-
મનોરમા ઠાર
૧૯૭૫માં
આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષની ઉજવણી
કરી ત્યારથી વિશ્વનું ધ્યાન નારી-મુક્તિના
પ્રશ્ન પર કેન્દ્રિત થયું
છે. પ્રાચીન સભ્યતાની પ્રણાલી અનુસાર ખોરાકમાં ,ઓફિસમાં
, જાતીય સંબધમાં સ્ત્રીઓનું શોષણ પુરુષપ્રધાન સમાજમાં પુરુષ કરતોજ રહ્યો
છે.તે બિન સાંસ્કૃતિક લક્ષણ
છે.આઝાદીના છ દાયકાઓ વીતી
ગયા પછી પણ ભારતીય
નારીનો વિશાળ સમુદાય પીડિત
અને શોષિત નજરે પડે
છે.
પુરાણ
કાળથી સ્ત્રીઓનું
માતૃ સ્વરૂપ આપણાં શાસ્ત્રોમાં
પૂજનીય લેખાયું છે. પરબ્રહ્મને બાંધ્યો
હોય તો તે એક માત્ર
જશોદાજીએ જ! માતા જશોદા પાસે
થરથર ધ્રુજતો અખિલ બ્રહ્માંડનો નાથ!
મહાભારત કાળમાં કુંતીએ ભગવાન પાસે વરદાનમાં વિપત્તી માગી છે, સંતાનોમાં સંસ્કાર સિંચી પરિવારને સ્નેહથી બાંધી રાખી સુખી અને સંસ્કારી સમાજનું નિર્માણ કર્યુ છે. આવી ભારતીય સન્નારીએ પોતાના સમગ્ર અસ્તિત્વને ફના કરી પોતાના આત્મજનોના જીવનને ઉજાળ્યા છે.કાળક્ર્મે પરિસ્થિતી બદલાતી રહી છે. આપણાં દેશની આઝાદીની લડતમાં અને તેપછીના દેશના રાજકારણમાં નહેરુ કુટુંબે અગત્યનો ફાળો આપ્યો છે. જવાહરલાલ નહેરુના બહેન વિજયાલક્ષ્મી પંડિતે ભારતીય સમાજ સેવિકા તરીકે રશિયા તેમજ અમેરિકામાં ભારતીય એલચી તરીકેની સેવા બજાવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના તેઓ પ્રથમ મહિલા પ્રમુખ નિમાયા હતા. તે જમાનામાં રંગભેદની નીતિનો ઉગ્ર પ્રહાર કરી કાળી પ્રજામાં તેમણે લોકપ્રિયતા મેળવી હતી.

રાજકારણ
ક્ષેત્રે માર્ગારેટ થેચરે બ્રિટનની અર્થવ્યવથાને
આમૂલ બદલી નાખેલી. તેઓ દર અઠવાડિયે બ્રિટનની મહારાણી એલિઝાબેથને મળવા બકિંગહામ પેલેસ
જઈ દેશ-વિદેશના પ્રશ્નનોની
ચર્ચા વિચારણા કરતા. ઇસ૧૯૭૯ થી
૧૯૮૯ સુધી આ લોખંડી
મહિલાએ વડાપ્રધાન પદે રહેવાનો વિક્ર્મ
સર્જ્યો હતો.
ફિલ્મક્ષેત્રે
નરગિસ, હેમામાલીની, શબાના આઝમી, શર્મિલા
ટાગોર જેવી અભિનેત્રીઓએ ફિલ્મ
દ્રારા સમાજને ગમ્મત સાથે
જ્ઞાન આપ્યું છે.
યુવા
લેખિકા તસલીમા નસરીને લખેલી
નવલકથા 'લજ્જા' ઇસ્લામ વિરોધી
ઠરાવી તેને મોતની સજા
ફરમાવી, તે છતાંય તે
સ્ત્રીઓને
સ્વતંત્ર અને સ્વાવલંબી જોવા
ઈચ્છે છે. તેનું લખાણ
ચાલુ છે. સ્ત્રીઓને સક્ષમ
બનવા સંઘર્ષ કરવાનું સ્ત્રીઓને
આહવાન આપે છે.
રશિયાના
પ્રમુખ ગોર્બાચેવના પત્ની રેઈસા ગોર્બાચેવ ફેશનની
દુનિયામાં સદાયે અગ્રેસર સ્થાન
ધરાવતા. તે ઘણીબધી ભાષાના
જાણકાર. સંગીતશોખીન તથા ધર્મસહિષ્ણુ મહિલા
હતા. તે જે દેશની
મુલાકાત જતા તે દેશની
સંસ્કૃતિ, કલા અને સાહિત્યની
ઊંડી જાણકારી મેળવતા. રશિયાની ફર્સ્ટલેડીનું બિરૂદ
તેમણે મેળવ્યુ હતું.
૧૯૮૮માં
ક્રિક્રેટમાં
અમ્પાયર તરીકે અંજલી રામગોપાલે
બધાને ચકિત કરી દીધેલા.
પ્રથમ
મહિલા આઈ. પી એસ
ઓફિસર તરીકેનું ગૌરવ કિરણ બેદીના
નામે છે.
ચંદા
નામની યુવતીએ એરફોર્સમાં, તો
મંજુલા પદ્મનાભન નામે વ્યંગ ચિત્રકાર, કાર્ટુનિસ્ટ
તરીકેનું ગૌરવ ધરાવે છે.
સમાજના
અનેક ક્ષેત્રોમાં નારીશક્તિનું પ્રદર્શન જોવા મળે છે.
દરેક ક્ષેત્રે નારીઓએ સિધ્ધિ હાંસલ
કરી છે. હવે
સ્ત્રીઓ
અને પુરુષો ભેગાં મળી
એક શોષણ વિહિન વિશ્વસમાજ
કઈ રીતે બાંધી શકે
તે
વિચારવું જરૂરી છે.
-
મનોરમા ઠાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો