રોજની
જેમ ઓફિસે જવા સવારે ઉતાવળે તૈયાર થઈ રહ્યો હતો.પપ્પા ચા પી રહ્યા
હતા. રેડીઓ પર બે-અઢી
દાયકા અગાઉ સુપરહીટ નિવડેલી ફિલ્મ મૈને પ્યાર કીયા નું કર્ણપ્રિય સંગીત ધરાવતું ગીત 'કબૂતર જા જા જા...'
વાગવાની શરૂઆત થઈ.
નમ્યાની
સ્કૂલમાં દર મહિને આખર
તારીખે જામ (જસ્ટ અ મિનિટ) સેશન
થાય જેમાં દરેક બાળકે એક મિનિટ માટે
તે મહિનાની અગાઉથી નિયત કરેલી થીમ પર બોલવાનું હોય.આ મહિનાની થીમ
છે 'મીન્સ ઓફ કમ્યુનિકેશન' (સંદેશ
વ્યવહારના માધ્યમો).મેં આ વિષય પર
હમણાં જ નમ્યા માટે
નાનકડી સ્પીચ તૈયાર કરી જેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે પ્રાચીન સમયમાં
કબૂતરોનો સંદેશવાહક તરીકે ઉપયોગ થતો. રેડીઓ પર 'કબૂતર જા જા જા...'
ગીત સાંભળી આ ગીતનો પણ
યથા યોગ્ય ઉપયોગ સ્પીચમાં ઉમેરવાનો વિચાર મન માં ઝબકી
ગયો ત્યાં જ પપ્પાએ અગાઉ
પણ ઘણી વાર કરેલી ચર્ચા ફરી એક વાર શરૂ
કરી.
તેમના
જ શબ્દોમાં : આજકાલ સંગીત ખતમ થઈ ગયું છે.
કેટલા મધુર ગીતો અગાઉની ફિલ્મોમાં
સાંભળવા મળતા!કેટલું કર્ણપ્રિય સંગીત છે આ...(મૈને પ્યાર કિયા ફિલ્મનું)પહેલા ના ગીતોમાં
અર્થસભર શબ્દો હતાં જે મમળાવવા ગમે અને આ ગીતોનું સંગીત એવું રહેતું જે વારંવાર ,આજે
પણ સાંભળવું ગમે. જ્યારે આજની ફિલ્મોનું સંગીત? ઢંગધડા વગરનું.ગીતમાં અર્થસભર શબ્દો
નહિ!આજની પેઢી પાસે પણ ટેલેન્ટ છે,કદાચ ગઈ કાલની પેઢી કરતાં પણ વધારે ટેલેન્ટ છે.પણ
તેમને કોઈ રાહ દેખાડનાર નથી.
હું
તેમના વિચારો સાથે સંપૂર્ણ સહમત નથી.પરિવર્તન સંસારનો નિયમ છે.લોકોનો ટેસ્ટ
બદલાય છે.આજે વધુ
ફિલ્મો બને છે.વધારે ગીતો
બને છે.ઘણાંખરા ગીતો
શબ્દો અને સંગીતની દ્રષ્ટીએ બકવાસ હશે પણ બધાં જ
ગીતો બકવાસ નથી હોતા.આજે પણ સારા શબ્દો
અને સારૂં સંગીત ધરાવતા ગીતો વાળી ફિલ્મો બને છે.પણ ફાસ્ટ
વર્લ્ડ અને અતિ અલ્પ શેલ્ફ લાઈફ વાળી વસ્તુઓના જગતમાં ગીતો અને ફિલ્મો પણ આવે છે
અને ભૂલાઈ જાય છે.
એ.આર.રહેમાન,સંજય
લીલા ભણસાલી,શંકર-અહેસાન-લોય,સચીન-જીગર વગેરે જેવા મારા મનપસંદ સંગીતકારો આજે પણ કર્ણપ્રિય-મધુરુ-જ્યારે તમે સાંભળો ત્યારે એક જુદા જ
વિશ્વમાં લઈ જનારૂં સંગીત
પીરસે છે.આજે પણ
સૂફી સંગીત,પો પ,રોક,ફ્યુઝન વગેરેના ઉપયોગ થકી અનેક પ્રયોગો થાય છે અને આપણને
ક્યારેક કંઈક નોખું જ સાંભળવા મળે
છે.પણ જૂની પેઢી
અને નવી પેઢી વચ્ચે ટેસ્ટ્સના આ અંતરને જ
'જનરેશન ગેપ' કહેતા હશે!
'ફિલ્મી સંગીત અને જનરેશન ગેપ' બ્લોગમાં તમે વ્યક્ત કરેલા વિચારો સાથે હું સહમત છું. એ ખરું કે જૂના મોટા ભાગના ગીતોમાં મધુરતા હતી પણ આપણે એ વાત સ્વીકારવી જ રહી કે આજના પણ કેટલાક ગીતોમાં એવી જ મધુરતા હજી જોવા મળે છે. આપણાં દ્વાર વિશ્વસંગીત માટે ઉઘાડ્યા બાદ આપણું સંગીત વધુ સમ્રુદ્ધ બન્યું છે. કેટલાક ક્ષુલ્લક શબ્દો અને સાવ સામાન્ય સંગીત ધરાવતા કેટલાક ગીતો ને બાદ કરતાં આજે પણ ઘણાં ફિલ્મી ગીતો આત્મા ધરાવતા હોય છે. જૂનું એટલું સોનુ..ને નવું નવું નવ દહાડામાં જ રચ્યા પચ્યા ના રહેવાય..અતિત-રાગ ગાયા ના કરાય...પરિવર્તન જ શાશ્વત છે.
જવાબ આપોકાઢી નાખોતમારી વાત સાથે સહમત છું.
જવાબ આપોકાઢી નાખો"કેટલા મધુર ગીતો અગાઉની ફિલ્મોમાં સાંભળવા મળતા!કેટલું કર્ણપ્રિય સંગીત છે આ..."
પ્રશ્ન છે કોના કર્ણ? સંગીત બદલાયું છે તો કર્ણ પણ બદલાયા છે... જુના કાનોને જુનું સંગીત કર્ણપ્રિય લાગે છે અને નવા કાનોને નવું સંગીત... કબુતર જા જા આવ્યું હશે ત્યારે તે સમયે પણ કોઈએ એને નૌશાદના સંગીત સાથે સરખાવીને અને સાહિર લુધિયાનવીના શબ્દો સાથે સરખાવીને કહ્યું હશે કે આ કેવું સંગીત છે...આ કેવા શબ્દો છે કબુતર જા, ચિઠ્ઠી દે આ... ટૂંકમાં આવું બધું ચાલ્યા કરવાનું...આપણે તો કર્ણપ્રિય સંગીત સાંભળ્યા કરવાનું નવું અને જુનું...
Thanks for the feedback Sakshar...
કાઢી નાખોબ્લોગને ઝરૂખેથી કોલમ હું નિયમિત વાંચુ છું. તેના થકી વિવિધ વિષયો ને લગતી જાણકારી પ્રાપ્ત થાય છે. 'ફિલ્મી સંગીત અને જનરેશન ગેપ'
જવાબ આપોકાઢી નાખોબ્લોગ વાંચ્યો. પરિવર્તન સંસારનો નિયમ છે અને એ ન્યાયે આજની પેઢીને જૂના સંગીતની ખુબ જાણકારી ના હોય અને તેમણે સાયગલ,ખુર્શીદ,રાજકુમારીને સાંભળ્યા ન હોય એ સ્વાભાવિક છે.જૂનું અને નવું બંને સંગીત સારા છે, ફક્ત એ વ્યક્તિગત રૂચિ પર અવલંબે છે કે કોને કયું સંગીત સાંભળવું વધારે ગમે.