(ભાગ - ૬)
------------
દુબઈ
શહેરમાં ત્રીજા દિવસે અમારે બે પ્રવૃત્તિ કરવાની
હતી. પહેલી સવારે શહેરની અડધા દિવસની મુલાકાતે સીટી ટૂર પર જવાનું હતું
અને બપોરે તેના સમાપન બાદ હોટલ પાછા ફરી જમવાનું પતાવી ડેઝર્ટ સફારી પર જવાનું હતું.
વહેલી સવારે પેટ ભરીને સરસ મજાનો બ્રેક ફાસ્ટ અરેબિયન કોર્ટયાર્ડમાં પતાવ્યો એટલે ડ્રાઇવર ગાડી લઈને અમને બસ સુધી પહોંચાડવા
આવી પહોંચ્યો હતો. બસમાં અમારી સાથે બીજા ઘણાં મુસાફરો હતાં જેમાનાં મોટા ભાગનાં ભારતીય હતાં. મારી ઓફિસમાં પહેલા કામ કરતી મધુરા મને બસમાં મળી ગઈ જે તેના
પતિ અને પિતા સાથે દુબઈ ફરવા આવી હતી. બસમાં એક અતિ બોલકો
ગાઇડ અમને દુબઈ શહેરની રસપ્રદ માહિતી હિન્દી અને અંગ્રેજીમાં આપી રહ્યો હતો. તે પાકિસ્તાની હતો
પણ વચ્ચે વચ્ચે ભારતીય હિન્દી ફિલ્મોનાં અને કલાકારોનાં નામો ટાંકી રમૂજી ટિપ્પણીઓ કરી લેતો હતો. સુવર્ણ બજારના ફરી એક વાર દૂરથી
દર્શન કરી અમે સૌ પ્રથમ સંયુક્ત
અરબ અમીરાતના શાસક પરિવારોના જૂના રહેઠાણોની મુલાકાતે જઈ પહોંચ્યા જ્યાં
હાલ તેઓ રહેતા નથી પણ મ્યૂઝિયમની જેમ
આ બેઠા ઘાટનાં મકાનો પ્રવાસીનું ધ્યાન ખેંચે છે. ત્યાં જ દુબઈ ક્રીક
હતી. માર્ગમાં ક્રીક માં ઉભેલી લક્ઝરી ક્રૂઝ શીપ્સ
જોઈ તો
એક બાજુએ જેનન ક્રિએટિવ કિચન - લોટ ની મિલ ના
મોટા કલાત્મક રીતે રંગેલા ભૂંગળા જોયા. આપણે ત્યાં મિલના પાતળા ઊંચા થાંભલા જેવા ભૂંગળા હોય છે એવા નહીં,
પરંતુ જાડાપાડા પાંચ-છ ભૂરા, કેસરી,
ગુલાબી, પીળા, કાળા
વગેરે રંગે રંગેલા વિશાળ કાય પીપડા જેવા યુનિટસ જેની અંદર કદાચ તેમની ફેક્ટરી હશે. દરેક પર તેમના અલગ
અલગ ઉત્પાદનોની માહિતી લખેલી હતી. આ આખું દ્રશ્ય
ખૂબ આકર્ષક લાગતું હતું.

બસ
હવે અમને એક મસ્જિદ પાસે
લઈ ગઈ. આ મસ્જિદ ની
ખાસિયત એ હતી કે
તેના બે ઉંચા મિનારા
હતાં. કેટલીક અન્ય મસ્જિદ માત્ર એક મિનારો ધરાવતી
હતી. આપણાં ભારતમાં આવેલ તાજમહલ ને ચાર મિનારા
છે. મેં મારા એક મુસ્લિમ મિત્ર
ને આ અંગે પૂછ્યું
કે જુદી જુદી સંખ્યા માં મિનારા નું કંઈ વિશેષ મહત્વ હોય છે પણ તેને
એ અંગે માહિતી નહોતી.
કોઈક વાચક મિત્ર ને આ અંગે
જાણ હોય તો લખી મોકલવા
વિનંતી. બે મિનારા વાળી
એ મસ્જિદ જોકે બંધ હતી અને અમારે તેના દૂરથી જ દર્શન કરવા
પડ્યા.

ત્યાર
બાદ બસ અમને એક
મ્યૂઝિયમમાં લઈ ગઈ, પણ
એ મ્યૂઝિયમ કરતા દુકાન વધારે લાગી કારણ ત્યાં બધી ચીજ વસ્તુઓ વેચાતી મળતી હતી. કેટલીક રજવાડી તો કેટલીક સામાન્ય.
સોનાનાં તાર વડે મોર ની કલાકૃતિ જેની
પર બનાવાઈ હતી એવી ચટાઈ પણ અહીં જોઈ
તો હાથી દાંત જેવા લાગતા લાકડા માંથી બનાવેલું ફર્નિચર પણ જોયું. જાતજાત
ની છત્રીઓ, ઘડિયાળો, પર્સ પણ જોયાં અને
શિલ્પ, તસવીરો તેમજ કલાકૃતિઓ પણ જોઈ. અહીંથી
પછી અમને એક દરિયા કિનારે
લઈ જવાયા જ્યાં દુબઈની અતિ પ્રખ્યાત બુર્જ-અલ - અરબ હોટલ આવેલી છે. વહાણના સઢ જેવો આકાર
ધરાવતી આ હોટલ અતિ
મોંઘી દાટ છે.
