અગોન્ડા ગોવાની ભીડભાડથી ખાસ્સું દૂર આવેલું એક સુંદર
નાનું ગામ છે. દક્ષિણ ગોવાની ટુર પતાવી ત્યાં પહોંચતા સુધીમાં અંધારું થઈ ગયેલું. વળી
ગિરીશને અહિનો રસ્તો ખબર નહોતો એટલે પૂછતા પૂછતા થોડું આમતેમ ભટકીને આસપાસ જંગલ જેવા
વિસ્તારમાંથી પસાર થઈને આખરે અમે પહોંચી ગયા ડક એન્ડ ચીલ હોટલ જ્યાં અમારે એક દિવસ
રહેવાનું હતું. દિવસ તો ખેર પૂરો થયો હતો હવે
રાત બાકી હતી. આ વિસ્તાર દૂર હોવાથી પાછા પહોંચવાનું પણ થોડું ટેન્શન હતું. ગિરીશે જણાવ્યું કે તે અમારી સાથે રાત
રોકાઈ શકે એમ તો નહોતું જ પણ બીજા દિવસે અમને લેવા પંચાવન-સાઠ કિલોમીટરનું અંતર કાપી
તેણે એકલા આટલે દૂર આવવું પણ અવ્યવહારૂ હતું. મેં તેને જણાવ્યું કે જો અહિ સ્થાનિક
ધોરણે કોઈ વ્યવસ્થા ન થઈ શકે તો તેણે અમને પાછા લેવા આવવું જ પડશે. એણે તૈયારી બતાવી
વિદાય લીધી. સામાન ગાડીમાંથી નીચે ઉતારી મૂક્યો હતો તેમાંથી નાસ્તાના થેલામાં માથુ
નાખી એક ગાયમાતાએ થોડો ઘણો નાસ્તો પતાવી દઈ અમારૂં સ્વાગત કર્યું! મમ્મી, બહેનો, પત્ની
વગેરે આવા નિર્જન લાગતા સ્થળે અંધારી રાતે આવ્યા હોઈ તેમજ પ્રવાસના આખા દિવસના થાકથી
કંટાળેલા પણ ખરા એટલે શરૂઆતમાં તો થોડો અણગમો પ્રગટ કર્યો અને થોડી નકારાત્મકતાની લાગણી
પ્રસરી રહી. પણ સમય વિતતો ગયો તેમ તેમ આ જગાની અલગતા અને સુંદરતાએ તેની અસર અમારા મન
પર રેલાવવાનું શરૂ કરી દીધું.
અહિ જે ચાર-પાંચ યુવકો વેઇટર તરીકે સેવા બજાવી રહ્યા હતાં
તે જ આ હોટલને અમુક મહિના ભાડે લઈ તેની સમગ્ર દેખરેખનું કાર્ય બજાવતા હતા.આ યુવકો ખુબ
સારી રીતે પોતાનું કામ કરી રહ્યાં હતાં.એકે મને અહિથી પાછા જવા માટે એક ગાડીની વ્યવસ્થા
પણ કરી આપી.મારૂં એ ટેન્શન પણ દૂર થઈ ગયું. ડક એન્ડ ચીલ હોટલ એ હંગામી ધોરણે દરીયા
કિનારે બીચ પર રેતીમાં ઉભા કરેલા સગવડો ધરાવતા ઝૂંપડા જેવા રૂમ્સ નો સમૂહ હતી. ઘાસનું
છાપરૂં અને પતલા લાકડાની દિવાલોથી બનાવેલા એ ઝૂંપડામાં બેડ થી લઈ ગીઝર ધરાવતા બાથરૂમ
