Translate

રવિવાર, 5 જુલાઈ, 2015

ગેસ્ટ બ્લોગ - મહોર્યાં પ્રકૃતિનાં જૂજવા રૂપ

                                                             -     મંજુ સાવલા

   અલબેલી વર્ષાઋતુ! ઋતુમાં મુંબઈ જેવા ધમાલીયા શહેરમાં માનવમહેરામણ રોજિંદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે, ત્યારે તેના ઈશાન ખૂણામાં આવેલસંજય ગાંધી રાષ્ટ્રીય ઉધાનમાં   વિવિધ જૈવિક પ્રવૃત્તિઓ તેમની ચરમસીમાએ હોય છે. દૂરથી શાંત જણાતા વનના વાતાવરણને  નજીક્થી  નિહાળતાં ડગલે ને પગલે વ્યાપ્ત ચૈતન્યનો અનુભવ થાય છે. વિશ્વની જટિલ જીવવ્યવ્સ્થામાં વનસ્પતિ અને અન્ય જીવોના પરસ્પરાવલંબન ની અદભૂતતા જાણવા તથા માણવા પ્રકૃતિપ્રેમીઓ થનગની ઊઠે છે.

વર્ષાના આગમનની છડી પોકારતા મોરલાના ટહુકા સંભળાતા સચરાચરમાં નવચેતનનો સંચાર થવા માંડે છે. પહેલો વરસાદ પડતાં જમીનમાં વિવિધ વનસ્પતિનાં અંકુરો ફૂટવા માંડે છે. જોતજોતામાં ચારેતરફ કેટલીય જાતનાં ઘાસ, છોડવા, વેલી, લીલ ,શેવાળ, ફૂગ જેવી અનેકવિધ વનસ્પતિ ઊગી નીકળે છે. જ્યાં જ્યાં વનસ્પતિ ત્યાંત્યાં નાનામોટા અનેક પ્રકારના સજીવોની હાજરી તો હોવાની . ખુલ્લી જમીનમાં, ડુંગરના ઢોળાવ પર ઠેર ઠેર સૌ પ્રથમ ફૂટી નીકળે છેગ્રાઉન્ડ લીલી’ નામના દોઢથી બે ફૂટની ઉંચાઈ ધરાવતા છોડ,એકદળ વર્ગની વનસ્પતિનાં પાન લાંબા તલવાર જેવાં હોય છે.પાંચ- દિવસમાં જાસૂદ જેટલાં કદનાં સફેદ રંગમાં ગુલાબી ઝાંય ધરાવતાં ફૂલોથી વનનું વાતાવરણ શોભી ઉઠે છે.લગભગ આઠ-દસ દિવસની ટૂંકી આવરદા બાદ છોડની જીવનલીલા સંકેલાઈ જાય છે.  

'લીલી'ની અનેક વન્યજાતોનાં ફૂલોની મોસમ પૂરી થાય તે પહેલાં તો પહાડી હળદરનાં છોડવાઓ ઉગવા માંડે છે. છોડ પણ લાંબા-પહોળાં પાન ધરાવે છે.હલકા જાંબલી રંગનાં તેના ફૂલોનો ગુચ્છ છોડની દાંડી પર નહિં પરંતુ મૂળમાંથી (ભૂમિગત થડ)ફૂટી નીકળે છે.ફૂલની અંદર ધ્યાનથી જોતાં તેમાં 'ગોમુખ'ની રચના (જે ખરેખર તો તેનું સ્ત્રીકેસરાગ્ર છે)દેખાય છે.ફૂલની એક પાંદડી પરના વિશિષ્ટ ટપકાંની ભાત જંતુઓને પરાગનયન માટે આકર્ષવા ઉપયોગી થાય છે.

ઠેર ઠેર ઉગી  નીકળેલા ઘાસને ધ્યાનથી જોતાં કેટલાયે પ્રકારના વિશિષ્ટ છોડ નજરે ચઢે છે. 'લજામણી' જેવા ગુણ ધરાવતી વન્ય જાત છેસ્મીથિયા’.તેની ઝીણી પાંદડીઓને સ્પર્શવાથી નહિ,પણ હળવી ટીચકી મારવાથી બિડાઈ જાય છે તેથી તેનું અંગ્રેજી નામ છે Hurt-Me-Not. સોનેરી પીળા રંગના તેનાં ફૂલોને લીધે ઠેર ઠેર તેની હાજરી વર્તાઈ આવે છે.