અહીં અનેક હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા છે. આ હોટલની ટોચ
પર હેલીકોપ્ટર ઉતરી શકે એવા હેલીપેડ બનાવાયા છે તો અહીં
ઉપર ગોલ્ફ નું મેદાન પણ છે. સાવ
નજીક થી જોવા તો
પરવાનગી નથી મળતી, પણ અમે આ
હોટલના દૂરથી દર્શન કરી અને તેને બેક ગ્રાઉંડમાં રાખી અનેક ફોટા પાડયા. અહીં અમારી સાથે જ બસમાં પ્રવાસ
કરી રહેલ એક નિગ્રો પરિવાર
સાથે મેં વાતચીત કરી. તેમની સાથે પણ હિતાર્થની ઉંમર
નું જ એક બાળક
હતું. એ બંને બાળકોના
સાથે ફોટા પાડયા. પછી તો બાળકના જ
પરિવારની અલ્લડ જણાતી યુવતી એ પણ બે-ચાર બકા કરી હિતાર્થ સાથે ફોટા પડાવ્યા. 
એ બંને આભા બની એકમેક ની સામે જોઈ રહ્યાં હતાં! યુવતીને વિશ્વાસ નહોતો બેસી રહ્યો કે હિતાર્થ ક્યૂટ બેબી ગર્લ નહીં પણ બોય છે અને હિતાર્થે કદાચ આ પહેલાં આટલી શ્યામ ચળકતી ત્વચા અને વાંકડિયા ઝીણાં વાળ ધરાવતું બોડું માથું ધરાવતી કોઈ યુવતિ આ પહેલા જોઈ નહોતી! એ બંને ના પણ સાથે બે - ચાર ફોટા પાડી અમે ફરી બસ માં ગોઠવાયા. જુમૈરાહ નામનો આ વિસ્તાર ગયા
બ્લૉગ લેખ માં વાત કરી હતી તેમ ખજૂરીના ઝાડ - થડ અને પત્તા
નાં આકારમાં વિકસાવાયો છે. અહીં ના જ એક
છેડે એટલાન્ટિસ હોટલ
આવી છે જેની વિસ્તારથી
ચર્ચા ગત લેખ માં
કરી હતી. અહીંથી ફરી પેલા શેખ ઝાયદ રોડ પર આવ્યાં જે
સાડા પાંચસો કિલોમીટર લાંબા ઈ૧ હાઈ વે
સાથે જોડાય છે અને જેનાં
પર અનેક તોતિંગ ઉંચાઈ ધરાવતી ઇમારતો જોવા મળે છે. વિશ્વના સૌથી ઊંચા ટાવર બુર્જ-ખલીફા ના પણ બસમાંથી
જ દૂર દર્શન કર્યા. જો કે બે
દિવસ બાદ ત્યાં પ્રત્યક્ષ જવાનું હોવાથી ઝાઝો જીવ ના બળ્યો પણ
અડધા દિવસ ની આ સીટી
ટૂર માં ઘણું બધું દૂરથી જ જોવું પડયું
અને એ પણ ઉતાવળે
ઉતાવળે, એટલે મને ખાસ સંતોષ ન થયો.

એ બંને આભા બની એકમેક ની સામે જોઈ રહ્યાં હતાં! યુવતીને વિશ્વાસ નહોતો બેસી રહ્યો કે હિતાર્થ ક્યૂટ બેબી ગર્લ નહીં પણ બોય છે અને હિતાર્થે કદાચ આ પહેલાં આટલી શ્યામ ચળકતી ત્વચા અને વાંકડિયા ઝીણાં વાળ ધરાવતું બોડું માથું ધરાવતી કોઈ યુવતિ આ પહેલા જોઈ નહોતી! એ બંને ના પણ સાથે બે - ચાર ફોટા પાડી અમે ફરી બસ માં ગોઠવાયા. જુમૈરાહ નામનો આ વિસ્તાર ગયા

બપોરે
હોટલ પર આવ્યાં. ભર
પેટ જમવાની ઇચ્છા નહોતી એટલે હું હોટલની આસપાસ આવેલ બજારમાં ઘૂમી એક ભારતીય ખાણું
પીરસતી ફાસ્ટ ફૂડ હોટલેથી સમોસા, વડા પાવ, પેટીસ અને ચા લઈ આવ્યો
જે અમે હોટલમાં રૂમમાં ઝટપટ ખાધાં અને પછી અમે રવાના થયા ડેઝર્ટ સફારી માટે.
એક જગાએ દૂર
દૂર સુધી રેતી પથરાયેલી હતી અને ઉંચી નીચી ટેકરીઓ જેવો વિસ્તાર હતો અહીં મોટા પૈડાં ધરાવતી રણની રેતીમાં જ ચલાવાતી ખાસ
બાઇક અને જીપ ભાડે મળતા હતા. બાજુએ થોડી
ઘણી દુકાનો ખાણી પીણી ના સ્ટોલ્સ
વગેરે હતાં. દોઢ બે કલાક અહીં
પસાર કર્યા બાદ શરૂ થઈ ખરી ડેઝર્ટ
સફારી!
