(ભાગ - ૪)
-----------
દુબઈને ઊંચાઈઓનું શહેર ગણાવવાના અનેક સબળ કારણો છે. માત્ર છેલ્લાં દસેક વર્ષમાં આ શહેરે એટલો વિકાસ સાધ્યો છે કે આજે વિશ્વભરના લોકોનું તે માનીતું પ્રવાસન સ્થળ બની ચૂકયો છે. આજે આ દેશની કુલ આવકનો ૯૬ ટકા હિસ્સો પ્રવાસન ક્ષેત્રમાંથી ઉત્પન્ન થાય છે. દર વર્ષે અહીં લાખો લોકો પ્રવાસ કરવા આવે છે. એવું શું છે આ શહેરમાં? ઘણું બધું!
દીરા અને બર દુબઈ એમ મુખ્ય બે ભાગમાં દુબઈ ક્રીક દ્વારા વહેંચાયેલું આ શહેર પ્રમાણિક ધનિકોનું શહેર કહી શકાય. અહીં ૧૬૦ જુદી જુદી રાષ્ટ્રીયતા ધરાવતી માનવ પ્રજાતિઓ વસે છે. અહીં કુલ વસ્તીના ૪૦ ટકા જેટલી પ્રજા ભારતીય મૂળ ની છે અને કુલ વસ્તીના માત્ર વીસ ટકા જેટલા લોકો જ અહીં ના મૂળ સ્થાનિક લોકો છે. અહીં બધાં જ બસ સ્ટોપ વાતાનુકૂલિત છે. અહીં કોઈ જ બેકાર નથી. અર્થાત અહીં વસતી દરેકે દરેક વ્યક્તિ નોકરી ધંધો ધરાવે છે, પોતે કમાય છે. અહીં ચોખ્ખાઇ ઉડીને આંખે વળગે એવી જોવા મળે છે. ટ્રાફિક ના નિયમોનું પ્રજા ચુસ્ત પાલન કરે છે. ઠેર ઠેર ઝેબ્રા ક્રોસિંગ જોવા મળે અને ત્યાં સિગ્નલ વગર પણ કોઈ વ્યક્તિ પસાર થઈ રહી હોય તો ગમે તેટલી ઝડપે જઈ રહેલી ગાડી પણ બ્રેક મારી પોતે ઊભી રહી જઈ જનાર વ્યક્તિને પહેલા આરામથી પસાર થઈ જવા દે છે. થોડે થોડે અંતરે મોટા મોટા શોપિંગ મોલ જોવા મળે અને ત્યાં તમે ખરીદી કરવા જાવ તો તમારી બેગ વગેરે તમારે સાથે જ લઈ જવા પડે. દુકાનોમાં ખરીદી કરવા આવનાર પર દુકાનદારો ને એટલો વિશ્વાસ કે કોઈ ચોરી કરશે જ નહીં એટલે તમારે બૅગ વગેરે સાથે ઉપાડીને જ શોપીંગ કરવું પડે! જો કે અહીં કાયદા એટલા કડક છે અને સજા એટલી ભયંકર કે કોઈ ગુનો કરવાનું વિચારે જ નહીં. અડધી રાતે પણ તમે સોનુ વગેરે પહેરી નિરાંતે સડક પર ફરી શકો લૂંટાવા ના ભય વગર. ગુનાખોરી નું પ્રમાણ અહીં નહિવત છે. પછી આ શહેર માં રહેવું કે ફરવું કોને ન ગમે? ફરવા માટે અહીં ઘણાં આકર્ષણો વિકસીત કરાયા છે. અહીં ઘણાં એડવેન્ચર પાર્કસ છે, તો સાથે ૭૦૦ કિલોમીટર લાંબી શેખ ઝાયેદ સ્ટ્રીટ પર આકાશની ઊંચાઈ આંબવા મથતી ઇમારતો જાણે એકમેક સાથે ઊંચાઈ બાબતે હરીફાઈ કરે છે! અહીં ૧૫૩૯ રૂમ્સ ધરાવતી ભવ્ય એટલાન્ટીસ હોટલ સહિત અદ્યતન સુવિધાઓ ધરાવતી અનેક હોટલ્સ છે તો પ્રાણીબાગ, મત્સ્યાલય વગેરે પણ બનાવાયા છે. વિશ્વની સૌથી ઊંચી ગણાતી આઠસો મીટર કરતા પણ વધુ ઊંચાઈ ધરાવતી બુર્જ ખલીફા નામની ઈમારત પણ અહીં છે તો વિશ્વ નો સૌથી મોટો શોપિંગ મોલ - દુબઈ મોલ પણ અહીં દુબઈમાં છે.
હવે મારા અંગત પ્રવાસની વાત પર આવું. પહેલા દિવસે અરેબિયન કોર્ટયાર્ડના રૂમ્સનાં પોશ અને આરામદાયી બેડ્સ પર બપોરે આરામ ફરમાવી સાંજે દુબઈની પ્રખ્યાત ઢો (Dhow)ઢો (Dhow) ક્રૂઝ ની મજા માણવા અમે સજ્જ થઈ ગયાં. અમને લેવા મોટી વેન ગાડી હોટલ પર સમયસર આવી ગઈ. રસ્તાની એક બાજુએ હેરિટેજ બંગલા જેવા લાગતા મકાનો હાર બદ્ધ જોવા મળ્યાં જે પ્રાચીન શાસકોના રહેઠાણના મકાન હતાં એવી માહિતી ડ્રાઇવરે આપી. ગોલ્ડ સૂક એટલે કે સુવર્ણ બજારની પણ દૂરથી ઝાંખી લઈ અમે પોણા એક કલાકમાં જઈ પહોંચ્યા મુંબઈના મરીન ડ્રાઇવ જેવા પ્રોમીનેડ પર જ્યાં સંખ્યાબંધ ડબલ ડેકર હોડીઓ કતાર બદ્ધ લાદેલી હતી. હરતી ફરતી હોટલ જેવી આ હોડી ને સ્થાનિક ભાષામાં ઢો (Dhow) કહે છે. એમાં બે ત્રણ કલાકની સફર એટલે )ઢો ક્રૂઝ.
કોઈક હોડીમાં ઇજિપ્ત ની થીમ હોય એટલે બેઠકો, સુશોભન, વેઇટર્સ વગેરે પણ ઇજિપ્ત વાસીઓ જેવા લીબાસમાં સજ્જ જોવા મળે તો કોઈક હોડી બોલીવુડ કે હોલિવૂડ જેવી થીમ ધરાવતી હોય. દોઢસો-એક પ્રવાસીઓના કાફલા સાથે રાતે આઠ - સવા આઠે ચાલુ થઈ અમારી ઢો ક્રૂઝ. અમને ડબલ ડેકર એવી આ હોડીમાં ઉપરના માળે હોડીના ટોચના ભાગે બનાવેલી ગોળાકાર કેબીનમાં છ બેઠકો ફાળવાઈ હતી. સાથે એક વિદેશી યુગલ અને ત્રણ ભારતીય કે પાકિસ્તાની જણાતા યુવાનો પણ ગોળાકાર ટેબલ અને ગાદી તકિયા ધરાવતી બેઠક પર અમારા સહ-પ્રવાસી હતાં. ખાવાનું વેજ - નોનવેજ ભેગું મૂકેલું હોય, સેલ્ફ સર્વિસ એટલે તમારે જાતે જઈને લેવાનું. સ્વાદમાં ઠીકઠાક એવા ડિનર માં ખાસ મજા ન આવી પણ રાતે નૌકા વિહાર એક મજાનો અનુભવ બની રહ્યો,
ઘણી જુદી જુદી રાષ્ટ્રીયતા ધરાવતા સહેલાણીઓ સાથે, આસપાસ તરી રહેલી રંગબેરંગી લાઇટસ ધરાવતી અન્ય ઢો - હોડીઓ ને અને કિનારે શોભતી કતારબદ્ધ ઊંચી ઇમારતો, પ્રકાશિત હોર્ડીંગ્સ વગેરે જોતા જોતા. વચ્ચે એકાદ-બે મનોરંજનના કાર્યક્રમ પણ હોડીમાં ત્યાંના સ્થાનિક કલાકારોએ રજૂ કર્યા જે જોવાની મજા પડી. મોટેથી