Translate

રવિવાર, 3 જુલાઈ, 2016

સારૂં કામ

જેને એક સંતાન પણ હોય તે જાણે છે કે તેને મોટું કરવું કેટલું અઘરૂં કામ છે. પણ જેણે આવા અનેક નાની ઉંમરના બાળકોને પોતાના સંતાન તરીકે અપનાવ્યાં હોય અને તેમને એક સાથે મોટા કરવાનું કામ પોતાની વિત્ર ફરજ તરીકે માથે ઉપાડ્યું હોય તેવી વ્યક્તિને શું કહેવું? માણસ કે ફરિશ્તો? પણ પાછું આયુષ્ય ની ઢળતી વેળાએ જીવનનું સાચું જ્ઞા લાધે વેળાએ વૈરાગ આવું કામ ઉપાડ્યું હોય એમ નહિ! ત્રીસેક વર્ષની યુવા વયે પરોપકારનું કામ માથે ઉપાડ્યું  હતું બ્રધર સ્ટેનલીએ!
પોતે તો યુવા વયે ભેખ ઉપાડ્યો  પણ સાથે પર​-જાતિની યુવતિ પણ યુવાનના પ્રેમમાં પડી તેની સાથે લગ્નગ્રંથિથી જોડાય અને તેની વિત્ર ફરજ પોતે પણ સહિયારી અપનાવી લે વાત જાણીને તો વાઈ લાગે તો વાઈ! મહારાષ્ટ્રીયન યુવતિ મયુરી બ્રધર સ્ટેનલીને પરણી બની ગઈ સિસ્ટર મયુરી અને આજે તેમનો પરીવાર માત્ર તેમનાં પોતાના પંડના ત્રણ સંતાન - બે પુત્ર અને એક પુત્રી અને તેઓ બંને એમ  કુલ મળી પાંચ​ જણનો જ નહિ બલ્કે કુલ સો-એક આબાલવ્રુદ્ધોનો બનેલો છે!
માત્ર બાળકો નહિ પરંતુ યુવાન કે ઘરડાં, એકલાં, નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયેલાં,વિધવા કે વિધુર,તરછોડાયેલા,માંદા,ગરીબ્,ભૂખ્યાં,ભૂલા પડેલાંનિરાધાર લોકોનું પણ બ્રધર સ્ટેનલીએ વર્ષ ૨૦૦૯ની ૨૬મી જાન્યુઆરીએ સ્થાપેલા સ્વાગત આશ્રમમાં સ્વાગત થાય છે. સૌને સ્વાગત આશ્રમમાં પ્રેમ અને કરુણાભરી કાળજી પ્રાપ્ત થાય છે.
મલાડના બે ભાડાનાં ઘરોમાં તેઓ પોતે,સ્ટાફ અને આશ્રિત બાળકો સહિત કુલ ૬૫ જણ રહે છે જ્યારે વિરારમાં તેમની માલિકીના ઘરમાં કુલ ૪૦ આશ્રિતો રહે છે જેમાં એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકો અને વ્રુદ્ધોનો સમાવેશ થાય છે.
પંચાવન હજાર રૂપિયા માસિક ભાડું મલાડના બે ઘરો પાછળ ખર્ચાય છે. મલાડના આકસા ગામમાં તેઓ એક મોટો આશ્રમ બાંઅધવાનું સ્વપ્ન સેવે છે જ્યાં બધાં બાળકો અને સ્ટાફનો એક સાથે સમાવેશ કરી શકાય. નિયમિત દાન​-સખાવત મળવાને લીધે તેમનું ગાડું ગબડે છે અને આશ્રમ પણ યોગ્ય મદદ મળી રહેશે અને જલ્દી બંધાઈ રહેશે એવી તેમને શ્રદ્ધા છે.
સ્ટેનલી ૨૮ વર્ષનો થયો ત્યાર સુધી એક સામાન્ય યુવાનની જેમ એરપોર્ટ પર નોકરી કરતો હતો પણ અતિ ધાર્મિક વૃત્તિ ધરાવતી તેની માતાની  પ્રાર્થનાઓ સાંભળી ઇશ્વરે જાણે સ્ટેનલીને વર્ષ ૨૦૦૨માં સાક્ષાત્કાર કરાવ્યો અને પછી વર્ષોના મનોમંથન બાદ ૨૦૦૯માં ત્રણ અનાથ બાળકોથી શરૂ કરી તેણે સ્વાગત આશ્રમની સ્થાપના કરી.
તેના ભાઈ-બહેન અને અન્ય સંબંધીઓ સામાન્ય જીવન જીવે છે અને તેઓમાંના કેટલાક વિદેશમાં પણ વસે છે. છતાં તેઓ યથાશક્તિ સ્ટેનલીને તેના સેવાયજ્ઞ જેવા જીવન અને ભગીરથ કાર્યમાં મદદ કરતાં રહે છે.
મારી દિકરી નમ્યાનો જન્મદિવસ દર વર્ષે ૨૫મી જૂને હું મલાડની આસપાસ કોઈ અનાથાલય કે બાળકો વસતા હોય તેવાં આશ્રમમાં ઉજવું છું પરંપરાને અનુસરતા વર્ષે પણ તેનો છઠ્ઠો જન્મદિવસ સ્વાગત આશ્રમમાં ઉજવ્યો.
















