Translate

સોમવાર, 20 જુલાઈ, 2015

વિરોધ પક્ષની ભુમિકા


"મોદીની ૫૬ની છાતી મહિનામાં . ઇંચની : રાહુલ" છે ગુજરાતી ભાષાના અગ્રણી અખબારની હેડલાઈન. વાંચીને અન્યોને કેવું થતું હશે એની તો મને નથી ખબર પણ મને ચોક્કસ આવા સમાચાર ખેદ પમાડે છે. અખબારતો જાણે કે આદુ ખાઈને આપણાં દેશના વડાપ્રધાનની પાછળ પડેલું    હોય છે પણ લોકશાહી દેશના વિરોધ પક્ષ દ્વારા શાસન કરી રહેલાં પક્ષની સતત થતી ઉગ્ર ટીકા અને તેમની આવી નકારાત્મક ભૂમિકા વિશે આજે બ્લોગ થકી મારા વિચાર શેર કરવા છે.

તંદુરસ્ત લોકશાહીમાં વિરોધ પક્ષની ભુમિકા પણ અતિ અગત્યની છે.પણ નામ પ્રમાણેની ભુમિકા ભજવી સતત શાસક પક્ષની દરેક બાબતોનો વિરોધ કર્યા કરવો,એથી પણ આગળ વધી શાસક પક્ષના નેતાઓના અંગત જીવનમાં ડોકિયા કરી તેમના પર કાદવ ઉછાળવો,સતત તેમની હિલચાલ પર નજર રાખી માત્ર તેમાંથી ભૂલો કાઢી ઉણપોને છતી કરી હોબાળો મચાવવો અને શાસક પક્ષને પાંચ વર્ષ પણ પૂરા કરવા દેવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હોય મુજબ વર્તી દેશના સર્વોચ્ચ હોદ્દો ધરાવતા પ્રધાનમંત્રીની આકરી ટીકાઓ કરી તેમનું અપમાન કરવું અને તેમના માટે ખરાબ શબ્દો બોલી સતત તેમની અવહેલના કરવી સિવાય જાણે ભારતના વિરોધ પક્ષ પાસે બીજો કોઈ કામ ધંધો નથી.

વિરોધ પક્ષે ચોક્કસ શાસક પક્ષની નીતિઓની બારીક સમીક્ષા કરી તેની ઉણપો શોધી કાઢવી જોઇએ પણ તેણે યાદ રાખવું જોઇએ કે આખરે તેનો પણ મૂળ આશય દેશના નાગરીકોની સેવાનો હોઇ તેમનું એમ કરવા પાછળનું મૂળ કારણ દેશવાસીઓને કોઈ પ્રકારનો અન્યાય કે નુકસાન થાય જોવાનું હોવું જોઇએ.તેમના વર્તનને જોઇ એમ લાગે કે જાણે તેઓ વિરોધ પક્ષના મૂળ ઉદ્દેશને ભૂલી ગયા હોઈ માત્ર અને માત્ર શાસક પક્ષના દુશ્મનની ભૂમિકા ભજવે છે.

નરેન્દ્ર મોદી આપણાં દેશનાં વડાપ્રધાન છે અને રૂએ પણ એમની આમન્યા જાળવવાની અને તેમને માન અને આદર આપવાની આપણી ફરજ છે.ઘરની પણ સૌથી વડીલ કે મોભી વ્યક્તિને આપણે જેમતેમ બોલીએ છીએ? તો દેશની સર્વોચ્ચ હોદ્દાઓમાંના એક ધરાવતી વ્યક્તિનું અપમાન પણ આપણે કેમ કરી શકીએ?

એનાલોજીને હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ તો ઘરનાં દરેક સભ્ય મોટા પરિવારમાં સાથે હળીમળીને રહેતાં હોય છે.કોઈક પરિવારજનનો કોઈક નિર્ણય અન્ય સભ્યનાં મત સાથે મેળ ખાતો હોય તો સભ્ય અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત જરૂર કરે છે પણ તેમની વચ્ચે મનભેદ ઉદભવતો હોતો નથી. રીતે દેશનાં જુદા જુદા રાજ્યોનાં શાસક પક્ષોએ પરીવારનાં સભ્યોની જેમ હળીમળી રહેવું જોઇએ.

જ્યારે આજની આપણા દેશની રાજકીય પક્ષોની તો વાત તદ્દન જુદી છે.અહિં સત્તાની ભૂખના માર્યા રાજકીય પક્ષોના એકબીજા સાથેનાં સંબંધોના સમીકરણો ક્યારે બદલાઈ જાય કોઈ કહી શકે નહિ.અને વિરોધી એવા બધાં પક્ષો એક થઈ શાસક પક્ષ વિરોધી કારસા રચવામાં કોઈ કમી છોડતા નથી.

ભારતીય સંસ્કૃતિતોવસુધૈવ કુટુમ્બકમ’ માં માનનારી છે તો ભાવના વિરોધ પક્ષો અને શાસક પક્ષ એકબીજા પ્રત્યે દાખવી એકમેક પર કીચડ ઉછાળવાનું બંધ કરી દે,એકબીજાનાં દુશ્મન બનવાનું માંડી વાળી એકબીજાનાં પૂરક બને તો 'સિનર્જી' સર્જી આપણાં દેશને સુશાસન દ્વારા પ્રગતિના નવા શિખરોએ પહોંચાડી શકે.

રવિવાર, 12 જુલાઈ, 2015

સ્માર્ટ ટેક્સીસેવા


નમ્યાના જન્મદિવસની ઉજવણી માટે સ્નેહ સાગર સોસાયટીના માલવણી ખાતે આવેલા કન્યાનિવાસે પહોંચવા જે ઓનલાઈન ટેક્સી-સેવાનો ઉપયોગ કર્યો તેની વાત આજે બ્લોગ થકી કરવી છે.આવી ઘણી ટેક્સી-સેવાના વિકલ્પો આજે ઉપલબ્ધ છે જેની ઘણાંને જાણ નહિ હોય.આવી ઉપયોગી સેવાનો લાભ લઈ શકાય હેતુ થી બ્લોગમાં આજે 'ઉબેર'(UBER – everyone’s private driver) મોબાઈલ એપ્લિકેશનનો પરિચય કરાવીશ.

ઉબેર ટેક્સી સેવા સંપૂર્ણપણે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ચાલે છે. તેની એપ ગૂગલ પ્લેસ્ટોરમાંથી કે એપલ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય. એક વાર વેબસાઈટ પર 'સાઈન અપ' લિન્ક દ્વારા કે એપ પહેલી વાર ઓપન કરો એટલે 'રજિસ્ટર' ઓપ્શન દ્વારા તમારે ઉબેર પર અકાઉન્ટ ખોલવું પડે. એપ ઓપન કરશો કે તે ‘લોકેશન સેર્વિસચાલુ કરવા જણાવશે. આજકાલ દરેકના સ્માર્ટફોનમાં ગૂગલની ‘લોકેશન સર્વિસ જેવી સ્થળ દર્શાવતી સેવા ઉપ્લબ્ધ હોય છે જ તેને ‘એનેબલ’ કે ચાલુ કરવી પડે છે. એક વાર તે ચાલુ કરો એટલે તમે જ્યાં હોવ તે જગાની માહિતી ફોન પાસે આપમેળે આવી જાય છે અને આ સેવા આપને ડ્રાઈવ કરતી વેળા રસ્તો બતાવે છે કે અન્ય મોબાઈલ એપ્લિકેશન્સને તમે કઈ જગાએ છો તેની ચોક્કસ માહિતી આપે છે.

એક વાર લોકેશન સર્વિસ ઓન થાય અને તમે ઉબેર એપ ચાલુ કરો તો આપમેળે તમે જે જગાએ છે તે નકશા રૂપે રજૂ કરી તમને કન્ફર્મ કરવા કહેશે કે તમને ટેક્સી જગાએ જોઇએ છે કે અન્ય જગાએ. ‘પિક અપ’ ની જગા કન્ફર્મ કરો એટલે ઉબેર એપ તમને જગાથી સૌથી નજીક પોતાની કઈ ટેક્સી છે તે આપમેળે નક્કી કરી તમને દર્શાવશે કે ટેક્સી તમારા સ્થાને કેટલી મિનિટમાં પહોંચી શકશે. નીચે તમને ગાડીનો પ્રકાર નક્કી કરવા વિકલ્પ પણ અપાશે.તમે ચાર કરતાં વધુ લોકો સવારી કરવાના હોવ તો મોટી ગાડી પણ પસંદ કરી શકશો જેનો ચાર્જ વધુ હશે.

એક વાર 'પિક અપ' સ્થાન સિલેક્ટ કરી લીધા બાદ તમારા પેમેન્ટ માટેની વિગતો બતાવશે. પણ ઘણી રસપ્રદ રીતે કામ કરતી પ્રક્રિયા છે.'પે ટીએમ' (Pay TM)જેવી મોબાઈલ એપ સાથે તમારું અકાઉન્ટ હોય તે ઓલરેડી ઉબેર સાથે લિન્ક થઈ જાય અને એમાં બસો રૂપિયાનું લઘુત્તમ બેલેન્સ હોય તો તમે ઉબેર ટેક્સી બુક કરી શકો. અથવા રજિસ્ટ્રેશન કરતી વેળાએ તમારે ઇન્ટરનેશનલ ક્રેડીટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી બસો રૂપિયાનું લઘુત્તમ ભાડું ઉબેરના વોલેટમાં જમા કરાવવું પડે. કોઈ પ્રમોશન ઓફર હોય (જેમકે કોઈ મિત્રે તમને ઉબેરની લિન્ક મોકલી હોય અને તમે દ્વારા ઉબેર લિન્ક ઓપન કરી ખાતું ખોલો તો તમને અઢીસો રૂપિયા સુધીની પ્રથમ સવારી મફત મળે) તો પણ તમારે બસો રૂપિયા તો વોલેટમાં જાળવવા પડે.