વાગતા સંગીત સાથે ઝેન સાધુ જેવો પોશાક પહેરેલ કલાકાર ગોળ ગોળ ઘૂમતો જાય અને પાંચ - છ ડફલી જેવી ગોળાકાર ડીશ એક મેક પર સંતુલિત કરી કરતબ દાખવતો જાય. તેણે હોડીની બધી લાઇટસ બંધ કરાવી પોતાના અંગરખા પરની લાઇટસ ચાલુ કરી ગોળ ગોળ ઘૂમી અમારા સૌની દાદ મેળવી. અંધારામાં ગોળ ગોળ ફરતા પ્રકાશિત ભમરડા ને જોતા હોઈએ એવો નજારો લાગે! પછી અન્ય વિદૂષક જેવા વસ્ત્રોમાં સજ્જ અન્ય એક કલાકારે પણ રમૂજી નૃત્ય કરી અમને હસાવ્યાં. એકમેક સાથે વાતો કરતાં તો ઘડીક ડિનરની વાનગીઓ આરોગતાં તો વચ્ચે વચ્ચે આસપાસ ના દ્રશ્યોનો નઝારો માણતા માણતા બે અઢી કલાક ક્યાં પૂરાં થઈ ગયા તેની ખબર જ ન પડી. હિતાર્થ સતત વાગી રહેલા સંગીત સાથે તાલ મિલાવતો પોતાની ધૂનમાં બેબી સ્ટેપ્સ લેતા લેતા નાચતો નાચતો આસપાસ ના સહેલાણીઓનું ધ્યાન ખેંચી રહ્યો હતો તો નમ્યા પણ તેના મરાઠી ભણાવતા શિક્ષક અચાનક અહીં હોડી પર અચાનક મળી જતા તે ખુશખુશાલ હતી! અમને સૌને આ ઢો ક્રૂઝ નો અનુભવ જુદા જુદા કારણોસર માણવાની મજા આવી.
કોઈક હોડીમાં ઇજિપ્ત ની થીમ હોય એટલે બેઠકો, સુશોભન, વેઇટર્સ વગેરે પણ ઇજિપ્ત વાસીઓ જેવા લીબાસમાં સજ્જ જોવા મળે તો કોઈક હોડી બોલીવુડ કે હોલિવૂડ જેવી થીમ ધરાવતી હોય. દોઢસો-એક પ્રવાસીઓના કાફલા સાથે રાતે આઠ - સવા આઠે ચાલુ થઈ અમારી ઢો ક્રૂઝ. અમને ડબલ ડેકર એવી આ હોડીમાં ઉપરના માળે હોડીના ટોચના ભાગે બનાવેલી ગોળાકાર કેબીનમાં છ બેઠકો ફાળવાઈ હતી. સાથે એક વિદેશી યુગલ અને ત્રણ ભારતીય કે પાકિસ્તાની જણાતા યુવાનો પણ ગોળાકાર ટેબલ અને ગાદી તકિયા ધરાવતી બેઠક પર અમારા સહ-પ્રવાસી હતાં. ખાવાનું વેજ - નોનવેજ ભેગું મૂકેલું હોય, સેલ્ફ સર્વિસ એટલે તમારે જાતે જઈને લેવાનું. સ્વાદમાં ઠીકઠાક એવા ડિનર માં ખાસ મજા ન આવી પણ રાતે નૌકા વિહાર એક મજાનો અનુભવ બની રહ્યો,
બીજા દિવસે અમારે જવાનું હતું એટલાન્ટીસના લોસ્ટ વર્લ્ડ એક્વેરિયમને નિહાળવા. રાતે ઊંઘ સરસ આવી.
(ક્રમશ:)
-------------------------------------------------------------------------------------
(ભાગ - ૫)
-----------
-------------------------------------------------------------------------------------
(ભાગ - ૫)
-----------
એટલાન્ટીસ
સંકુલમાં આવેલ 'ધ લોસ્ટ ચેમ્બર્સ'
એક્વેરિયમ (માછલીઘર) દુબઈના સામાન્ય ટૂર પેકેજીસનો ભાગ હોતું નથી, પણ મારા નિસર્ગ
પ્રેમી સ્વભાવને લીધે મેં આ સ્થળ તેમજ
અબુ ધાબીનું પ્રાણી સંગ્રહાલય ખાસ મારા પેકેજમાં સમાવિષ્ટ કરાવ્યાં હતાં. એટલાન્ટીસ સંકુલમાં તેમની ૧૫૩૯ ઓરડાઓ ધરાવતી વિશાળ હોટલ, 'ધ લોસ્ટ ચેમ્બર્સ'
એક્વેરિયમ, અનેક મજેદાર રાઇડ્સ ધરાવતો વોટર
અમ્યુઝમેન્ટ પાર્ક, દુકાનો, ખાવાપીવાની હોટલો વગેરે ઘણું બધું જોવા અને માણવા લાયક છે. મુખ્ય હોટલ નો પ્રવેશદ્વાર દિલ
આકારમાં દૂર દૂર થી જોઈ શકાય
છે. આ દિલ આકાર
ના પ્રવેશદ્વારની ફરતે હોટલના રૂમ્સ બનાવાયેલા છે. અહીં આવવા ખાસ મોનોરેલની પણ સગવડ છે.
દુબઈમાં
કેટલીક આલીશાન હોટલ્સ, વી. આઇ.
પી. રહેઠાણો, મોલ્સ વગેરે એવા ખાસ આકારમાં બનાવાયા છે કે વિમાન
કે હેલીકોપ્ટર માંથી જુઓ તો એ બધું
તમને એક ખજૂરી(પામ
ટ્રી) ના ઝાડ ના
આકાર રચતું દેખાય. એ પામ ટ્રી
ના એક પાન ના
આકાર પર એટલાન્ટીસ સંકુલ
રચાયેલું છે. 'ધ લોસ્ટ ચેમ્બર્સ'
મત્સ્યાલય ગોળાકારમાં બનાવાયું છે, જેમાં પ્રવેશદ્વાર પાસે જ મોટી ગોળાકાર
ચેમ્બરમાં સેંકડો માછલીઓ તરવરાટ પૂર્વક તરતી જાણે તમને અંદર આવવા ઈજન આપતી તમારું સ્વાગત કરતી દેખાય. ડાબેથી અંધારિયા જણાતા એક્વેરિયમમાં પ્રવેશ કરો અને આગળ વધો એટલે એક પછી એક
ચેમ્બરમાં જેલી ફિશ થી માંડી સર્પાકાર
ઇલ માછલી જોવા મળે તો સુપડા આકારની
રે માછલીથી લઈ જાડીપાડી સેંકડો
ટન વજન ધરાવતી અજબ પ્રકારની મસમોટી માછલી પણ તમારું ધ્યાન
ખેંચે. દરિયાઈ ઘોડા (ટચૂકડા ઘોડા જેવું મુખ ધરાવતા જળ જીવ) પણ
જોવા મળે અને શાર્ક માછલી પણ ખરી. એકાદ
ચેમ્બરમાં તો એટલી સુંદર
વિવિધ રંગી માછલીઓ એક સાથે જોવા
મળે કે એકનું રૂપ
જુઓ તો બીજી નો
રંગ ભૂલો!મધ્યમાં એક એવી અંદરથી
ત્રણ ચાર ચેમ્બર્સ ને જોડતો વિશાળ
કક્ષ બનાવાયો છે જેમાં
ઉપર થી મરજીવા ની
જેમ તમે ખાસ ડ્રેસ - સૂટ પહેરી અંદર પાણીમાં ડૂબકી મારી શકો અને માછલીઓનાં આ ઝૂંડ વચ્ચે
પોતે તરી શકો! ઓફ કોર્સ એ
માટે તગડી ફી ચૂકવીને! ગોળાકાર
મત્સ્યાલય માં ઘણી ચેમ્બર્સ સામે ગાદી તકિયા ગોઠવેલા જોવા મળે, જ્યાં બેસી તમે ધરાઈને સામે કાચની પેલે પાર તરી રહેલી માછલીઓને ધરાઈને જોઈ શકો તો અહીં કેટલાક
જળજીવો ને લગતી ચીજો
ના નમૂના પણ કોઈ મ્યૂઝિયમ
માં ગોઠવ્યાં હોય એ રીતે મૂકેલા
જોવા મળે. દરેક ચેમ્બર પાસે તેમાં રાખવામાં આવેલા
જળજીવોની સચિત્ર માહિતી આપતું કિઓસ્ક (યાંત્રિક ઉપકરણ) ઉભું રહેલું હોય. લોસ્ટ ચેમ્બર્સમાં ફરતી વેળાએ તમને કોઈ સમુદ્ર ની અંદર બનાવાયેલ
ભૂગર્ભ માર્ગ પર ચાલી રહ્યાં
હોવ એવો અનુભવ થાય! મત્સ્યાલયમાંથી બહાર નીકળતા છેલ્લે એક દુકાન હતી
જ્યાં તમે દરિયાઈ જીવોની થીમ ધરાવતી ચીજવસ્તુઓ ખરીદી શકાય. મત્સ્યાલયમાંથી બહાર નિકળી થોડી વાર આસપાસનાં મોલ જેવા સ્વચ્છ અને પ્રકાશિત વિસ્તારમાં થોડી વાર વિન્ડો શોપીંગ કર્યું.હોટલ્સ અને શોપ્સને પશ્ચાદભૂમિમાં રાખી થોડાઘણાં ફોટા પાડ્યાં.
નિયત
સમય બહાર નીકળ્યાં એટલે ગાડી
સાથે ડ્રાઇવર અમારી રાહ જોઈ રહ્યો હતો. તેને મેં પાછા હોટલની જગાએ મારા એક મિત્ર હિરેન
કારીઆને ત્યાં છોડવા કહ્યું જે હોટલની નજીક
જ રહે છે. તે અહીં દુબઈમાં
છેલ્લા એક વર્ષથી અને
તે પહેલા ત્રણેક વર્ષથી અબુ ધાબી ખાતે કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને વસે
છે. તેઓ વર્ષો સુધી અમારા પાડોશી રહ્યાં હતાં અને મારા અને તેમના માતાપિતા સારા મિત્રો રહ્યાં છે. યોગાનુયોગ હિરેનના માતાપિતા અમારી મુલાકાત વખતે દુબઈ માં જ હતાં અને
ત્યાં અમારો ઘણાં લાંબા સમય બાદ મિલાપ થયો અને બપોર પછીનો આખો દિવસ અમે હિરેનના ઘેર મહેમાનગતિ માણી. અમારી મમ્મીઓએ ધરાઈને વાતો કરી,હિરેનની પત્ની અને મારી પત્ની તથા બહેનોએ શું શું ખરીદી કરવાની છે અને ક્યાંથી
તેની ગોઠડી માંડી તો નમ્યા અને
હિતાર્થ પણ હિરેનની ચાર
વર્ષની બચ્ચી જિષા સાથે તેના રમકડાંની ફોજમાં જોડાઈ ગયાં! સાંજે હિરેન અમને મારા એક અન્ય મિત્ર
હિતેન્દ્રને ત્યાં લઈ ગયો. હિતેન્દ્ર
પણ છેલ્લા પાંચેક વર્ષથી દુબઈ માં જ નોકરી કરે
છે. હિરેન અને હિતેન્દ્ર બંને પાસેથી દુબઈ ખાતે તેમના વસવાટ અને ત્યાંની રહેણીકરણીની અવનવી વાતો જાણવા મળી. બંનેના ઘરો અહીંના માળા જેવી વસાહતમાં હતાં. દિવાળી થોડા સમય અગાઉ જ પતી હોવાથી
લોકોએ હજી શણગારનાં લાઇટસ - કંડીલ વગેરે ઘરની બારીઓમાં - બાલ્કનીમાં યથાવત્ રાખ્યા હતાં. ઇમારતોની આસપાસ ચોખ્ખાઈ મનને અને આંખોને ગમે એવી હતી. એ મકાનોની આસપાસ
ઘણાં શોપીંગ મોલ્સ પણ હતાં, અમે સાંજે પોતાના માટે અને અન્ય પરિવારજનો તેમજ સ્નેહીઓ માટે શોપીંગ કર્યું. પરદેશની ભૂમિ પર સ્વદેશના સ્નેહીજનો
સાથે તેમના ઘરની મહેમાનગતિ માણવાની પણ કંઈક ઓર
જ મજા છે! ડિનર હિરેનના ત્યાં જ સાથે લીધા
બાદ રાતે ફરી હોટલમાં પાછા ફર્યાં.
પછીના
દિવસે અમારે દુબઈ શહેરની અર્ધા દિવસની ટુર પર અને ડેઝર્ટ
સફારીની મોજ માણવા જવાનું હતું.
(ક્રમશ:)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો