Translate

રવિવાર, 8 મે, 2016

ધારાવીની સફરે (ભાગ - ર)

પ્લાસ્ટીક, એલ્યુમિનિયમ, કપડા વગેરે ઉદ્યોગધંધાના નાનામોટા એકમો જોયા બાદ વારો આવ્યો ચર્મોદ્યોગનો. અહિ એક અતિ મોટો અને વિસ્તરેલો ઉદ્યોગ છે. કલ્પના પણ કરી હોય એવડું મોટુ ગોળાકાર ચર્મ વોશિંગ મશીન અહિ જોવા મળ્યું.  પ્રાણીઓના મ્રુત્યુ બાદ તેમની ખાલને સ્વચ્છ કરવાથી માંડી તેને રંગ કરવાના તેમજ તેના પર અલગ અલગ પ્રકારની ડીઝાઈન કરવાના અલગ અલગ મશીન્સ અને યુનિટ્સ. અહિ આવેલી ચર્મ ઉત્પાદનોની એરકન્ડીશન્ડ દુકાનો, ધારાવી નામની લેધર પ્રોડક્ટ્સની આખી એક લાઈન જેમાં બેલ્ટ્સ,વોલેટ્સ થી માંડી લેડીઝ પર્સ તેમજ લેપટોપ બેગ્સની સારી એવી વરાયટી અને બધાં ઉત્પાદનો માત્ર ધારાવી, મુંબઈ, મહરાષ્ત્ર કે દેશ પૂરતા સિમીત રહેતા વિશ્વભરમાં નિકાસ પામી સારી એવી માગ ધરાવે છે જાણી નવાઈ લાગી. થોડે ઘણે ગંદકી જોવા મળી પણ આખા ધારાવી નો સંપૂર્ણ વ્યાપ જોવા જઈએ તો આંખ સામે અમૂક ફિલ્મો તેનું જેવું ગોબરું ચિત્ર આંખ સામે ઉભુ કરે છે એટલી ખરાબ તો જગપ્રખ્યાત ઝૂંપડપટ્ટી નથી ! બલ્કે જોઈ મને નવાઈ લાગી કે અહિ આટલા બધા ઉદ્યોગો સાથે માનવ વસ્તી પણ ઘણી મોટી સંખ્યામાં હતી. અને એટલું નહિ પણ અહિ મારા જોવામાં આવ્યાં એક મોટો કમ્યુનિટી હોલ, ત્રણ-ચાર .ટી.એમ.,બે-ત્રણ હોસ્પિટલો,ત્રણ-ચાર બેન્કો,એક મોટું સુપર માર્કેટ , બજાર, સાઠ ફીટ અને નેવુ ફીટ પહોળા રસ્તા,ઝૂંપડપટ્ટી જેવા મકાનોના ત્રણ-ચાર માળ ઉંચી ઇમારતો અને તેની ચાલીઓ – કોલોનીઓ (જેની વચ્ચે થી પસાર થતી વખતે તમને ઉનાળાની બળબળતી ગરમી નો બિલકુલ અહેસાસ ન થાય! ઠંડક લાગે!) અને એકાદ શહેરમાં જોવા મળે એવા ઘણાં ચિહ્નો અને સુવિધાઓ.
સવા કલાક ફર્યા બાદ પવને બ્રેક લેવા જણાવ્યું. હું થાક્યો નહોતો પણ બપોરની ભારે ગરમીમાં તેણે પેપરબોટનું ઠંડુ પીણું પીવું પસંદ કર્યું. પવન ધારાવીમાં રહેતો વીસ-બાવીસ વર્ષનો યુવાન હતો. તે સ્લમ ગોડ નામની કંપની નો અધિક્રુત ગાઈડ હતો. તેના જેવા બીજા પણ ઘણાં ધારાવીમાં રહેતા યુવાનો સ્લમ ટુર્સ અને મુંબઈ શહેરની ટુર મોટે ભાગે વિદેશી સહેલાણીઓને કરાવવાનો વ્યવસાય કરે છે. મારા જેવા ભારતીય ઉત્સુકો પણ ક્યારેક તેમના ભાગે આવી ચડે. પણ તેમને વિદેશી ટુરીસ્ટો વધુ પસંદ છે કારણ તેમના મતે ભારતીય સહેલાણીઓ ભારે વિચિત્ર પ્રશ્નો પૂછતા હોય છે, પોતાને બધી ખબર હોય એવો ફાંકો રાખતા હોય છે અને ગાઈડ્સ જાણે તેમના કરતા નીચા વર્ગના હોય એવો અહેસાસ તેમને કરાવતા હોય છે. જોકે તેના જણાવ્યા પ્રમાણે મારી સાથેનો તેનો અનુભવ આવો નહોતો! તેને ધારાવીની સફર મને કરાવવામાં એટલો આનંદ આવી રહ્યો હતો જેટલો મને સફર માણવામાં! પવન પોતેબીબોઇંગ’ પ્રકારનો અંગ્રેજી ડાન્સ ખુબ સારી રીતે કરી જાણે છે અને તેના જેવા અન્ય બીબોઇંગ ડાન્સર્સ સાથેનું તેનું એક ડાન્સ ગ્રુપ પણ તેણે બનાવ્યું છે  જે દેશ-વિદેશ ફરી ડાન્સ કાર્યક્રમો પણ યોજે છે. સાથે તેઓ ધારાવીના નાના બાળકોને ભણાવવાનું અને અન્ય બિનસરકારી સંસ્થાઓ સાથે મળી અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. પવન તેની નાની સાથે એકલો રહે છે જે તેને ભલે જતાવતી હોય પણ ખુબ પ્રેમ કરે છે! તેની સાથે આવી ધારાવી બાબતો સિવાયની ગોઠડી માંડી તેને ગમ્યું. આકાશ, સુનિલ અને સાગર નામનાં વન જેવાં યુવાનોએ સ્લમ ગોડ ટુર્સ એન્ડ ટ્રાવેલ નામની કંપની સ્થાપી અને તેઓ થનારી કમાણીનો મોટો ભાગ ધારાવીના બાળકો ને ડાન્સ,અંગ્રેજી અને અન્ય કૌશલ્ય ભરી બાબતો શિખવામાં ખર્ચે છે. આકાશ અને સાગર તો ધારાવીમાં જન્મ્યાં અને મોટા થયાં છે અને તેમની કંપની ધારાવીનાં રહેવાસી યુવાનોને ગાઈડ તરીકે નિયુક્ત કરી તેમને રોજગારની તક પણ પૂરી પાડે છે. વધુ વિગતો માટે તેમની વેબસાઈટ http://www.slumgods.in ની મુલાકાત લઈ શકો છો.
 બ્રેક બાદ મને રહેણાંક વિસ્તારમાં લઇ ગયો જ્યાં મહિલાઓ ખિચિયા-પાપડ બનાવી વાંસની ખાસ આકારની ટોપલીઓ પર સૂકવી રહી હતી. લઘુ-ગૃહ ઉદ્યોગ અહિની મોટા ભાગની મહિલાઓ કરતી જોવા મળે છે. તેમની પાપડ સૂકવા માટેની ટોપલીઓનો ઉદ્યોગ પણ ઉદ્યોગ પર આધારીત છે અને ચોમાસા સિવાયની મોસમમાં વેગમાં જોવા મળે છે.
છેલ્લે મને વન ઘણાં મજેદાર વિસ્તારમાં લઇ ગયો. મજેદાર એટલા માટે કારણ અહિ મને ગુજરાતનાં ગામડાંમાં આવી ગયો હોઉ એવું લાગ્યું. ઘરોની ભીંતો પર ગુજરાતીમાં લખાણ વાંચવા મળ્યાં અને ઘરોની બહાર સુંદર મજાની ભાતમાં, સૂકવા મૂકાયેલા માટલાં અને માટીના કૂંડા જોવા મળ્યાં. હતો ધારાવીનો કુંભાર વાડો! નાની નાની ગલીમાં થઈ ઘરોની બહાર માટીના પાત્રો પકવાની ભઠ્ઠીઓ જોવા મળી. તેમાં ઘાસ, નકામા કપડા,પૂઠ્ઠાં વગેરેનો કચરો ભરી બાળવામાં આવે અને તેની વચ્ચે મૂકેલ માટીના વાસણો ગરમી થી શેકાઈ મજબૂત બની જાય! બધું વું વું જોવાની મજા પડી.કેટલીક જગાએ તાજા બનાવેલા માટીના કાચા વાસણો પણ જોવા મળ્યાં.એકાદ ઘરના ઓટલે આવા માટીના સૂકવા મૂકેલા વાસણો વચ્ચે બેસી ફોટા પડાવવાની મજા પણ મેં માણી.