પણ હતાં પણ રસોડું કે રેફ્રીજરેટર નહિ. જે આરામદાયી સુખસગવડો ભોગવવા લક્ઝુરીયસ હોટલના
રૂમની અપેક્ષા રાખતા હોય તેને કદાચ નિરાશા સાંપડે પણ પ્રક્રુતિ અને દરીયાના ચાહકોને
તો આ જગા સ્વર્ગ સમી ભાસે! કેટલાક ઝૂંપડા લાકડાના થાંભલાઓ પર બનાવેલા મંચ પર બનાવાયા
હતાં જેથી પહેલા માળ જેટલી ઉંચાઈએ થી દરીયાનો સીધો વ્યુ મળે. દિવસ રાત દરીયામાં ઘૂઘવતા
મોજાનું અવિરત સંગીત તમને સંભળાયા કરે. જમવા અને નાસ્તા માટે સુંદર વ્યવસ્થા. કેટલાક
ટેબલ ખુરશી દરીયા કિનારાની રેતીમાં ખુલ્લા આકાશ નીચે બિછાવેલા તેમજ છ-એક નીચા ટેબલ
ની આસપાસ ગાદલા પાથરી ઘાસની છત નીચે બનાવાયેલી ઇન-હાઉસ રેસ્ટોરેન્ટ પણ ખરી.અમે જ્યારે
અહિ પહોંચ્યા ત્યારે રાતના અંધકારમાં ઝાંખી લાઈટો કરેલી પણ ચિત્તાકર્ષક વ્યવસ્થા ખુલ્લા
આકાશ નીચે રેતીમાં પાથરેલ આરામદાયી ખુરશી-ટેબલની આસપાસ જોવા મળી.અહિં પ્રત્યેક બેઠકની
બાજુમાં રેતી માં ઉંડો ખાડો ખોદી કેન્ડલ્સ પ્રગટા વાયેલી જેની આસપાસ કાગળનું જ સાદું
પણ સુંદર લેમ્પશેડ. ટેબલ પર પણ કાચના પાર દર્શક પાત્રમાં નાની કેન્ડલ જરૂર પૂરતો જ
પ્રકાશ ફેલાવી રહી હતી.આ સમગ્ર ગોઠવણ અને દ્રષ્યની સુંદરતા, અદભૂતતા કદાચ હું શબ્દોમાં
નહિ વર્ણવી શકું. એ અનુભવવા તો જાતે અગોન્ડા જવું પડે! ત્યાં આ વ્યવસ્થા વચ્ચે એક ટેબલ
પર બિનશાકાહારીઓ માટે દરીયામાંથી પકડેલી તાજી માછલીઓ ગોઠવેલી. પસંદ કરો અને એ જ રાંધી
તમને ત્યાંના સીફૂડ ની તાજી વાનગી ખાવા મળે. આપણે ચુસ્ત શાકાહારી તેથી આપણે એ ન ખાઈએ
પણ જો આપણે જે ન કરતા હોઇએ એ વસ્તુ પ્રત્યે સૂગ રાખીએ તો ઘણી વાર અન્ય સારી બાબતનો
આનંદ લેવાનું પણ ચૂકી જઈએ.એ માછલીઓ તરફ ધ્યાન ન આપતા અમે ઓપન-એર રેસ્ટોરેન્ટમાં બેસી
દરીયાકિનારાની એ અંધારી શાંતિ અને વાઈ રહેલા ઠંડા પવન સાથે તેમજ એકમેક સાથે મન ભરી
વાતો કરી. સમય થયે ગાદલા પર બેસી ત્યાં પ્રાપ્ય એવું સ્વાદિષ્ટ શાકાહારી ભોજન લીધું.રાતે
અમારા ઝૂંપડા બહાર ગોઠવેલી ખુરશીઓ પર બેસી ફરી એ સુંદર રાત સાથે સમય પસાર કર્યો અને પછી સરસ મજાની ઉંઘ ખેંચી.
