપરિવર્તનના કહેવાતા પ્રયાસો સામે હિંસક બંડ પોકારે છે. પણ આજ વર્ગના પાયા જેવો મધ્યમવર્ગ ચળકતા કપડા પહેરી આવેલી બજારુ ક્રિસમસને બે હાથે વધાવે છે! આ વાતાવરણમાં ઉછારતા આપણાં બાળકોને ક્રિસમસ એટલે સાન્તાક્લોઝ અને ભેટ એ તો જરૂર સમજાય છે પણ આ પ્રેમ, ઉદારતા, અને સર્વના સ્વીકારની જે ભાવનાઓ ક્રિસમસના રુહ્દય સમી છે તેનાથી આપણાં બાળકો વંચિત રહી ગયાં છે એવું નથી લાગતું? ક્રિસમસના હાર્દ ને સમજવા ક્રિશ્ચિયન થવાની જરૂર ખરી ?ક્રિશ્ચનજન તો તેને રે કહીએ જે પ્રેમ પદારથ જાણે રે

પરસુખે બલિદાન કરે પરજન જનની જણ્યો જાણે રે

ચાલો, આ ઉત્સવના દિવસોમાં નિર્ણય કરીએ ક્રિસમસનું હાર્દ સમજવાનો અને બાળકોને સમજાવવાનો!- પ્રતિષ્ઠા પંડ્યા (બેંગ્લોર)

Email : pratishtha74@gmail.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો