ગયા
સપ્તાહે એક સમાચાર વાંચવામાં
આવ્યા. દાદરના એક જાહેર
સભાગૃહ જ્યાં નિયમિત મરાઠી
નાટકો ભજવાય છે, ત્યાં
એક નેતાએ એક જાહેર
સભા અને પ્રજા સાથે
પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજ્યા. બપોરે બાર વાગે
આ કાર્યક્રમ શરૂ થવાનો હતો
અને ત્રણેક કલાક ચાલવાના
અંદાજ સાથે તે ત્રણ
વાગે પૂરો થયા બાદ
દોઢેક કલાકના અંતરાય પછી
ત્યાં નિયત મરાઠી નાટકનો
શો ભજવાવાનો હતો. રજાનો દિવસ
અને નાટક હીટ હોવાથી
પહેલેથી જ બૂકીંગ થઈ
ગયું હતું અને
લોકો દૂર દૂર થી
વરસાદની ઋતુમાંયે ઉત્સાહ સાથે, રસપૂર્વક
નાટક માણવા સમયસર પહોંચી
ગયાં.
હવે
બન્યું એમ કે પેલા
નેતા બાર વાગ્યાની જગાએ
આવ્યાજ દોઢ કલાક મોડા
અને સભા બાદ પ્રશ્નોત્તરીનું સત્ર
એવું જામ્યું કે નેતાએ નક્કી
કરી નાંખ્યું કે કાર્યક્રમની અવધિ
લંબાવવી અને પ્રશ્નોત્તરી ચાલુ
જ રાખવી. નેતા છે
ને,એને કોના બાપનો
ડર? ભલે ને પોતે
મોડો પડ્યો, ભલે ને
બીજા કોઈનો પૂર્વાયોજિત કાર્યક્રમ
તે જ સ્થળે નક્કી
હતો, ભલેને દૂર દૂરથી
રસિક પ્રજા એ કાર્યક્રમ
માણવા વરસાદમાં પલળીને આવી હોય.
નેતાજી એ પોતાનો કાર્યક્રમ
ચાલુ જ રાખ્યો. નાટક
શરૂ થવાનો સમય,સાડા
ચાર વિતી ગયો.પબ્લિક
બહાર ધૂંવાપૂંવા થઈ ગઈ. નાટકના
નિર્માતાની મનોસ્થિતી અતિ ક્ષોભજનક હતી.
તેણે જાહેરમાં મેદની સમક્ષ માફી
માગી અને ટિકીટના પૈસા
પાછા આપવા તૈયારી દાખવી.
ત્યાં રોષે ભરાયેલી જનતાએ
હવે આગળની ગતિવિધીનો દોર
પોતાના હાથમાં લેવાનો નિર્ણય
કર્યો અને મહિલાઓનું ટોળું
અંદર પહોંચી ગયું કોઈની
પરવા કર્યા વગર. હોબાળો
મચતા નેતાજી ની સાન
ઠેકાણે આવી અને તેમણે
ત્યાંથી ઉભી પૂંછડીએ નાસી
જવાનું મુનાસીબ માન્યું! અંતે પ્રજાશક્તિની જીત
થઈ અને મોડો મોડો
પણ છ વાગે એ
મરાઠી નાટકનો શો તે
જ સભાગૃહમાં ભજવાવાનો શરૂ થયો!
આ
આખા પ્રસંગે મને વિચાર કરતો
કરી મૂક્યો. આપણા નેતાઓની ઢીઢતા
તો અહિં છતી થતી
જ હતી પણ તેમને
જનતાના કિમતી સમયની, તેમના
કમિટમેન્ટની કોઈ પરવા જ
નથી. પ્રજાની સેવા માટે જ
ચૂંટાયેલા નેતાને પ્રજાના હિતની
જરીયે ચિંતા જ નહિ!
પણ આ પ્રસંગે પબ્લિક
જેમ એક થઈ અને
તેમણે નેતાને પાઠ ભણાવવાનું
નક્કી કર્યું એ કાબેલે
તારીફ છે! જો આમ
જ દરેક પ્રસંગે આપણે
થોડી હિંમતપૂર્વક અડચણ કે સમસ્યા
કે બદી નો સામનો
કરીશું તો ખરેખર ઘણા
અનિષ્ટોનો નાશ થઈ શકે
એમ છે. એકતામાં તાકાત
છે. ઝાઝી કીડીઓ સાપને
તાણે. હું પણ તે
દિવસે પેલા મરાઠી નાટકના
ઓડિયન્સમાં હોત તો કેટલી
મજા પડત! ગુજરાતી પ્રજા
પણ આવું કૌશલ્ય અને
ઐક્ય દાખવે તો મજા
પડી જાય!
જન્મભૂમિ પ્રવાસીમાં પ્રગટ થતાં તમારાં બધાં લેખો હું નિયમિત વાંચુ છું, તે ખૂબ સારા હોય છે.
જવાબ આપોકાઢી નાખો- જયંતકુમાર (ગૂગલ પ્લસ દ્વારા)
This incident took place in Thane, not Dadar.
જવાબ આપોકાઢી નાખો- Ramesh Sutariya (Malad)
'પ્રજાની એકતાની તાકાત' આ બ્લોગનો ખરો સંદેશ બ્લોગને અંતે હતો! મરાઠી પ્રજાની જગાએ જો અહિં ગુજરાતી પ્રજા હોત તો તેમનો પ્રતિભાવ કેવો હોત?મને લાગે છે તેમણે પણ મરાઠી પ્રજાની જેમજ એક થઈ નેતાને ભગાડી મૂકી નાટક શરૂ કરાવ્યું હોત!
જવાબ આપોકાઢી નાખો- ડો. ભરત પાલણ (ઇમેલ દ્વારા)