(ભાગ - ૭)
------------
દુબઈની ડેઝર્ટ સફારીમાં ખરી મજા રણમાં ખાસ્સે દૂર બનાવાયેલા જાણીતા બનેલા કૃત્રિમ રીતે વિકસાવાયેલા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવામાં છે. રેતીના ઢગલાઓ વચ્ચે માત્ર લેન્ડ ક્રૂઝર પ્રકારની મજબૂત મોટી ગાડી જ ઉંચા નીચા માર્ગ પરથી પસાર થતી આગળ વધે ત્યારે તમારો જીવ તાળવે ચોંટી જાય! પગમાં પહેરવાની મોજડી આકારનાં રેતીના વારખાણની ટોચેથી જ્યારે ગાડી નીચે તરફ ઉતરવું શરૂ કરે એટલે તમારા પેટમાં રીતસર હલચલ અનુભવાય! કાચાપોચાનું અહીં કામ નહીં. અમને આ વિશે કોઈએ ચેતવ્યા નહોતાં. આથી આવી અઘરી મુસાફરીમાં મારી મમ્મીની હાલત સૌથી કફોડી થઈ. ડ્રાઇવરે પણ જો મુસાફરી આટલી અઘરી હોવાની થોડી ઘણી માહિતી આપી હોત તો મમ્મીને અમે હોટલમાં જ આરામ કરવા દઈ સફારી માટે એકલા જ આવ્યાં હોત. પણ આતો મુસાફરી શરૂ થઈ ગયા બાદ અડધે પહોંચ્યા બાદ ખ્યાલ આવ્યો કે પરિસ્થિતી ગંભીર છે! કોઈ અડવેન્ચર રાઇડથી બિલકુલ કમ ન ગણાય એવી આ સફરે મારી મમ્મીની હાલત સૌથી વધુ ખરાબ કરી મૂકી. તે મોટે મોટેથી ભગવાનના નામનાં જાપ કરવા મંડી હતી. રેતીના ટેકરા પર થોડા ઢળી જઈ જ્યારે ગાડી ટેકરાની ટોચ સુધી પહોંચતી ત્યારે એમ જ લાગે કે ગાડી આખી ઉથલી તો નહીં પડે ને! પણ સલામ છે એ શેખ ડ્રાઇવરોને જે હિંમત પૂર્વક આવી સફારીઓનો આસ્વાદ અનેક પ્રવાસીઓને રોજેરોજ કૌશલ્ય પૂર્વક ગાડી ચલાવીને કરાવે છે. જોકે અમારી ગાડીનો ડ્રાઇવર પણ અતિ સાહસિક હોવા છતાં મારી મમ્મીની હાલત જોઈ ગભરાઈ ગયો અને અમારા સૌના જીવ ઉંચા થઈ ગયાં. ખાસ્સા એકાદ - બે કલાક આવી અઘરી મુસાફરી કર્યા બાદ જ્યારે અંતિમ ઠેકાણે પહોંચ્યા ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો! મમ્મી સિવાય અમે બધાંએ આમતો અમે આ સાહસિક મુસાફરી ખૂબ માણી પણ છેલ્લે છેલ્લે મમ્મીની હાલત જોઈ અમારા બધાનો મૂડ આઉટ થઈ ગયો. મારા મનમાં પણ નકારાત્મકતા ભર્યાં વિચારો ઉભરાઈ આવ્યાં અને મને મમ્મીને આ સ્થિતીમાં મૂકવા બદલ પસ્તાવો થઈ રહ્યો. ખેર, પહોંચ્યા બાદ તરત ત્યાં વી. આઈ. પી. વ્યક્તિઓ માટે મૂકેલા સોફા પર મમ્મીને સુવડાવી દીધી અને હું અને અન્ય પરિવારજનો આસપાસનો માહોલ જોવામાં લાગી ગયાં. વિશાળ રેતીના મેદાન વચ્ચે એક મોટો ચોરસ મંચ બનાવ્યો હતો અને તેની ફરતે ચારે તરફ જમીન પર જ ગાદલા - તકિયા મૂકી બેઠકો બનાવાઈ હતી. અંધારુ થઈ ચૂક્યું હતું. ભીડ ખૂબ હતી. આ વ્યવસ્થાની ફરતે થોડે દૂર ચોરસાકારમાં જ વી. આઇ. પી. તંબુ બનાવાયા હતાં અને મહેંદી - ટેટૂ ના સ્ટોલ, દુકાનો વગેરે હતાં.
અમે પહોંચ્યા પછી થોડી વારમાં જ નાસ્તો વહેંચવાની શરૂઆત થઈ ગઈ. સૌ માટે એક કોમન કતાર હતી. બસો - ત્રણસો પ્રવાસીઓ આ ડેઝર્ટ સફારી માણવા અહીં એકઠા થયાં હતાં. નાસ્તા સાથે જ વચ્ચે મંચ પર મનોરંજક કાર્યક્રમ શરૂ થયો, જેમાં સૌ પહેલા, ચાર પાંચ ડફલી સંતુલિત કરી સૂફી સાધુ જેવા ડગલા માં સજ્જ કલાકાર ગોળગોળ ફરતો જાય એ આઇટમ રજૂ થઈ. આ જ કરતબ અમે ઢાવ ક્રૂઝ પર માણી ચૂક્યા હતાં એટલે એમાં અમને ખાસ મજા ન આવી. નાસ્તો પણ ઠીકઠાક હતો. ત્યારબાદ બે યુવતિઓએ વારાફરતી બેલી ડાંસ રજૂ કર્યો અને પછી એક યુવકે અગન ખેલ કરી બતાવ્યો જે રોચક હતો. પછી જમવાનું શરૂ થયું જે મજા વગરનું હતું. આ આખા કાર્યક્રમમાં અમને ખરું કહું તો મજા ન આવી. મમ્મીની હાલતે અમારા મૂડ માં થોડો બદલાવ તો આણ્યો હતો પણ જો કદાચ તેની હાલત આવી ગંભીર ન થઈ ગઈ હોત, તો યે મને શંકા છે કે અમને અહીં મજા આવી હોત. માત્ર અહીં સુધી પહોંચાવનો અનુભવ જીવ સટોસટ ના ખેલ સમો મજેદાર બની રહ્યો. બાકી ડેઝર્ટ સફારી કેમ્પમાં તો અમને ખાસ મજા ન આવી. ડેઝર્ટ સફારીની ખરી મોજ તો થોડાં વર્ષ અગાઉ કરેલા જેસલમેર પ્રવાસમાં માણી હતી.
મોડી રાત્રે પાછાં ફર્યાં બાદ મમ્મીને સુવાડી દીધા બાદ અમે અરેબિયન કોર્ટયાર્ડ ની ઓપન એર રેસ્ટોરન્ટમાં અમે ફરી ડિનર માટે જઈ પહોંચ્યા કારણ ડેઝર્ટ સફારીમાં ખાવાની બિલકુલ મજા આવી નહોતી. અને એ પછી ની થોડી ક્ષણો અમે ખૂબ માણી જેનું વર્ણન હું દુબઈ પ્રવાસ શ્રેણીના દ્વિતીય ભાગમાં કરી ચૂક્યો છું.
આ હોટલમાં એ અમારી છેલ્લી રાત હતી. બીજે દિવસે સવારે અમારે અબુ ધાબી ટુર પર જવાના હોવાથી અમારે સવારે જ ચેક આઉટ કરી દેવાનું હતું. મેં વિનંતી કરી અમારો બધો સામાન લોકર રૂમ માં મુકાવી દીધો અને સવારનો આ હોટલનો છેલ્લો નાસ્તો કરી અમે નીકળી પડ્યા અબુ ધાબી પ્રવાસે. આજના અમારા પ્રવાસનો ડ્રાઇવર બિલકુલ શાહરુખ ખાન જેવો લાગતો હતો. મેં તેને જ્યારે આ કૉમપ્લીમેંટ આપ્યો ત્યારે તેણે સસ્મિત એ રીતે આભાર માન્યો કે જાણે એ મને વગર કહ્યે કહી રહ્યો હતો કે બધાં એમ જ કહે છે! સામાન્ય રીતે લોકો અબુ ધાબીમાં બજાર અને મહેલો કે મ્યૂઝિયમ વગેરેની મુલાકાતે જતાં હોય છે, પણ મેં તેને કહી દીધું કે અમારે પ્રાણીબાગ એટલે કે ઝૂ ની મુલાકાત લેવી છે એટલે એ અમને સૌ પ્રથમ અબુ ધાબીના વિશાળ ઝૂમાં લઈ ગયો.
(ભાગ - ૮)
------------
અબુ ધાબીમાં પ્રાણીબાગની મુલાકાત લેવાનું ખાસ કારણ હતાં ત્યાંના રહેવાસી એવા ખાસ પ્રાણીઓ જેમનાં હજી સુધી મેં માત્ર ચિત્રો જ જોયા હતાં. મિત્ર હિરેનના જણાવ્યાં મુજબ અહીં જીરાફ, ઝેબ્રા અને અન્ય ઘણાં એવાં પ્રાણીઓ હતાં જે આપણે ભારતમાં ક્યારેય ન જોયા હોય. નમ્યા અને હિતાર્થને પણ પશુ - પંખીઓ જોવાની ખૂબ મજા પડશે અને તેમની કુદરત પ્રત્યેની કુતૂહલ વૃત્તિ ખીલે અને તેમનામાં હું પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને તેની જાળવણી જેવા ગુણો વિકસાવી શકું એ હેતુથી મેં ખાસ અબુ ધાબીનાં એમિરાત્સ પાર્ક ઝૂ ને અમારા મુલાકાતના સ્થળોની યાદીમાં સ્થાન આપ્યું.
મને ખુશી છે કે મેં આ નિર્ણય લીધો. અમારી આ પ્રાણી બાગની મુલાકાત ખૂબ રસપ્રદ અને માહિતીસભર રહી.
પ્રવેશતા જ સર્વ પ્રથમ અમે તાપીર નામનું વરાહ (ભૂંડ) જેવું પ્રાણી જોયું જેનું હાથીની અતિ ટૂંકી સૂંઢ જેવું નાક તેની ખાસિયત હતું જેને તે સતત હલાવ્યાં કરતું હતું.
અહીં ઝૂમાં એક ખૂબ સારી અને આવકારદાયક બાબત એ હતી કે અહીં પ્રાણીઓને એ રીતે રાખવામાં આવ્યા હતાં કે તમે તેમની સાથે નિક્ટતા અનુભવી શકો.
તાપીરનું પાંજરુ ઉપરથી ખુલ્લું હતું જેથી તમે પ્રાણીબાગમાં થી જ ઘાસ ખરીદી તેને તમારા પોતાના હાથે ખવડાવી શકો. થોડે આગળ કાચબા જોયાં
અને બતક, પોપટ, હોલા, કાકાકૌઆ, રંગબેરંગી લવબર્ડ વગેરે સહિત કેટલાંક દુર્લભ પક્ષીઓ પણ જોયાં જેવા કે માથા પર કલગીઓનો ગુચ્છ ધરાવતું કાળું મોટું યેલો નોબ્ડ કુરેસોવ, વેસ્ટર્ન ક્રાઉન્ડ પિજિયન, નિકોબર પિજિયન. હિતાર્થતો આનંદ વિભોર થઈ પક્ષીઓને અડવા તલપાપડ થઈ રહ્યો હતો, કારણ અમુક પક્ષીઓ મુકત રીતે હરી ફરી રહ્યાં હતાં, પણ અમારે તેને પકડી રાખવો પડ્યો, રખે ને કોઈક પક્ષી તેને ચાંચ મારી બેસે! 

શાહમૃગ પણ પહેલવહેલી વાર અમે અહીં નિહાળ્યું.
પેરેગ્રાઈન ફાલ્કોન,બઝાર્ડ,હેરીસ હોક,ગોલ્ડન ઈગલ જેવા શિકારી પંખીઓનો પણ અહિં આખો એક અલાયદો વિભાગ હતો.