તમે કોઈ સારૂં કામ કરવાનો નિર્ધાર કરો ત્યારે નાનીમોટી અડચણો તો આવે પણ તમારી ભાવના સાચી અને સારી હોય ત્યારે બધી સમસ્યાઓનું નિરાકરણ પણ આપોઆપ જાય.એડવાન્સમાં ઓનલાઈન દોઢકિલોની કેક બુક કરી હતી તે છેલ્લી ઘડીએ પ્રાપ્ય હોવાનો ફોન આવ્યો.પણ તેમણે સામેથી એક કિલોની બે જુદીજુદી કેક મોકલી આપવાની ઓફર આપી. મારી પાસે સ્વીકાર્યા વગર છૂટકો પણ નહોતો. જોકે મને અગાઉથી ખબર નહોતી કે સ્વાગત આશ્રમનાં બાળકો બે જુદા જુદા ઘરોમાં રહે છે. કુદરતી રીતે બે અલગ અલગ કેક આવી જે જુદી જુદી કાપવાની નમ્યાબેનને તો મજા પડી! બરાબર એડ્રેસ આપ્યું હોવા છતાં, કેક ડિલીવરી કરવા આવનાર યુવકને સ્વાગત આશ્રમ શોધતા બે-એક કલાક ગયાં. જો કે ભારે વરસાદ હતો એટલે અમને પણ વાહન મળતાં વાર લાગી અને અમે  કેકની  ડિલીવરી થયા બાદ ત્યાં પહોંચ્યા. જે ઓલા કાર બુક કરી હતી તે પણ એક ડ્રાઈવરે ભારે ટ્રાફીકને કારણે કેન્સલ કરી નાખી. જે બીજા ડ્રાઈવરની ગાડીમાં ગયા તે વી મુંબઈથી ગાડી તરફ આવ્યો હતો. ભારે વરસાદ તથા ભયંકર ટ્રાફિક છતાં અમારો શુભ-આશય જાણી જાણે ગદ ગદ ગયો અને એક સારા કાર્યમાં સહભાગી થયાનો પરમ સંતોષ અનુભવતા નમ્યાના બર્થડેની ચોકલેટ સાથે પાછો ગયો!
સ્વાગત આશ્રમમાં બાળકો વચ્ચે કેક કાપી તેમને ચોકલેટ-કેક વડાવી ડિનર કરાવ્યાં બાદ અમે જ્યારે ઘેર પાછા ફર્યાં ત્યારે અમને પણ એક પરમ આનંદ અને સંતોષભરી લાગણીનો અનુભ થતો હતો.

સ્વાગત આશ્રમના બ્રધર સ્ટેનલી કે સિસ્ટર મયૂરીનો સંપર્ક ૬૫૨૨૩૩૭૧, ૯૨૨૪૪૫૩૫૯૯  કે  ૯૨૨૦૩૩૩૪૯૮    નંબર  પર  કરી  શકો  છો.

3 ટિપ્પણીઓ:

  1. I appreciate your desire to celebrate birthday of your daughter Navya at such places which need recognition and adds good habit in child. This activity in Gujarati is aptly called "Gamatono Kariye Gulal".

    જવાબ આપોકાઢી નાખો
  2. વિનોદ પારેખ મોમ્બાસા , કેન્યા17 જુલાઈ, 2016 એ 02:30 AM વાગ્યે

    દર અઠવાડીયે બ્લોગમાં આવતા પ્રેરણાત્મક , માહિતીપ્રદ લેખો વાંચવાની મજા પડે છે.ગત સપ્તાહે સિસ્ટર મયુરી અને બ્રધર સ્ટેનલીના નિરાધાર બાળકોને ઉછેરવાના ઉમદા કાર્ય વિશે વાંચીને ઘણું સારૂં લાગ્યું.ઇશ્વરના આશિર્વાદ અને શુભાશિષ સદાયે તેમની સાથે જ રહેશે એમ કહેવાની જરૂર ખરી?

    જવાબ આપોકાઢી નાખો
  3. માયા રેણુકે, ભારતી જોશી, ઘનશ્યામ ભરૂચા17 જુલાઈ, 2016 એ 02:33 AM વાગ્યે

    તમારી દિકરીનો જન્મ દિવસ ઘરમાં કે હોટલમાં ઉજવવાને બદલે અનાથાશ્રમમાં જઈ અનોખી રીતે ઉજવવાની વાત ખુબ સરસ અને પ્રેરણાદાયી છે.

    જવાબ આપોકાઢી નાખો