જો તમારા અકાઉન્ટમાં બસો રૂપિયા હોય તો આપમેળે તે ઓનલાઈન ડીટેક્ટ કરી ઉબેર તમને આગળ વધી તમારૂં ગંતવ્ય સ્થાન પૂછશે. પસંદ કરો એટલે કન્ફર્મ કરતામાં તરત મોબાઈલ સ્ક્રીન પર તમારા માટે રવાના થઈ રહેલી ગાડીનો નંબર અને ડ્રાઈવરની વિગતો તેના ફોટા સાથે હાજર!અને ગણતરીની મિનિટોમાં તમે પસંદ કરેલા સ્થળે ગાડી તમારા માટે હાજર!ઉબેરની લગભગ બધી ગાડીઓ એરકન્ડિશન્ડ અને સારી સ્થિતીમાં હોય છે.ડ્રાઈવર પાસે પણ ઉબેરની એપ તેની ગાડીમાં ઉબેરના નાનકડા મશીન પર ચાલુ હોય.તમે ગાડીમાં બેસો એટલે ડ્રાઈવર 'સવારી શરૂ'નું બટન તમને બતાવી ચાલુ કરે અને તમારી સવારી શરૂ! તમારા ગંતવ્ય સ્થાનની માહિતી ડ્રાઈવર પાસે પહેલેથી મોજૂદ હોય અને ત્યાં જવા સુધીનો રસ્તો, ટ્રાફીક વગેરે ની માહિતી પણ ડ્રાઈવરને ઓન્લાઈન ઉબેર એપ દ્વારા મળ્યા કરે! તમે ગંતવ્ય સ્થાને પહોંચી જાવ એટલે 'સવારી પૂરી'નું બટન ડ્રાઈવર દબાવે અને તમારૂં બિલ તેની ગાડીની એપ પર અને તમારા મોબાઈલમાં પણ તમે એપ ચાલુ રાખી હોય તો તેના પર તરત દર્શાવાય! તમારે એક પણ પૈસો ડ્રાઈવરને આપવાનો નહિ! આપમેળે તમારા પે ટીએમ અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય. બસો કરતાં વધુનુ બિલ હોય તો બીજી સવારી, પહેલું બેલેન્સ ક્લીયર કરો ત્યાં સુધી બુક થઈ શકે. આખી પ્રક્રિયા ઓનલાઈન આપમેળે વ્યવસ્થિત રીતે ચાલે! છે ને મજેદાર વાત! હા સરસ સુવિધાનો ઉપયોગ કરવા તમારી પાસે સ્માર્ટફોન અને થોડી સ્માર્ટનેસ હોવા જરૂરી છે!

થોડા સમય અગાઉ દિલ્હીમાં એક ઉબેર ટેક્સીમાં અડધી રાતે એક યુવતિ પર બળાત્કારનો કિસ્સો થોડો ચર્ચાસ્પદ બન્યો હતો. મેં જે ઉબેરમાં સવારી કરી હતી તેનો ડ્રાઈવર તો કહે કે દિલ્હી વાળો કિસ્સો ઉપજાવી કાઢેલો હોઈ શકે અથવા ઉબેરની વધતી જતી પ્રતિષ્ઠાને ઓછી કરવા તેની હરીફ એવી કોઈ જૂની ધંધો ગુમાવી રહેલી કંપનીનું ષડયંત્ર હોઈ શકે! જે હોય તે પણ મારા મતેએપ’નો થોડો સ્માર્ટ ઉપયોગ કરો તો તમને કોઈ વાંધો આવે નહિ. ડ્રાઈવરની માહિતી તેના ફોટા સાથે તમે જેવી ગાડી બુક કરો એટલે તમારા મોબાઈલ પર આવી જાય.તેનો સ્ક્રીન શોટ લઈ એકલા જવાનો વારો આવે ત્યારે કોઈ મિત્ર સાથે કે પરિવારજનો સાથે શેર કરી લેવાનો અને તેની જાણ ડ્રાઈવરને પણ કરી દેવાની એટલે તેને કંઈ ઉંધુચત્તુ કરવાનો વિચાર આવે.

મેરુ કેબ, ઓલા કેબ અને આવી અન્ય કેટલીક ટેક્સી સેવાઓને કારણે હવે ઘર આંગણેથી પ્રવાસ શરૂ કરવાનું,એ માટે વ્યાજબી ભાવે ગાડી ભાડે કરવાનું અને આરામ દાયક પ્રવાસ કરવાનું સરળ બન્યું છે. બસ જરૂર છે થોડા સ્માર્ટ બનવાની!