સવારે આખું દ્રષ્ય અલગ હતું.દિવસના પ્રકાશમાં આ જગાનું
બીજું નવું સુંદર સ્વરૂપ જોવા મળ્યું.અહિં
અમારા સિવાય બીજા બધાં પર્યટકો વિદેશી હતાં.રાતે થોડી અસ્વસ્થતા અનુભવી રહેલાં મારા
મમ્મી અને બહેનો પણ અત્યારે આ જગાનું દિવસનું રૂપ જોઈ તેનાં પર મોહી ગયાં!મેં વહેલી
સવારે નમ્યા સાથે દરીયાની રેતીમાં મોજાનાં ફીણ પર મોર્નિંગ વોકની મજા માણી.ખુબ ઓછાં
લોકો આસપાસ દ્રષ્યમાન થતાં હતાં અને હતાં એ બધાં પણ વિદેશી.એક કૂતરા સાથે બેઠેલી જાત
સાથે વાતો કરતી કે ધ્યાનમાં બેઠેલી યુવતિ.જોગિંગ કરી રહેલો યુવાન ,હાથમાં હાથ પરોવી
ચાલવાની મજા માણી રહેલું યુગલ્,સનબાથ લઈ રહેલી યુવતિ આ બધાં દ્ર્શ્યો સાથે સુંદર સ્વચ્છ
સમુદ્ર અમારા મનનાં કેનવાસ પર સુંદર છબી ચિતરી રહ્યો.ગરમાગરમ આલુ પરાઠા અને મસાલા ચા
ના ફેમિલી બ્રેકફાસ્ટ પછી હું દરિયામાં ધરાઈને
નાહ્યો.
સમય ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી.ગાડી અમને લેવા
આવી પહોંચી અને અમે ત્યાં નોકરી કરતાં એ યુવાનોનો આભાર માની, તેમની સારી સેવા બદલ પ્રશંસા
કરી આ રમણીય જગાની વિદાય લીધી. પાછા ફરતી વેળાએ ગાડીમાંથી અગોન્ડા ગામનો થોડો ઘણો ચહેરો
જોવા મળ્યો.અહિ ઘણી સારી દુકાનો હતી અને ડક-એન્ડ-ચીલ જેવી જ દરીયાકિનારાની રેતી પર
આવેલી હોટલો પણ.થયું અહિ થોડો વધુ સમય પસાર કરવા જેવું હતું.
દક્ષિણ
ગોવા અને અગોન્ડામાં વિતાવેલ ત્રીજા દિવસ પછી છેલ્લો ચોથો દિવસ થોડો આરામથી
વિતાવવા
નક્કી
કર્યું હતું. મારી રીટર્ન ફ્લાઈટ વહેલી સવારે સાડા ચાર વાગ્યાની
હતી
આથી
અમારૂ
છેલ્લું
સ્ટે
એરપોર્ટ
નજીક
હોય
એ
જરૂરી
હતું.
આથી
એક
વેબસાઈટ
પર ઍરપોર્ટની
નજીક
હોય
એવી
કોઇ
જગા
શોધી
હતી
અને
સાલિગાવ
નામના
વિસ્તારમાં
ડિસિલ્વા
અન્કલ
નામના
એક
વયસ્ક
ના
ઘેર
હોમસ્ટેના
વિકલ્પ
પર
પસંદગી
ઉતારી
હતી.વેબસાઈટ
પર
એ
સ્થળ
ઍરપોર્ટથી
સાતેક કિલોમીટરના અંતરે બતાવાયું હતું. પણ પહોંચ્યા
બાદજાણ
થઇ
કે
અહિથી
એરપોર્ટ
ત્રીસ-પાંત્રીસ
કિલોમીટર
દૂર
હતું
અને
રાતે
અઢી
વાગે
અમારે
નિકળી
જવું
પડે
તેમ
હતું.
