Translate

Sunday, October 2, 2016

ગાંધીજીના મણિભવનની એક સુંદર પહેલ

આજે ગાંધીજયંતિ છે. મહાત્મા ગાંધીજીની જન્મતિથિ આટલા વર્ષો બાદ પણ આજે આપણે ઉજવીએ છીએ તેનું એક કારણ છે તેમના સિદ્ધાંતો અને વિચારધારા આપણે જીવંત રાખવા છે. આવો એક સંનિષ્ઠ પ્રયાસ કરે છે મણિભવન સંસ્થા. વર્ષો પહેલા એક સમયે મહાત્મા ગાંધી મુંબ ખાતે જ્યાં રહ્યા હતા સ્થળ , મકાન એટલે મુંબઇમાં ગામદેવી પોલીસ સ્ટેશન પાસે , ભારતીય વિદ્યા વન નજીક આવેલું મણિભવન. અહિ આજે ગાંધીજીની જીવનયાત્રાની ઝાંખી કરાવતું તેમજ તેમણે પોતે વાપરેલ ચરખો, પગરખાં, જેલવાસ દરમ્યાન તેમણે વાપરેલ વાડકો અને અન્ય ચીજ-વસ્તુઓ અને ગાંધીજીની તથા તેમને સાંકળતી અન્ય બાબતોની દુર્લભ જોવાલાયક તસવીરોનું એક સુંદર મ્યુઝિયમ છે. ગાંધીજીના તેમજ તેમની વિચારસરણી ને અનુસરતા પુસ્તકોની એક મોટી લાઇબ્રરી પણ છે. મહાત્મા ગાંધી અને તેમની જીવન યાત્રા અને વિચારધારામાં રસ ધરાવતા દરેક જણે સ્થાનની મુલાકાત અચૂક લેવા જેવી છે.
સંસ્થાની એક ખાસ પ્રવૃત્તિની વાત કરવી છે. જાણીતા ચાઇનીઝ તત્વચિંતક કોન્ફ્યુશિયસે કહ્યું હતું " જો તમારે એક વર્ષનું આયોજન કરવું હોય તો ચોખા વાવો,જો તમારે દસ વર્ષનું આયોજન કરવું હોય તો  ઝાડ વાવો પણ જો તમારે સો વર્ષનું આયોજન કરવું હોય તો બાળકોને શિક્ષણ આપો." ગાંધીજીના વિચારોને જીવંત રાખવા જરૂર છે તેમના વિષે બાળકો અને તેમને ભણાવનારા શિક્ષકોમાં તેમના વિચારો ફેલાવવાની, તેમના અંગે જાગૃતિ ફેલાવવાની. કાર્ય મણિભવન સંસ્થા એક ઉમદા પહેલ દ્વારા કેટલાક વર્ષોથી કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દર વર્ષે ગાંધી જયંતિ પહેલા પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે તેમજ તેમને ભણાવતા શિક્ષકો માટે આ સંઅસ્થા ગાંધીજીને લગતી સ્પર્ધાઓ યોજે છે.જુનિયર કે.જી.,સિનિયર કે.જી.ના બાળકોની એક શ્રેણી,પહેલા-બીજા ધોરણમાં ભણતા બાળકોની બીજી શ્રેણી એમ જુદી જુદી વયજૂથ મુજબ તેઓ આખી મુંબ​ઈની શાળાના અલગ અલગ ભાષામાં ભણતા બાળકો અને તેમના શિક્ષકોને આ સ્પર્ધાઓ માટે આમંત્રે છે.
વે બાળકો અને શિક્ષકો જ્યારે સ્પર્ધાઓ માટે તૈયારી કરે અને સ્પર્ધામાં ભાગ લેતી વખતે ગાંઅધીજી પરની કે તેમના વિચારોને લગતી વિતા ગાય કે વિષે વક્તવ્ય પ્રસ્તુત કરે ત્યારે પોતે તો એનાથી માહિતગાર અને પ્રભાવિત થાય છે સાથે એના પ્રચારક પણ બને છે અને સત્ય​,અહિંસા,સાદાઈ જેવા ગુણો પોતે પણ આચરતા થાય છે.
મારી દિકરી નમ્યા પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે તેની શાળાનું પ્રતિનિધિત્વ કરતી હોવાથી મને પણ તેની સાથે મણિભવન જવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ઓગષ્ટ માસમાં પ્રથમ રાઉન્ડ માટે અમે સાથે મણિભવન ગયા.આખી મુંબઇની બધી શાળાના બાળકો ત્યાં એકઠા થયા હતાં પોતપોતાના માતાપિતા કે શિક્ષકો સાથે. જુદા જુદા રંગબેરંગી યુનિફોર્મ્સમાં સજ્જ આટલા બધાં પતંગિયા જેવા લાગતા બાળકો આટલી મોટી સંખ્યામાં એકીસાથે ભાગ્યે જ જોયા હશે! અને આ તો માત્ર પહેલા-બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જ હતાં!અલગ અલગ વયજૂથના કેટલા બધાં બાળકો-કિશોરો અને તેમના શિક્ષકો દ્વારા ગાંધીજીના વિચારો પ્રસરતા હશે એ વિચારી મનને સારૂ લાગ્યું. કાલીઘેલી ભાષામાં ગાંધીજી વિશે સાભિનય ક​વિતા ગાતા બાળકો કેટલાં વ્હાલા લાગતા હતાં! અને દરેક બાળકે એટલી સુંદર રીતે પોતપોતાની રજૂઆત કરી કે ત્રણ નિર્ણાયકો માટે શ્રેષ્ઠ રજૂઆત કરતા કેટલાક ચોક્કસ બાળકોને પસંદ કર​વાનું કામ લોઢાના ચણા ચાવ​વા જેટલું અઘરૂ સાબિત થયું હશે.
સદનસીબે નમ્યા પ્રથમ ૩૫ બાળકોમાં પસંઅદગી પામી જેમણે સપ્ટેમ્બરમાં દ્વિતીય રાઉન્ડમાં ફરી વિતા ગાવાની હતી.સપ્ટેમ્બરમાં બીજી વાર મણિભવન વાનો મોકો મળ્યો.ફરી બાળકોના એટલા સુંદર પર્ફોર્મન્સ જોવા-સાંભળવા મળ્યાં.હ્રદયસ્પર્શી તો ચાર નાનકડી પરાણે વ્હાલી લાગે એવી મુસ્લીમ બાળકીઓ દ્વારા થયેલી ગાંધીજી વિષયક વિતાઓ હતી. તેમના મુખેથી રામરાજ્ય​, અહિંસા, અખંડ ભારત વગેરે શબ્દો સાંભળી મારી તો આંખો ભીની થઈ !
 આજે અને હજી સપ્તાહેક સુધી ચાલનારી વિવિધ સ્પર્ધાઓના પરીણામો તો એક સાથે જાહેર થશે અને મને નમ્યાના પરીણામની ઉત્સુકતા તો છે પણ પરીણામ જે પણ આવે, અનુભ તો ખરેખર અવિસ્મરણીય રહ્યો!


3 comments:

 1. ઘનશ્યામ એચ ભરુચાOctober 2, 2016 at 12:53 PM

  આજે મણિભવન ગાંઘીજીના જીવનની ઝરમર માણવા વિદેશીઓ ખાસ મણિભવનની મુલાકાતે આવતાં હોય છે. મણિભવનમાં યોજાતી બાળકો માટેની અનેક હરિફાઇ પ્રેરણાદાયી છે.લેખ બદલ આભાર.

  ReplyDelete
 2. મીના જોશીOctober 15, 2016 at 4:27 AM

  મણિ ભવન નો લેખ ખુબ સારો રહ્યો.હું દક્ષિણ મુંબઈમાં જ રહેતી હોવા છતા આ જગાથી સંપૂર્ણ રીતે અણજાણ હતી.હવે હું ચોક્કસ આ જગાની મુલાકાત લઈશ.આવી મહત્વપૂર્ણ માહિતી સરસ રીતે શેર કરવા બદલ આભાર!

  ReplyDelete
 3. દક્ષા શાહ, ઉત્સવ શાહOctober 15, 2016 at 4:28 AM

  મણિભવન પરનો બ્લોગ લેખ ખુબ સુંદર અને માહિતીપ્રદ રહ્યો.

  ReplyDelete