 એકાદ કુંભાર પરીવારના જુવાન, કમલેશ સાથે પણ મેં વાતો કરી અને થોડી ઘણી રસપ્રદ માહિતી મેળવી. કમલેશ પણ ગાઈડ તરીકે ફરજ બજાવતો હતો અને ધારાવીમાં રહી મોટો થયો હતો અને ગુજરાતી બોલી શકતો હતો પણ લખતા વાંચતા તેને એંગ્રેજી આવડતું હતું!
હતો મારી ધારાવીની સ્લમ ટુર નો છેલ્લો પડાવ! એની મુલાકાત બાદ ટપરી પર ચા પીતા પીતા મેં વનને ધારવીની ચાલીઓમાં જોવા મળેલી એક બાબત વિશે કંઈક કરવા જણાવ્યું. અહિ ચાલીમાં સામસામે ઘરો વચ્ચે ગટર હતી , સાવ ખુલ્લી. લોકો કઇ રીતે આંખ સામે આવી ગંદકી સાથે જીવી શકે? તેમણે ગટરો ઢાંકી દેવા અંગે કંઈક કરવું જોઇએ અને વન ઘણી વાર ટુર્સ માટે જગાએ જતો હોવાથી તેણે ચાલીમાં રહેતા લોકો સાથે ચર્ચા કરી સમસ્યાનો કોઈક નિકાલ લાવવો જોઇએ એવી સલાહ મેં તેને આપી. ત્યાં અમુક વિસ્તારોમાં કચરાની ગાડી દિવસમાં બે વાર આવી સફાઈ કરતી હોવાની માહિતી તેણે મને આપી જે જાણી મને ખુશી થઈ.અહિં સમગ્ર વિસ્તારમાં કૂતરાઓ કરતાં બિલાડીઓ વધુ જોવા મળીછેલ્લે નાની-મોટી અનેક ચાલીઓમાંથી પસાર થતાં વન મને ફરી માહિમ સ્ટેશન લઇ આવ્યો અને મારી ધારાવી ટુરનું સમાપન થયું.
ઝૂંપડપટ્ટીની મુલાકાત પણ તમને ઘણું શિખવી શકે છે જો તમે પૂર્વગ્રહ વગર ખુલ્લા મન સાથે તેની મુલાકાતે જાઓ તો!મુંબઈ ની આટલી નજીક આવેલી જગાની સહેલગાહ કરવા જેવી ખરી!