સદનસીબે અમારા યજમાન ડિસીલ્વા સાહેબ ઘણાં સારા સ્વભાવનાં અને મળતાવડા હતાં.તે પોતાના સ્કૂટર પર તેમના ઘરેથી થોડે દૂર સુધી અમને લેવા તો આવ્યાં જ પણ પછી આખો દિવસ તેમણે અમારી સાથે આત્મીયતા પૂર્વક વાતો કરી, તેમનાં વરંડામાં ખુરશીઓ ઢાળી લંચ કરાવ્યું,કાજુ વગેરે શોપીંગ ક્યાંથી કરવું તે વિષે સલાહ આપી તેમજ સૌથી વિશેષ અડધી રાતે એરપોર્ટ જવા માટે વ્યાજબી ભાવે ગાડીની વ્યવસ્થા પણ કરી આપી.સુંદર જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળી,તેમની સાથે ગપશપ કરવામાં,બપોરે થોડો આરામ અને સાંજે થોડી શોપીંગ કરવામાં અને પાછા ફરવાની તૈયારીમાં ગોવાનો છેલ્લો દિવસ ક્યાંય પૂરો થઈ ગયો તેની ખબર જ ન પડી.ડીસિલ્વા સાહેબનો બંગલો અને અમે જેમાં રહ્યાં એ રૂમ કદાચ ખુબ સારા (ફર્નાન્ડીસ બંગલો જેવાં) ન હતાં પણ તેમની મહેમાનગતિ અને આ આખો છેલ્લા દિવસનો અનુભવ અમને સ્પર્શી ગયાં.મારા મમ્મી સેન્ટ
ફ્રાન્સીસ
ચર્ચમાં
લાંબુ
ચાલવાનું
હોવાને
લીધે
આવી
શક્યા
નહોતા
પણ
ડીસિલ્વા
અંકલે
તેની
સી.ડી.બતાવી મમ્મીનો વસવસાનો
ભાવ દૂર કરી તેને ખુશ કરી દીધી. મેં તેમના ટેબ ઉપર એકબે પ્રોબ્લેમ્સ હતાં તે રીઝોલ્વ કરી આપ્યાં અને તે પણ ખુબ રાજી થઈ ગયાં.
રાતે તેમના મિત્ર અને પાડોશી એવા બીજા એક અન્કલ નિયત કરેલા સમયે આવી પહોંચ્યા અને તેમણે અમને
સહી
સલામત
સમયસર
એરપોર્ટ
પહોંચાડી
દીધાં.
ગોવા એરપોર્ટની ડીઝાઈન ખુબ ખરાબ છે.ડીપાર્ચર માટે તમારે પહેલા બે-ત્રણ
માળ
જેટલા
ઉપર
ચડવાનું
અને
પછી
ફ્લાઈટ
પકડવા
ફરી
પાછું
એટલું
જ
નીચે
ઉતરવાનું.મને આ કટુ અનુભવ પછી ભાન થયું કે પહેલેથી
જ
મમ્મી
માટે
ત્યાં
પ્રાપ્ય
એવી
વ્હીલચેર
ઉપયોગમાં
લઈ
લીધી
હોત
તો
સારૂ
થાત.ખેર,મોટા મોટા સારા પ્રવસોમાં
આવી
નાની
નાની
મુશ્કેલી
કે
અગવડો
તો
આવ્યાં
કરે!
આખરે ચાર દિવસની ગોવા યાત્રા માણી વહેલી સવારે અમે મુંબઇ પાછા આવી ગયાં.ભારતના જ એક ભાગ એવાં આ જુદા રાજ્યની ઝાંખી માણવી અમારાં સૌ માટે ખુબ મનનીય અને યાદગાર બની રહી.
(સંપૂર્ણ)
બ્લોગને ઝરૂખેથી દ્વારા માનવીય સંવેદનાઓથી હરી ભરી ઉર્જા જન્મભૂમિના વાચકોને મળે છે.સાચી વાત સારી પણ લાગે છે એ આ કટારનું જમા પાસુ છે.ગો-ગો ટુ-ગોવા દ્વારા ઘેર બેઠા ગોવાની મજા માણવા મળે છે.
જવાબ આપોકાઢી નાખો