આગળ અનેક પ્રકારનાં ઘેટાં - બકરાં (અન્ગોરા ગોટ, રાકા શીપ વગેરે) હતાં, 
જેમાંના કેટલાક પાલતુ પ્રકારનાં બચ્ચાઓને લોકો બોટલથી દૂધ પીવડાવી રહ્યાં હતાં!
થોડે આગળ ગુફા જેવા માર્ગે કાચની બારીમાંથી વાઘ અને મગર જોયાં.
થોડે આગળ એક નાનકડી ઓરડી હતી જેને એક છેડે નાસ્તા-પાણી વેચતી દુકાન હતી અને વચ્ચે ઝાડનાં થડ ફરતે ગોળ બેઠક બનાવેલી હતી. નજીક જતાં માલૂમ પડયું કે એક ઓટલે એક યુવતિ હાથ પર ઘુવડને બેસાડી રમાડી રહી હતી તો બીજી બેઠક પર બેસેલી અન્ય યુવતિ હાથે સાપ વીંટાળી તેને કેટલાક ઉત્સુક પ્રાણીપ્રેમી પર્યટકોને હાથમાં લેવા સમજાવી રહી હતી. આ બંને યુવતિઓ ઝૂ ના ખાસ યુનિફોર્મમાં સજ્જ હતી અને આ જીવોની પ્રશિક્ષક. ઘુવડનું નામ હતું લુઈસ, જે ડેઝર્ટ ઈગલ આઉલ જાતિનું એ યુવતીનું પાળેલું પંખી હતું. તે એટલું ક્યૂટ અને ચપળ હતું કે તેને જોતાજ તેના પ્રેમમાં પડી જવાય! મોટી ગોળ ગોટી જેવી ચમકતી આંખો, નાની સુંદર ચાંચ,
માથે મુગટ જેવો ઘાટ આપતાં બે સુંદર કાન,પગનાં નહોર - આટલું નજીકથી કોઈ પંખી ક્યારેય નિહાળ્યું નહિ હોય! તપખીરિયા રંગનું આ પંખી કદમાં સારું એવું મોટું હતું. હજી હું નમ્યાને સમજાવતો હતો કે ઘુવડ એક એવું પંખી છે જે પોતાની ડોક સંપૂર્ણ ૩૬૦ અંશ ગોળ ફેરવી શકે છે,
ત્યાં લુઈસે એ અમલમાં મૂકી બતાવ્યું. એને ગુજરાતી સમજાતું હશે?!! યુવતિ સાથે લુઈસ વિષે ઘણી વાતો કરી અને તેના વિશે રસપ્રદ માહિતી એકઠી કરી. પછી બાજુમાં બીજી યુવતી પાસે ગયા જેણે પીળા - તપખીરિયા ટપકાં ધરાવતો ત્રણેક ફૂટ લાંબો સાપ પોતાના હાથેથી ઉતારી હવે એક પ્રવાસી યુવાનના હાથમાં ભરાવી દીધો હતો! કોર્ન સ્નેક જાતિનાં આ સાપનું નામ અબ્દુલ્લા હતું અને તે પણ ઘુવડની જેમ અતિ સુંદર અને સ્વભાવે શાંત હતો. 
તેના વિશે પણ મજેદાર વાતો કરી અને તેના રબર જેવા લીસ્સા, ભીંગડા ધરાવતા શરીરનો સ્પર્શ કરી પછી અમે એ બંને યુવતીઓનો આભાર માની તેમને તેઓ ખૂબ ઉમદા કામ કરતાં હોવાના કૉમપ્લીમેંટ્સ આપી આગળ વધ્યાં. હવે ઝેબ્રા અને જીરાફ જોવાનો વારો હતો. ઉંચુ છટાદાર જીરાફ
અને કાળા - સફેદ પટ્ટા ધરાવતું બ્લેક એન્ડ વ્હાઈટ ગધેડા જેવું ઝેબ્રા
જોઈ અનેરી લાગણીનો અનુભવ થયો. પછી તો આગળ હિપ્પોપોટેમસ, ઝરખ, ઊંટ, હરણ - સાબર, કાળિયાર, પેન્ટાગોનિઅન મારા, સસલાં, રકૂન, માર્મોસેટ અને ઊંચી પાતળી ડોક ધરાવતાં અલ્પાકા
નામનાં પ્રાણી પણ જોયાં. એક વિશાળ ખંડમાં કાચની નાની નાની ઓરડીમાં અનેક સાપ, અજગર અને ઘો જોયાં.
વિવિધ રંગી ઈગુઆના (વિશાળકાય કાચિંડા જેવું ગરોળીના વર્ગનું પ્રાણી) અને ગેકો - ગરોળીઓ જોઈને અમે સૌથી વધુ અચંબિત અને રોમાંચિત થયાં! ત્રણેક કલાક પસાર થઈ ગયા હોવા છતાં હજી સિંહ, હાથી વગેરે થોડા દૂર હોઈ, જોવાના બાકી રહી ગયાં.
જમવા માટે ઝૂના પ્રાંગણમાં જ આવેલ હોટલમાં વધુ એકાદ-બે કલાક પસાર કરવા શક્ય ન હોઈ ગાડીમાં જ નાસ્તો અને થેપલાં ખાઈ પેટ ભર્યું.