ઘાસમાં અચાનક કાંઈક કૂદે છે અને આપણે ચમકી જઈએ છીએ. કૂદકો મારનાર 'પરાક્રમવીર'ની ખોજ કરવી થોડી મુશ્કેલ લાગે છે. ધીરજથી શોધતા લીલા રંગનો તીતીઘોડો દેખાય છે. નિસર્ગે તીતીઘોડા, તીડ, કંસારી, પ્રાર્થનાકીડા, સળીકીટક,  ઇયળ, પતંગિયાં, ફૂદાં વગેરેને રંગસામ્યતા (camouflage) નું વરદાન આપેલ છે. યોજના પ્રમાણે આસપાસના વાતાવરણમાં સંપૂર્ણપણે ભળી જાય તેવા રંગોની ભેટ તેમને મળે છે, જેથી તેમના શિકારીઓથી તેઓ પ્રચ્છન્ન રહી શકે. આમાં સૌથી વિસ્મયજનક ઉદાહરણ છે ભૂરું પાનપંખી (Blue Oakleaf) પતંગિયુ!  લગભગ થી સે.મી.નું કદ ધરાવતા પતંગિયાની ઉપલી પાંખો પર ભૂરા રંગની વિવિધ છટા દેખાય છે. ઉડતું ઉડતું જ્યારે તે ક્યાંક બેસી જાય તો શોધી શોધીને થાકો તોય તેનો પત્તો નહિ મળે! પાંખો બીડીને તે બેસે ત્યારે આબેહૂબ સૂકું પાંદડું જોઇ લ્યો! જ્યાં સુધી નજરે જુઓ ત્યાં સુધી તમને કુદરતની અદભૂત કરામતનો ખ્યાલ નહિ આવે! 

ઢાલિયાં જીવડાં, અમુક જાતનાં પતંગિયાં, ઇન્ટ્રગોપ વગેરે કીટકોને કુદરતે ભડક રંગો(Warning colours) આપ્યા છે.ભડક રંગો વડે કીટકો જાણે કે તેમના દુશ્મનોને દૂર રહેવા ચેતવતા હોય, કારણ તેમના શરીરમાં તેમનાં દુશ્મનોને હેરાન કરવાની ગોઠવણ કુદરતે કરી છે. દા..’કોમન ટાઈગર’ નામના પતંગિયાને જો કોઇ પક્ષી કે સરડો આરોગે તો તેને ઉબકા આવે છે,ઉલટી થાય છે. આવા કડવા અનુભવ બાદ તે અન્ય ભડકરંગી પતંગિયાથી દૂર રહે છે. ’બ્લીસ્ટર બીટલ' નામનું ઢાલિયું જીવડું તેના પર આક્રમણ કરનાર  પર જલદ રસાયણોનો ફુવારો છોડે છે, જેનાથી દુશમનના શરીર પર ફોલ્લાં ઉપસી આવે છે.

'કસ્થ' નામનો  છોડ દૂરથી પણ ઓળખાઈ આવે છે. તેનાં ઘેરાં લીલા પાન ગોળાકાર સીડી (spiral) આકારે  ગોઠવાયેલા હોય છે. ઘેરા કથ્થાઈ રંગનું વજ્ર અને ફિક્કા ગુલાબી રંગના મોટા ફૂલોથી તે શોભી ઉઠે છે. તેના ફૂલને બારીકાઈથી જોતાં તેના પર કદાચ એકાદ જંતુ દેખાઈ આવે. છે  'ક્રેબ સ્પાઈડર' નામનાં મહાશય!  એની વિશિષ્ટતા છે કે અન્ય કરોળિયાની જેમ ભક્ષ્ય મેળવવા તે જાળું નથી ગૂંથતો,પણ અદભૂત રંગસામ્ય યોજીને ફૂલમાં લપાઈને બેસી રહે છે.ફૂલોનો રસ મેળવવા આવતી મધમાખી કે અન્ય નાના કીટકોને તે સહેલાઈથી સ્વાહા કરી લે છે. છે ને કુદરતની બલિહારી! કેટલાક જીવોને રંગસામ્યતા વડે રક્ષણ મળે છે તો અન્ય કેટલાક જીવોને ભક્ષણ! અહિં કવિ ઉમાશંકર જોષીની કાવ્યપંક્તિ યાદ આવી જાય છે : “જીવનના કુરુક્ષેત્રમાં ક્ષણક્ષણનો  સંગ્રામ."

સંગ્રામની વાત આગળ ચલાવીએ. 'સિગ્નેચર સ્પાઈડર' પોતાના મધ્યમ કદના જાળા પર સફેદ રંગના તાંતણાથી ચોક્કસ નિશાની કરી રાખે છે. પોતાનો માલિકી હક્ક દર્શાવવા દરેક જાળાં પર અલગ અલગ નિશાની દેખાશે.

ઉતરતા ચોમાસે જંગલમાં પાંચથી દસ ફૂટનો વ્યાસ ધરાવતા વિશાળ જાળાં ઠેર ઠેર જોવા મળે છે. જાળાં છે રાક્ષસી વગડાઉ કરોળિયા (Giant Wood Spider)નાં. નામ પ્રમાણે કરોળિયા ખૂબ મોટા કદના છે. લગભગ ફેલાયેલ માનવ હથેળી જેવડા, પરંતુ માફ કરજો, કરોળિયણ છે! કરોળિયા વર્ગમાં માદા નર કરતાં કદમાં દસ ગણી મોટી હોય છે. વળી, તેમની શિકાર કરવાની રીત પણ નિરાળી છે. પ્રથમ તે પોતાના ભક્ષ્યને ઝેરી રસાયણથી નિશ્ચેત  કરી દે છે. પછી જલદ ઉત્સેચકો વડે તેમના શરીરના પોષક દ્રવ્યને શોષી લે છે. નેશનલ પાર્કમાં કરોળિયાની ૭૦થી ૮૦ જેટલી જાતો નોંધાયેલી છે. સંધિપાદ વર્ગ (જેમાં કરચલાં,વીંછી વગેરે આવે છે)ના કરોળિયા અન્ન-સાંકળીમાં ટોચનું સ્થાન ધરાવે છે, તેથી તેઓ સંપૂર્ણપણે માંસાહારી છે.

અત્યારે થન્બર્જિયાનાં સફેદ ફૂલો, જંગલી તુરિયાનાં પીળાં ફૂલો, સમુદ્રશોષનાં જાંબલી ફૂલો, તનમનિયાનાં લાલ, ગુલાબી, જાંબલી ફૂલો, જંગલી ભીંડાનાં પીળાં ફૂલો, કૂંવાડિયાનાં સોનેરી ફૂલોથી વનશ્રીનું વાતાવરણ શોભી રહ્યું હશે! તો ઉપડી પડો શોભા માણવા.

પ્રકૃતિ-વિજ્ઞાન એક રસપ્રદ ખુલ્લી કિતાબ જેવું છે.તેના પાને પાને કેટલાંયે રહસ્યો સંગ્રહાયેલાં પડ્યાં છે. કિતાબને રસપૂર્વક વાંચવાથી,તેનું ઉંડું અધ્યયન કરવાથી સમજાય છે કે કુદરતનું તંત્ર કેટલું સ્વાયત્ત છે!તેના વિવિધ ઘટકો સુસંવાદિત સહ અસ્તિત્વ ધરાવે છે.પોતાનો વ્યક્તિગત ફાળો આપીને તેઓ સામૂહિક જીવનને જરૂરી એવી ઉર્જા પૂરી પાડીને આખા તંત્રને ધબકતું રાખે છે.મનુષ્ય કુદરતી તંત્રને પૂરું સમજ્યા વગર તેનો આડેધડ વિનાશ કરવા માંડ્યો છે તે ઘણું અફસોસજનક છે. નાના જીવોને તુચ્છ ગણીને આપણે આપણો વિનાશ નોતરી રહ્યાં છીએ.

-     મંજુ સાવલા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો