પ્રિન્સ
શબ્દ કોઈ બોલે એટલે
તરત બાળપણમાં સાંભળેલી કોઈ વાર્તાનો સુંદર
રાજકુમાર આંખો સામે આવે!
યુવતિઓ કદાચ આ શબ્દ
દ્વારા પોતાના આદર્શ પ્રિન્સ
ચાર્મિંગ જીવનસાથીની કલ્પના પણ કરી
લે...! પણ આજે વાત
કરવી છે એક સાચા
પ્રિન્સની જેનું સાચું નામ
જ પ્રિન્સ છે અને તેનાં
ગુણો અને કર્મો પણ
તેના આ નામને સાર્થક
કરનારાં છે.
કાંદિવલી
વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર ફ્લાય
ઓવર નીચે કેટલાક શેરી
પર કે નજીકની ઝૂંપડ
પટ્ટીમાં રહેતાં બાળકોને ભણાવી
ગણાવી તેમનું ભવિષ્ય ઉજ્જવળ
બનાવવાનું સ્વપ્ન જોયું છે
પ્રિન્સે...માત્ર સ્વપ્ન નથી
જોયું, એ દિશામાં નક્કર
કાર્ય કર્યું છે અને
તેનો આ સેવા યજ્ઞ
હજી તો શરૂ થયો છે.
પ્રિન્સ
તિવારી બોઇસર રહેતાં તિવારી દંપતિનું એક માત્ર સંતાન.
બાળપણથી જ ભણવામાં હોંશિયાર. પ્રિન્સ નાનો
હતો ત્યારથી તેના મનમાં ગરીબો
માટે કંઈક કરવાની ઇચ્છા
જાગતી પણ પ્રિન્સ ઠાકુર કોલેજ ઓફ
સાયન્સ એન્ડ કોમર્સનાં ફાયનાન્સ
એન્ડ અકાઉન્ટ્સ વિષયો સાથે કોલેજના
ત્રીજા વર્ષમાં હતો ત્યારે એક
દિવસ જ્યારે તે મંદિર
ગયો હતો અને ત્યાં
તેણે કેટલાક ગરીબ બાળકોને
ભિખ માગતા જોયા ત્યારે
તેને તેમના વિશે વધુ
જાણવાની અને તેમની મદદ
કરવાની અદમ્ય ઇચ્છા થઈ
અને તેણે શોધખોળ બાદ
જાણ્યું કે તેઓ સરકારી
સ્કૂલમાં ભણવા તો જતાં
હતાં પણ સાચું શિક્ષણ
પામતાં નહોતાં.તેમની નોટબુકો
કોરી હતી ત્યારે પ્રિન્સે
નિર્ણય લીધો કે પોતે
તેમને ભણાવશે,ગણાવશે. પ્રિન્સે
તેમને ભિખ માગતા બંધ
કરી રોજ સવારે ૩-૪ કલાક ભણાવવાનું
શરૂ કર્યું. પ્રિન્સ આ સદકાર્યમાં એકલો
નહોતો.તેના કોલેજના બે
ચાર મિત્રોએ પણ તેને ગરીબ
બાળકોને ભણાવવામાં સાથ આપ્યો.
ચાલુ
શૈક્ષણિક વર્ષમાં તેણે આવા ચોવીસ
બાળકોને કાંદિવલીની’ ઠાકુર શ્યામનારાયણ હાઈ
સ્કૂલ’ નામની ખાનગી શાળામાં
પ્રવેશ મેળવી આપ્યો છે
અને નર્સરીથી સાતમા ધોરણમાં અંગ્રેજી
માધ્યમમાં ભણતા આ તમામ
બાળકોનો ભણવાનો અને અન્ય
ખર્ચ પ્રિન્સ અને તેણે સ્થાપેલી
એન.જી.ઓ. સંસ્થા
ઉપાડે છે. પ્રિન્સે માત્ર
તેમને શાળામાં દાખલ કરી સંતોષ
નથી માન્યો પણ હાલમાં
તેમના કપડા,ખાવાપીવાનો ખર્ચ
અને સ્કૂલ બહારના શિક્ષણની
પણ તમામ જવાબદારી તેણે
અને આ કામમાં તેની
મદદ કરી રહેલા કેટલાક
અન્ય મિત્રો અને શુભચિંતકોએ
ઉપાડી લીધી છે.
બોઇસરથી રોજ તે દક્ષિણ મુંબઈમાં
આવેલી પોતાની ઓફિસ અને
કાંદિવલીમાં આવેલી પોતાની સદકાર્યભૂમિ
સુધી આવવા લોકલ ટ્રેન્સમાં
અપ-ડાઉન કરે છે.
પ્રિન્સ
પોતે ભણવામાં હોંશિયાર હતો અને કોલેજ
પતતા જ તેને ત્રણ
વર્ષ માટે એક સારી
ખ્યાતનામ કંપનીમાંથી સી.એ. ના
આર્ટિકલશીપની ઓફર મળી. તેની
જે કમાણી થતી તે
પ્રિન્સ પોતાના આ ગરીબ
બાળકોને ભણાવવાના સદકાર્યમાં ખર્ચવા માંડી. પછી
તો પ્રિન્સે પોતાના સદકાર્યનો વ્યાપ વધારવા પોતાની એક એન.જી.ઓ. સંસ્થા ' ટેરેસા
ધ ઓસિયન ઓફ હ્યુમનિટી
ફાઉન્ડેશન ' નામે રજીસ્ટર કરી. તેને
હાઈવે પર પુલ નીચે
ગરીબ બાળકોને ભણાવતો જોઈ ઘણાં
લોકો કુતૂહલપૂર્વક ઉભા રહેતા અને
તેને એ વિશે પૃચ્છા
કરતાં.કેટલાક પરોપકારી લોકોએ
તેને નાણાંકીય મદદ પણ કરવા
માંડી. AbhiTech કંપનીના
એમ.ડી.ગણેશ સામન્તે
તેને ૨૫૦૦૦ રૂપિયાની મદદ
કરી.TNT India કંપનીના કર્મચારીઓએ ભેગા મળી પ્રિન્સને
૫૦૦૦૦ રૂપિયા એકઠા કરી
આપ્યાં. મિડીયા કંપની 'What Media' એ
પ્રિન્સને સ્ટેશનરી પૂરી પાડી. ક્રિસ્ટીના
લોબો ઝા જેવી સેવાભાવી
વ્યક્તિઓએ વ્યક્તિગત ધોરણે તો દિવ્યશ્રી
મેંગ્લોરકર અને હરીશ ગુપ્તા
જેવા વિદ્યાર્થીઓએ પણ પ્રિન્સને તેના
આ સેવા કાર્યમાં મદદ કરી. પ્રિન્સે
કુલ બે લાખ ત્રીસેક
હજાર જેવી રકમ ભેગી
કરી અને તેમાંથી ગરીબ
બાળકોના શિક્ષણ,અભ્યાસ સામગ્રી
અને ખાવાપીવાનો ખર્ચ કાઢ્યો. તેણે
અનેક ખાનગી સ્કૂલોમાં તેમના
પ્રવેશ માટે પ્રયાસ કર્યાં
પણ કાંદિવલીની એકમાત્ર ઠાકુર શ્યામનારાયણ હાઈ સ્કૂલે આ
ગરીબ બાળકોને પ્રવેશ આપ્યો. ઝીનત
બાબુલ ક્લિનિકે આ બાળકોના સ્વાસ્થ્ય
તપાસની જવાબદારી ઉપાડી. પ્રિન્સ અને
તેનાં મિત્રો હાઉસિંગ સોસાયટીઓમાંથી
ભારે જથ્થામાં પસ્તી ભેગી કરે
છે અને તેમાંથી જે
પૈસા મળે તે શિક્ષણ
ભંડોળમાં જમા કરે છે.
પ્રિન્સે
હવે આ ગરીબ બાળકોના
માતાપિતાને પણ સાચી સમજણ
આપવાની શરૂઆત કરી દીધી
છે અને તેઓ પ્રિન્સના
કામ થી અને પોતાના
બાળકોની પ્રગતિથી બેહદ ખુશ છે.
ઝી
મરાઠી ન્યુસ ચેનલ તેનો
ઇન્ટરવ્યુ લઈ ગઈ અને
તેને ટી.વી. પર
પ્રદર્શિત કર્યો. અંગ્રેજી અખબારોએ
પણ તેના કાર્યની નોંધ
લીધી છે અને મિડીયા
કવરેજથી પ્રિન્સના સદકાર્ય ને વેગ મળ્યો
છે. હવે તે આગામી
શૈક્ષણિક વર્ષમાં બીજા વધુ ગરીબ
બાળકોને
શાળામાં પ્રવેશ અપાવવા ઇચ્છે
છે. તેનો અંતિમ ધ્યેય
પોતાની એક સ્વતંત્ર શાળા
ખોલવાનો છે જ્યાં હજારો
ગરીબ બાળકો એકીસાથે ઉચ્ચ
અને ગુણવત્તા સભર શિક્ષણ પામી
શકે.
પ્રિન્સના
કાર્ય વિશે વધુ માહિતી
મેળવવા તમે
www.facebook.com/teresatheoceanofhumanityfoundation આ
વેબપેજની મુલાકાત લો અને તમને
એ ગમે તો તેને
લાઈક કરો. પ્રિન્સને મદદ
કરવા તેનો 90225 57873 આ
મોબાઈલ પર પણ સંપર્ક
કરી શકો છો.
‘ઇન્ડિયા
હેસ ગોટ ટેલેન્ટ’ની પ્રથમ
સિઝનની વિજેતા બનેલ શેરી
પર વસતા બાળકોની ટીમ
'પ્રિન્સ ડાન્સ ગ્રુપ' ની
જેમ જ પ્રિન્સ તિવારીના
બાળકોની ટીમ પણ વિજેતા
નિવડે અને ખુબ ખુબ
પ્રગતિ સાધી જીવનમાં સફળ
અને સુખી બની પ્રિન્સનું
સ્વપ્ન સાકાર કરે એવી
શુભેચ્છા!