(સંપૂર્ણ)  

3 ટિપ્પણીઓ:

 1. 'બ્લોગને ઝરૂખેથી' કટારમાં બે હપ્તામાં આવેલી લેખમાળા 'ધારાવીની સફરે' ઘણા ભ્રમોને ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. ધારાવી એટલે ગંદકી, આડોશીપાડોશીઓના ઝઘડા, દાયકા જૂની ઝૂંપડીઓ, પાણી માટે રાડ, ઝીણી ગલીઓ જેવાં ચિત્રો નજર સામે હતાં. પરંતુ સાઠથી નેવું ફીટ પહોળા રસ્તા, કૉમ્યુનિટી હૉલ, હોસ્પિટલો, બેંકો, ઉદ્યોગો વગેરે વિશે વાંચીને સાનંદાશ્ચર્ય થયું. વર્ષો પહેલાં મોટરની સીટો, એક પ્રખ્યાત જોડાની કંપની વગેરે અહીંથી જોબવર્ક કરાવે છે, તે એ ઉદ્યોગપતિઓના મુખેથી જ સાંભળ્યું હતું, પરંતુ આ લેખ વાંચ્યા પછી ખ્યાલ આવ્યો કે અહીં તો ઘણું બઘું સરસ, માણવા જેવું છે.

  જવાબ આપોકાઢી નાખો
 2. તમારો ધારાવી પર બ્લોગ વાંચ્યો. ખુબ જ માહિતીસભર અને રોચક લાગ્યો. ત્યાં ઘણા નાના ગૃહ ઉદ્યોગ ચાલે છે તેની માહિતી હતી પરંતુ તું પણ ૬૦/૯૦ ફીટના રોડ અને સુપર બાઝાર વગેરેની જાણકારી નોતી.એક પ્રવાસીની નજરે ત્યાનું અવલોકન કરી વાચકો સાથે શેર કરવા બદલ અભિનંદન. સૌથી વધારે આનંદ શ્રી પવન ગાઈડના કાર્યથી થયો જે પોતાની જોબ સાથે ધારાવીના બાળકો માટે પણ કાર્ય કરે છે. મીની ગુજરાત, કુંભારવાડા અને બિનઉપયોગી વસ્તુના recycling થીં અનેક ચીજોનું ઉત્પાદન વગેરે ધારાવીમાં થાય છે એ જાણી ખુશી થઇ. ગમતું મળે તો ગુંજે નાભરીયે, ગમતાનો કરીએ ગુલાલ એ વાત તમે સાર્થક કરો છો. આભાર.

  જવાબ આપોકાઢી નાખો
 3. @VikasNayak Hey, my mom just read your article "Dharavi Ni Safare" published in Janmabhoomi Pravasi today and she says it was informative1/2
  @VikasNayak Despite staying in Mumbai since years, we weren't aware abt Dharavi. Jaankari apva baddal dhanyawaad - Kshama Joshi 2/2

  જવાબ આપોકાઢી નાખો