ઝૂ બાદ ડ્રાઇવર અમને એક મ્યૂઝિયમ લઈ ગયો, જે દુબઈની સીટી ટૂર વખતે જોયેલ સ્ટોર જેવું જ હતું. ત્યાં અડધો પોણો કલાક પસાર કર્યા બાદ અમે જઈ પહોંચ્યા શેખ ઝાયેદ મસ્જીદ. ગ્રેટ મોસ્ક. તરીકે પણ ઓળખાતી આ મસ્જિદ ઉત્તમ શિલ્પ-કલાકારીગિરીના નમૂના સમી છે.ભારતના તાજમહલની તોલે આવે એવી આ મસ્જીદ અતિ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે.ચોરસાકારમાં ચાર છેડે ચાર મિનારાઓ વચ્ચે જમીન પર આરસની સુંદર ચિત્રકામ ધરાવતી લાદી પર ચાલતી વખતે પગ તો ઠંડક અનુભવે જ પણ મનમાં પણ એક અતિ સંતોષ,પરમ સુખ-શાંતિ અને પવિત્ર ધન્યતાનો આનુભવ અહિં થયા વગર રહે નહિ. મુખ્ય ઇમારતમાં ત્રણ મોટા ગુંબજ સહિત આસપાસ પણ અનેક નાના-મોટા ગુંબજ ઉપર છત તરફ જોવા મળે.ત્રણ મુખ્ય ગુંબજમાંથી મસ્જીદની અંદર લટકતા વિશાળ અને ભવ્ય ઝૂમ્મર જોઈ તમારા મોં માથી ચોક્કસ અચંબા મિશ્રીત અહોભાવના ઉદગાર નિકળી પડે. યોગાનુયોગ અમે જે ક્ષણે આ મુખ્ય ઇમારતમાં અંદર પહોંચ્યા તે જ ક્ષણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન તેમના થોડાઘણાં મંત્રીઓ સાથે અહિંની મુલાકાતે આવ્યાં હતાં.સેલીબ્રીટીઝ પ્રત્યે લોકોનો અહોભાવ આખાં વિશ્વમાં એકસરખો જોવા મળે છે!લોકો અભિભૂત થઈ દૂર દૂરથી ઇમરાન ખાન તેમના ફોટામાં આવે એ રીતે સેલ્ફી લેવા મંડી પડ્યાં હતાં!
આ મસ્જિદની અમુક ખાસિયત હતે જેમકે અહિં મહિલાઓએ પ્રવેશ કરવા ફરજીયાત બુરખો પહેરવો પડે.મારા પરીવારની મહિલાઓએ પણ પહેરેલા વસ્ત્રો પર અહિ દરેક મહિલા પ્રવાસીને આપવામાં આવતો રાખોડી રંગનો બુરખો પહેર્યો અને તેઓ આ અનુભવ માણી રહી, બીજે તેમને ક્યાં બુરખો પહેરવા મળવાનો હતો!મુખ્ય ઇમારત સુધી પહોંચવા અડધા-પોણા કિલોમીટર જેટલું ચાલવાનું હતું.જોકે વ્રુદ્ધો અને અન્ય ચાલી શકવા સક્ષમ ન હોય તેવા લોકો માટે ટુક્ટુક ગાડી જેવા વાહનની વ્યવસ્થા હતી.આ મસ્જીદ હજી દસેક વર્ષ પહેલાં જ બની છે પણ સંયુક્ત આરબ અમીરાતની એ સૌથી મોતે મસ્જીદ છે અને અહિં રોજ, શુક્રવારે તેમજ ઈદ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ ખુદાની બંદગી કરવા પધારે છે.અમારો આ જગાનો અનુભવ ખુબ સુખદ રહ્યો.
અબુ ધાબીમાં માત્ર ત્રણ જ જગાઓ જોવાનો મનમાં ખટકો હતો,પણ સમય મર્યાદીત હોય તો બીજું કરી પણ શું શકાય. ઝૂ અને ગ્રેટ મોસ્કની મધુર સ્મ્રુતિઓ મમળાવતાં અમે સાંજે દુબઈ પાછા ફર્યાં અમારી બીજી હોટલ સવોય પાર્ક હોટલ અપાર્ટમેન્ટમાં.અરેબિયન કોર્ટયાર્ડ હોટલમાં અલગ સુરક્ષિત રખાવેલો સામાન હું પછીથી જઈને લઈ આવ્યો.આરામ કરી,જમી અમે લાગી ગયાં બીજા દિવસની તૈયારીમાં.બીજે દિવસે જવાનું હતું ડોલ્ફિનેરીયમ અને દુબઈ મોલ તેમજ વિશ્વના સૌથી ઉંચા ૮૨૬ મીટર ઉંચા ટાવર બુર્જ ખલિફાની મુલાકાતે!
(ક્રમશ :)
(ભાગ - ૭)
------------
દુબઈની ડેઝર્ટ સફારીમાં ખરી મજા રણમાં ખાસ્સે દૂર બનાવાયેલા જાણીતા બનેલા કૃત્રિમ રીતે વિકસાવાયેલા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવામાં છે. રેતીના ઢગલાઓ વચ્ચે માત્ર લેન્ડ ક્રૂઝર પ્રકારની મજબૂત મોટી ગાડી જ ઉંચા નીચા માર્ગ પરથી પસાર થતી આગળ વધે ત્યારે તમારો જીવ તાળવે ચોંટી જાય! પગમાં પહેરવાની મોજડી આકારનાં રેતીના વારખાણની ટોચેથી જ્યારે ગાડી નીચે તરફ ઉતરવું શરૂ કરે એટલે તમારા પેટમાં રીતસર હલચલ અનુભવાય! કાચાપોચાનું અહીં કામ નહીં. અમને આ વિશે કોઈએ ચેતવ્યા નહોતાં. આથી આવી અઘરી મુસાફરીમાં મારી મમ્મીની હાલત સૌથી કફોડી થઈ. ડ્રાઇવરે પણ જો મુસાફરી આટલી અઘરી હોવાની થોડી ઘણી માહિતી આપી હોત તો મમ્મીને અમે હોટલમાં જ આરામ કરવા દઈ સફારી માટે એકલા જ આવ્યાં હોત. પણ આતો મુસાફરી શરૂ થઈ ગયા બાદ અડધે પહોંચ્યા બાદ ખ્યાલ આવ્યો કે પરિસ્થિતી ગંભીર છે! કોઈ અડવેન્ચર રાઇડથી બિલકુલ કમ ન ગણાય એવી આ સફરે મારી મમ્મીની હાલત સૌથી વધુ ખરાબ કરી મૂકી. તે મોટે મોટેથી ભગવાનના નામનાં જાપ કરવા મંડી હતી. રેતીના ટેકરા પર થોડા ઢળી જઈ જ્યારે ગાડી ટેકરાની ટોચ સુધી પહોંચતી ત્યારે એમ જ લાગે કે ગાડી આખી ઉથલી તો નહીં પડે ને! પણ સલામ છે એ શેખ ડ્રાઇવરોને જે હિંમત પૂર્વક આવી સફારીઓનો આસ્વાદ અનેક પ્રવાસીઓને રોજેરોજ કૌશલ્ય પૂર્વક ગાડી ચલાવીને કરાવે છે. જોકે અમારી ગાડીનો ડ્રાઇવર પણ અતિ સાહસિક હોવા છતાં મારી મમ્મીની હાલત જોઈ ગભરાઈ ગયો અને અમારા સૌના જીવ ઉંચા થઈ ગયાં. ખાસ્સા એકાદ - બે કલાક આવી અઘરી મુસાફરી કર્યા બાદ જ્યારે અંતિમ ઠેકાણે પહોંચ્યા ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો! મમ્મી સિવાય અમે બધાંએ આમતો અમે આ સાહસિક મુસાફરી ખૂબ માણી પણ છેલ્લે છેલ્લે મમ્મીની હાલત જોઈ અમારા બધાનો મૂડ આઉટ થઈ ગયો. મારા મનમાં પણ નકારાત્મકતા ભર્યાં વિચારો ઉભરાઈ આવ્યાં અને મને મમ્મીને આ સ્થિતીમાં મૂકવા બદલ પસ્તાવો થઈ રહ્યો. ખેર, પહોંચ્યા બાદ તરત ત્યાં વી. આઈ. પી. વ્યક્તિઓ માટે મૂકેલા સોફા પર મમ્મીને સુવડાવી દીધી અને હું અને અન્ય પરિવારજનો આસપાસનો માહોલ જોવામાં લાગી ગયાં. વિશાળ રેતીના મેદાન વચ્ચે એક મોટો ચોરસ મંચ બનાવ્યો હતો અને તેની ફરતે ચારે તરફ જમીન પર જ ગાદલા - તકિયા મૂકી બેઠકો બનાવાઈ હતી. અંધારુ થઈ ચૂક્યું હતું. ભીડ ખૂબ હતી. આ વ્યવસ્થાની ફરતે થોડે દૂર ચોરસાકારમાં જ વી. આઇ. પી. તંબુ બનાવાયા હતાં અને મહેંદી - ટેટૂ ના સ્ટોલ, દુકાનો વગેરે હતાં.

મોડી રાત્રે પાછાં ફર્યાં બાદ મમ્મીને સુવાડી દીધા બાદ અમે અરેબિયન કોર્ટયાર્ડ ની ઓપન એર રેસ્ટોરન્ટમાં અમે ફરી ડિનર માટે જઈ પહોંચ્યા કારણ ડેઝર્ટ સફારીમાં ખાવાની બિલકુલ મજા આવી નહોતી. અને એ પછી ની થોડી ક્ષણો અમે ખૂબ માણી જેનું વર્ણન હું દુબઈ પ્રવાસ શ્રેણીના દ્વિતીય ભાગમાં કરી ચૂક્યો છું.
આ હોટલમાં એ અમારી છેલ્લી રાત હતી. બીજે દિવસે સવારે અમારે અબુ ધાબી ટુર પર જવાના હોવાથી અમારે સવારે જ ચેક આઉટ કરી દેવાનું હતું. મેં વિનંતી કરી અમારો બધો સામાન લોકર રૂમ માં મુકાવી દીધો અને સવારનો આ હોટલનો છેલ્લો નાસ્તો કરી અમે નીકળી પડ્યા અબુ ધાબી પ્રવાસે. આજના અમારા પ્રવાસનો ડ્રાઇવર બિલકુલ શાહરુખ ખાન જેવો લાગતો હતો. મેં તેને જ્યારે આ કૉમપ્લીમેંટ આપ્યો ત્યારે તેણે સસ્મિત એ રીતે આભાર માન્યો કે જાણે એ મને વગર કહ્યે કહી રહ્યો હતો કે બધાં એમ જ કહે છે! સામાન્ય રીતે લોકો અબુ ધાબીમાં બજાર અને મહેલો કે મ્યૂઝિયમ વગેરેની મુલાકાતે જતાં હોય છે, પણ મેં તેને કહી દીધું કે અમારે પ્રાણીબાગ એટલે કે ઝૂ ની મુલાકાત લેવી છે એટલે એ અમને સૌ પ્રથમ અબુ ધાબીના વિશાળ ઝૂમાં લઈ ગયો.
(ભાગ - ૮)
------------
અબુ ધાબીમાં પ્રાણીબાગની મુલાકાત લેવાનું ખાસ કારણ હતાં ત્યાંના રહેવાસી એવા ખાસ પ્રાણીઓ જેમનાં હજી સુધી મેં માત્ર ચિત્રો જ જોયા હતાં. મિત્ર હિરેનના જણાવ્યાં મુજબ અહીં જીરાફ, ઝેબ્રા અને અન્ય ઘણાં એવાં પ્રાણીઓ હતાં જે આપણે ભારતમાં ક્યારેય ન જોયા હોય. નમ્યા અને હિતાર્થને પણ પશુ - પંખીઓ જોવાની ખૂબ મજા પડશે અને તેમની કુદરત પ્રત્યેની કુતૂહલ વૃત્તિ ખીલે અને તેમનામાં હું પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને તેની જાળવણી જેવા ગુણો વિકસાવી શકું એ હેતુથી મેં ખાસ અબુ ધાબીનાં એમિરાત્સ પાર્ક ઝૂ ને અમારા મુલાકાતના સ્થળોની યાદીમાં સ્થાન આપ્યું.
મને ખુશી છે કે મેં આ નિર્ણય લીધો. અમારી આ પ્રાણી બાગની મુલાકાત ખૂબ રસપ્રદ અને માહિતીસભર રહી.

પ્રવેશતા જ સર્વ પ્રથમ અમે તાપીર નામનું વરાહ (ભૂંડ) જેવું પ્રાણી જોયું જેનું હાથીની અતિ ટૂંકી સૂંઢ જેવું નાક તેની ખાસિયત હતું જેને તે સતત હલાવ્યાં કરતું હતું.
અહીં ઝૂમાં એક ખૂબ સારી અને આવકારદાયક બાબત એ હતી કે અહીં પ્રાણીઓને એ રીતે રાખવામાં આવ્યા હતાં કે તમે તેમની સાથે નિક્ટતા અનુભવી શકો.

શાહમૃગ પણ પહેલવહેલી વાર અમે અહીં નિહાળ્યું.

જેમાંના કેટલાક પાલતુ પ્રકારનાં બચ્ચાઓને લોકો બોટલથી દૂધ પીવડાવી રહ્યાં હતાં!

થોડે આગળ એક નાનકડી ઓરડી હતી જેને એક છેડે નાસ્તા-પાણી વેચતી દુકાન હતી અને વચ્ચે ઝાડનાં થડ ફરતે ગોળ બેઠક બનાવેલી હતી. નજીક જતાં માલૂમ પડયું કે એક ઓટલે એક યુવતિ હાથ પર ઘુવડને બેસાડી રમાડી રહી હતી તો બીજી બેઠક પર બેસેલી અન્ય યુવતિ હાથે સાપ વીંટાળી તેને કેટલાક ઉત્સુક પ્રાણીપ્રેમી પર્યટકોને હાથમાં લેવા સમજાવી રહી હતી. આ બંને યુવતિઓ ઝૂ ના ખાસ યુનિફોર્મમાં સજ્જ હતી અને આ જીવોની પ્રશિક્ષક. ઘુવડનું નામ હતું લુઈસ, જે ડેઝર્ટ ઈગલ આઉલ જાતિનું એ યુવતીનું પાળેલું પંખી હતું. તે એટલું ક્યૂટ અને ચપળ હતું કે તેને જોતાજ તેના પ્રેમમાં પડી જવાય! મોટી ગોળ ગોટી જેવી ચમકતી આંખો, નાની સુંદર ચાંચ,

તેના વિશે પણ મજેદાર વાતો કરી અને તેના રબર જેવા લીસ્સા, ભીંગડા ધરાવતા શરીરનો સ્પર્શ કરી પછી અમે એ બંને યુવતીઓનો આભાર માની તેમને તેઓ ખૂબ ઉમદા કામ કરતાં હોવાના કૉમપ્લીમેંટ્સ આપી આગળ વધ્યાં. હવે ઝેબ્રા અને જીરાફ જોવાનો વારો હતો. ઉંચુ છટાદાર જીરાફ
અને કાળા - સફેદ પટ્ટા ધરાવતું બ્લેક એન્ડ વ્હાઈટ ગધેડા જેવું ઝેબ્રા

વિવિધ રંગી ઈગુઆના (વિશાળકાય કાચિંડા જેવું ગરોળીના વર્ગનું પ્રાણી) અને ગેકો - ગરોળીઓ જોઈને અમે સૌથી વધુ અચંબિત અને રોમાંચિત થયાં! ત્રણેક કલાક પસાર થઈ ગયા હોવા છતાં હજી સિંહ, હાથી વગેરે થોડા દૂર હોઈ, જોવાના બાકી રહી ગયાં.

આ મસ્જિદની અમુક ખાસિયત હતે જેમકે અહિં મહિલાઓએ પ્રવેશ કરવા ફરજીયાત બુરખો પહેરવો પડે.મારા પરીવારની મહિલાઓએ પણ પહેરેલા વસ્ત્રો પર અહિ દરેક મહિલા પ્રવાસીને આપવામાં આવતો રાખોડી રંગનો બુરખો પહેર્યો અને તેઓ આ અનુભવ માણી રહી, બીજે તેમને ક્યાં બુરખો પહેરવા મળવાનો હતો!મુખ્ય ઇમારત સુધી પહોંચવા અડધા-પોણા કિલોમીટર જેટલું ચાલવાનું હતું.જોકે વ્રુદ્ધો અને અન્ય ચાલી શકવા સક્ષમ ન હોય તેવા લોકો માટે ટુક્ટુક ગાડી જેવા વાહનની વ્યવસ્થા હતી.આ મસ્જીદ હજી દસેક વર્ષ પહેલાં જ બની છે પણ સંયુક્ત આરબ અમીરાતની એ સૌથી મોતે મસ્જીદ છે અને અહિં રોજ, શુક્રવારે તેમજ ઈદ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ ખુદાની બંદગી કરવા પધારે છે.અમારો આ જગાનો અનુભવ ખુબ સુખદ રહ્યો.

(ક્રમશ :)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો