Translate

રવિવાર, 7 જુલાઈ, 2013

દવાખાનામાં સંગીત!


થોડા સમય અગાઉ મારા શ્રીમતીજીને દહાપણની દાઢે દુ:ખાવો ઉપડતા ઘર નજીક જેમનું ક્લિનીક આવેલું છે એવા એક દંતચિકીત્સક પાસે લઈ ગયો.ડોક્ટરસાહેબની કેબિન નાની પણ સુઘડ અને વ્યવસ્થિત હતી.તેમનો ચહેરો પણ સસ્મિત મળતાવડો અને સૌથી સારી અને અગત્યની બાબત હતી કે કેબિનમાં બેકગ્રાઉન્ડમાં ધીમું ધીમું શાસ્ત્રીય સંગીત વાગી રહ્યું હતું.ધીમા અવાજે પણ સંભળાય અને મન બહેલાવે એવું કર્ણપ્રિય સંગીત મને ખૂબ ગમી ગયું. ઉપરોક્ત ત્રણેય બાબતો દર્દીનું અડધું દરદ ઓછું કરી નાખે!કોઈ પણ ડોક્ટર પાસે જતી વખતે દર્દીનું બ્લડપ્રેશર આમ પણ વધી ગયું હોય તેવામાં ધીમું શાસ્ત્રીય સંગીત ખરેખર મન પર જાદુઈ અસર કરે છે!ભલે કદાચ ડોક્ટર દર્દીને તપાસી રહ્યાં હોય કે ચિકિત્સા કે શસ્ત્રક્રિયા ચાલુ હોય, ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું સંગીત દર્દીના મનનો બોજ તો પરોક્ષ રીતે હળવો કરે છે પણ મારા ધારવા પ્રમાણે ડોક્ટરના કામમાં પણ તે ચોક્કસ મદદ કરતું હશે!
સામી વ્યક્તિ કે ગ્રાહક વિશે તમે કેટલા સભાન છો,તેની સુવિધા માટે તમે કેટલું વિચારો છો તે સંગીત વાળી ચેષ્ટા પરથી સિદ્ધ થાય છે!માર્કેટીંગ કે કસ્ટમર ફોકસનો પાઠ પરથી ચોક્કસ શિખી શકાય.

2 ટિપ્પણીઓ:

  1. Music Therapy evolving & I hope soon you will not have to take medical pills. Just listen to certain Raga & you will be cured. :)

    જવાબ આપોકાઢી નાખો
  2. દવાખાનામાં દંતચિકિત્સા કરાવતા કરાવતા સુમધુર સંગીત સાંભળવાનો અનુભવ સારો રહ્યો! હવે તો સંગીત દ્વારા ઘણાં રોગોને દૂર કરવાની થેરાપી પણ પ્રચલિત થતી જાય છે.
    - કૃષ્ણકાંત મહેતા (ગૂગલ પ્લસ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો