Translate

રવિવાર, 24 એપ્રિલ, 2016

મંદિરોમાં પ્રવેશ

આજકાલ મંદિરોમાં સ્ત્રીઓને પ્રવેશ વાળો મુદ્દો જોરશોરથી ચર્ચામાં છે! શનિ શિંગણાપુરના મંદિરમાં તો મહિલાઓ પ્રવેશી ચુકી છે અને ત્ર્યંબકેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પણ તેમણે પ્રવેશી પુજા કર્યાનાં અહેવાલ વાંચવા મળ્યા છે. કેટલાક અખબારોમાં તો એવા સર્વે મંદિરોની સચિત્ર યાદી પ્રકાશિત કરવામાં આવી છે જ્યાં મહિલાઓ હવે પછીનો ટાર્ગેટ સુનિશ્ચિત કરી શકે!

આ મુદ્દે કેટલાકનું માનવું છે આ એક પ્રોગ્રેસીવ શરૂઆત છે અને એ આવકારદાયક છે. તો બીજે છેડે એવા પણ કેટલાક સાધુ મહાત્મા છે જે કહે છે મહિલાઓ શનિ મંદિરમાં ગઈ એટલે હવે તેમના પર વધુ બળાત્કારની ઘટનાઓ બનશે. અત્યાર સુધી મહિલાઓ પર જબરદસ્તીની ઘટનાઓ નહોતી બનતી? કે શું બળાત્કારની ઘટનાઓ કાળક્રમે ઓછી થઈ રહી હતી? આવા સાધુમહાત્માઓનાં પણ આપણાં દેશમાં લાખો અનુયાયીઓ છે એ આપણી કમનસીબી છે.
સ્ત્રીઓ માસિકધર્મમાં બેસે છે ત્યારે એ અપવિત્ર ગણાય અને તેથી તેમને મંદિરમાં પ્રવેશ નથી અપાતો એવું એક કારણ હાથ ધરાય છે. હવે ભલા જે ઘટનાને કારણે જ આ દુનિયાનો - માનવ અસ્તિત્વનો ક્રમ આગળ વધે છે એ ઘટના અપવિત્ર કઈ રીતે ગણી શકાય. જો સ્ત્રીઓ માસિકધર્મમાં જ ન બેસે તો પ્રજોત્પત્તિ આગળ વધી શકે ખરી? હા, આ અવસ્થા દરમ્યાન સ્ત્રીને અશક્તિ લાગતી હોય તેથી તમે તેને ઘરમાં બાજુએ બેસાડી આરામ આપો એ કદાચ તાર્કિક અને વજૂદ વાળું લાગે,પણ તેને ક્યાંય અડવા નહિ દેવાની કે ભગવાનની પુજા નહિ કરવા દેવાની વાત મારે ગળે ઉતરતી નથી. આપણી કંઈ કેટલીયે પ્રથાઓને આપણે યોગ્ય પ્રશ્ન કર્યા વગર આંધળુકિયુ કરતા હોઈએ તેમ અનુસરીએ છીએ. આ વૃત્તિમાં બદલાવની જરૂર છે.

મેં જુદા જુદા ધર્મમાં આ અંગે કેવું વલણ છે તે જાણવા એક ખ્રિસ્તી અને બે મુસ્લીમ મિત્રો સાથે વાત કરી. બધા ધર્મોમાં સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય ત્યારે કોઈક ને કોઈક બંધન તેના પર ધાર્મિક દ્રષ્ટીએ લાગુ કરાય છે. જેમકે સ્ત્રીઓને માસિક ધર્મમાં હોય ત્યારે દરગાહ-મસ્જીદ કે ચર્ચમાં પ્રવેશ તો મંજૂર હોય છે પણ મુસ્લીમ સ્ત્રીઓને ત્યારે નમાજ પઢવાની છૂટ નથી હોતી.ખ્રિસ્તીઓને પ્રાર્થના બાદ એક ખાસ પ્રકારનો પ્રસાદ અને બ્રેડ અપાય છે જે સ્ત્રીઓને માસિક ધર્મ દરમ્યાન લેવાની છૂટ હોતી નથી.પણ આ ધર્મોમાં એટ લીસ્ટ સ્ત્રીઓ માસિક ધર્મ દરમ્યાન પ્રાર્થનાસ્થળોએ પ્રવેશી તો શકે જ છે, જ્યારે આપણાં હિન્દુઓમાં તો સ્ત્રીઓને ઘરમાં પણ ચારેક દિવસ એકાદ ખૂણામાં બેસાડી દેવાય છે, ઘરમાં પાલખો કે મંદીર હોય તો તે બંધ રખાય છે, સ્ત્રીને ક્યાંય કે કોઈને અડવા દેવામાં આવતી નથી, અથાણું બનાવાતું હોય તો તેના પર માસિક ધર્મમાં હોય તેવી સ્ત્રીનો પડછાયો પણ ન પડે તેની તકેદારી રખાય છે. આ બધું થોડું વધુ પડતું લાગે છે.

ખેર મૂળ મંદીર પ્રવેશની વાત પર પાછા ફરીએ તો  મંદિર એક માધ્યમ છે ઇશ્વર સાથે જોડાણ સાધવાનું. પછી એ રસ્તા પરનું નાનું દેરું હોય કે આરસપહાણનું અતિ ધનવાન દેવાલય! તેમાં હાજર હોય છે જે તે ભગવાનની છબી કે મૂર્તિ જેને પ્રાર્થીને તમે ઇશ્વર સાથે કનેક્ટ થઈ શકો. અહિ માત્ર હિન્દુ મંદિરની જ વાત નથી, એ કોઈ અન્ય ધર્મનું દેવસ્થાન કે પ્રાર્થનાસ્થળ પણ હોઈ શકે છે, તેને પણ આ વ્યાખ્યા એટલી જ લાગુ પડે છે. પછી ભલા એમાં પ્રવેશ અંગે લિંગભેદ કે જાતિભેદ જેવા ભેદભાવને કઈ રીતે સ્થાન હોઈ શકે?

ઘણાં હિન્દુ મંદીરોમાં વિદેશીઓને પ્રવેશ નથી અપાતો. ઘણાં મંદીરોમાં ખાસ પ્રકારનાં વસ્ત્રમાં જ પ્રવેશ અપાય છે કે અમુક પ્રકારનાં વસ્ત્ર પહેર્યાં હોય તો પ્રવેશ અપાતો નથી.

માઉન્ટ આબુમાં જગ પ્રસિદ્ધ દેલવાડાના દેરા આવેલાં છે.પચ્ચીસેક વર્ષ અગાઉ તેની મુલાકાત લીધી હતી.ત્યારે બારેક વર્ષની ઉંમર અને ચડ્ડી ખમીસ પહેર્યાં હતાં પણ દેરા જોવા પ્રવેશ મળ્યો હતો. હમણાં થોડા સમય અગાઉ ફરી ત્યાં જવાનું થયું. આ વખતે ઘૂંટણથી નીચે સુધીનું થ્રી-ફોર્થ (ગુજરાતીમાં પોણિયુ કહી શકાય!) અને ટી-શર્ટ પહેર્યાં હતા પણ જેવો કતારમાં ઉભેલા મારો નંબર પ્રવેશ દ્વાર પાસે આવ્યો કે  સીક્યુરિટી ગાર્ડે ત્યાં લટકાવેલ મોટું પાટીયું બતાવ્યું જેના પર લખ્યું હતું "બર્મુડા, લૂંગી, ચડ્ડી કે અભદ્ર પોષાક પહેરનારને પ્રવેશ અપાતો નથી". લુંગી દક્ષિણ ભારતમાં તો લોકોનો રોજબરોજનો સામાન્ય પોષાક છે. ત્યાંના કેટલાક મંદીરોમાં તો લુંગી વગરના અન્ય પોશાક સાથે પ્રવેશ પર પ્રતિબંધ છે! દેલવાડાના દેરામાં મારી આસપાસ મારા જેવાજ થ્રી-ફોર્થ્સ કે શોર્ટ્સનાં પોષાકમાં  અન્ય ઘણાં યુવકો-પુરુષો દેખાઈ રહ્યાં હતાં, કેટલાક કતારમાં કેટલાક કતારની બહાર. પેલા પાટીયા પર લખેલા નિયમ મુજબ અમને કોઈને દેરામાં પ્રવેશ મળવાનો નહોતો. મને ગુસ્સો આવ્યો. પણ સત્તા આગળ શાણપણ નકામું! અહિં સ્ત્રી-પુરુષોની પણ કતાર પણ અલગ અલગ. મારી પત્ની અને દિકરી, સ્ત્રીઓની કતાર ઝડપથી આગળ વધવાને કારણે અંદર પ્રવેશી ચૂક્યા હતા.અંદર મારી રાહ જોઈ રહ્યા હતાં. સારૂ થયું અહિં મોબાઈલ અંદર લઈ જવાની બંધી નહોતી! આથી મેં તેમને જાણ કરી દીધી કે મને પ્રવેશ મળ્યો નથી આથી તેઓ ચિંતા ન કરે અને દેરાનાં દર્શન પતાવી બહાર મને ચોક્કસ સ્થળે મળે.

આવું જ થોડા સમય અગાઉ મુંબઈના દાદરનાં સ્વામી નારાયણ મંદીર દર્શન માટે ગયેલો ત્યારે પણ મારી સાથે બન્યું હતું. મલાડથી દાદર સુધી થ્રી-ફોર્થ પહેરી મંદીર દર્શન માટે ગયો હતો, સિક્યુરીટી ગાર્ડે મને મંદીરમાં પ્રવેશતા રોક્યો.પહેરવેશના આધારે આ રીતે ઇશ્વરના ધામમાં પ્રવેશ બંધી મારે મતે તો યોગ્ય નથી. સમય સાથે પરીવર્તન કેળવવું જ રહ્યું. આજે જ્યારે વિશ્વ ગ્લોબલાઈઝ્ડ યુનિટ બની રહ્યું છે ત્યારે પહેરવેશ વગેરેમાં પરીવર્તન આવવાનું જ અને તે સાથે અપાણાં જૂનવાણી રીવાજો અને પ્રથાઓમાં પણ બદલાવ લાવવો જ રહ્યો.

પ્રાર્થના સ્થળ સમા મંદીરમાં પ્રવેશ જેવા મુદાનો સવાલ છે, ત્યાં તો મહિલાઓને  કે વિદેશીઓને કે થ્રી-ફોર્થ વગેરે જેવા પહેરવેશ સાથે પુરુષોને પ્રવેશ મળવો જ જોઇએ.

સર્વોચ્ચ ન્યાયાલયે શનિ શિંગણાપુર મંદીરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરીની મહોર લગાવી એ ખરેખર સ્તુત્ય પગલું છે.

શુક્રવાર, 22 એપ્રિલ, 2016

ગેસ્ટ બ્લોગ : હું છું ને

                                                                                          - નીતિન વિ મહેતા  

 માનવીના સંબંધો સ્નેહ અને લાગણીનાં મજબુત પાયા ઉપર ટકી રહે છે. આત્મીયતાનો અભાવ કે ઉપરછલ્લી કુત્રિમ લાગણીથી સંબંધોમાં તિરાડ પડે છે તથા અંતર વધતું જાય છે. તો ક્યારેક બે અજાણ્યા માનવી વચ્ચે અનાયાસે સંબંધો સ્થપાઈ જાય છે ત્યારે તેમાં આત્મીયતાનું અમૃત અને લાગણીની કુમાશ ભળે છે આવા સંબંધો શાશ્વત બની જાય છે
                                                       માણસ હંમેશા બીજા માણસ પાસેથી પ્રેમ, સહાનુભૂતિ, હુંફ તથા આદરની ઝંખનાં સેવે છે તો સંજોગો પ્રમાણે દિલાસો કે આશ્વાસનની પણ ખેવના રાખે છે પોતે અનુભવેલ ખુશીની ક્ષણો અન્ય સાથે શેર કારવાં માટે માનવીનું મન હંમેશા તત્પર રહેતું હોય છે. બરકત વિરાણી ‘બેફામ’ ની ગઝલનો એક શેર છે,
                                  કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની
                                કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, એને આખી કહાની સૂણાવી દીધી.
                                     આમ કોઈ માત્ર હાલ પૂછે તો પોતાના સુખદ કે દુખદ પ્રસંગોની આલોચના કરવાનું તે વ્યક્તિને તત્ત જ મન થાય છે. દોડવું હતું ને ઢાળ મળી ગયા જેવી લાગણીની અનુભૂતિ થાય છે.
                                     આ તો થઈ માનવીને પ્રાપ્ત થએલા આનંદની વાત, પણ હતાશા, નિરાશા કે ચિંતાઓથી ઘેરાએલા માણસના મનને સદા આશ્વાસનના બે શબ્દોની અપેક્ષા રહેતી હોય છે તેનામાં આત્મવિશ્વાસનો સંચાર કરવાની અને તેને હિંમત આપવાની આવશ્યકતા રહેતી હોય છે એક વ્યક્તિનો ઉદાસ ચહેરો જોઈ અન્ય વ્યક્તિ એમ કહે “તમે ચિંતા ન કરો હું છું ને” ત્યારે પેલી દુખી વ્યક્તિને સહારો મળે છે, સ્નેહ સભર હુંફ મળે છે. આ હુંફમાં અકલ્પિત અભિન્ન લાગણી ભળેલી હોય છે. આ એક માત્ર વાક્ય “હું છું ને “ એટલી અદભુત તાકાત રહેલી હોય છે કે નિરાશ માણસની વૈચારિક અવસ્થાને બદલાવી શકે છે
                                       જાણીતા કવિ શ્રી જયંત પાઠકે પોતાના એક અદભુત કાવ્યના ઉપાડમાં કાવ્યનાયકના મુખે આ શબ્દો વહેતા કર્યા છે “બંધ ઓરડે આંટા મારતી મારી એકલતાના કાનમાં તમે, ‘હું છું ને’ એટલું જ બોલ્યા હોત તો જીવી ગયો હોત “ આમ માણસને પુનર્જીવિત કરવાની શક્તિ પણ  આ ત્રણ શબ્દોના મૂળમાં રહેલી છે.
                                       અદીઠ આશાઓતથી સભર આ વાક્યમાં અઢળક આત્મીયતા છે પવિત્ર પ્રેમની નિશાની છે અંતરના ઊંડાણેથી ઉદભવેલી હૂફ છે જે ભગ્ન હૈયામાં  ચૈતન્યનો સાક્ષાત્કાર કરે છે. ઉદાસ થએલા સંતાનોને માતા પિતા દ્વારા, વૃદ્ધ માતા પિતાને પુત્ર પુત્રી દ્વારા કે પછી પતિ પત્ની કે બે મિત્રો વચ્ચે બોલાતું વાક્ય “હું છું ને” હિંમતનું પ્રદાન કરે છે
                                       અત્યંત વિશ્વાસથી ભરપૂર આ શબ્દો માણસને આત્મહત્યા કરતા અટકાવે છે. જીવનના અનેક વિકટ પ્રશ્નો અને સમસ્યાઓનો હીંમત પૂર્વક સામનો કરવાનો પ્રધાન સૂર તેમાં રહેલો છે. દિશાવિહીન થએલા માનવીને મંઝીલ તરફ દોરી જનારો માર્ગ મળી જાય છે. કોને ખબર “હું છું ને” બોલાવાથી સામી વ્યક્તિનું જીવન બદલાઈ શકે છે. ભલાઈ કરવાની  આ પણ એક સરળ રીત  છે.
                                                                                                 -   નીતિન વિ મહેતા         

          

રવિવાર, 3 એપ્રિલ, 2016

મૃત્યુ ના બે કિસ્સા

આજે મૃત્યુ ના બે કિસ્સાની વાત માંડવી છે.
હેમંત જાધ અને સચીન વાર મામા-ભાણિયો થાણેમાં એક અખબારનો સ્ટોલ ચલાવે.રોજ સાથે બાઇક પર આવે અને રાત્રે પાછા ઘરે જાય.પરીવારમાં હેમંતની પત્ની અને તેના બે બાળકો : વર્ષની પુત્રી ભક્તિ અને વર્ષનો દિવ્યાંગ પુત્ર તુષાર. હેમંત અને સચીનની વૃદ્ધ માતાઓ પણ પરીવારના સભ્યો. નબળી આર્થિક પરિસ્થિતીને કારણે બધાં સભ્યો સાથે રહેતા.
 વિવારની એક વારે બંને કાકા-ભત્રીજો બાઈક પર નિયમ મુજબ તેમના અખબાર સ્ટોલ તરફ જઈ રહ્યા હતા અને શેખર ઇટાડકર નામના શખ્સે પોતાની હ્યુન્ડાઈ કાર પરનો કાબૂ ગુમાવતા બાઈકને ટક્કર મારી. ભત્રીજાનું દુર્ઘટના સ્થળે મોત થયું અને કાકા પણ બીજા દિવસે મોત સામે નો જંગ હારી ગયા. રહી ગયા વિલાપ કરતાં પરીવારનાં સ્ત્રી સભ્યો અને બે બાળકો. વર્ષની ભક્તિ વારંવાર તેની માતાને કહે છે તેને પપ્પા ખુબ યાદ આવે છે અને તેને પાછા જોઇએ છે. હર્ષદા ને સમજાતું નથી તે પુત્રીને શો વાબ આપે.
પરીવારમાં કમાતા બે પુરુષ સભ્યો એક દુર્ઘટનામાં પોતાના કોઈ વાંક ગુના વગર મૃત્યુ પામ્યા અને પૂર ઝડપે ગાડી હંકારી રહેલા એક શખ્સની ગંભીર ભૂલે માત્ર બે જણની હત્યા નથી કરી પણ અન્ય પાંચ જિંદગીઓના વિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.          
પરીવારમાં કોઈને અખબાર વેચાણ કે વિતરણનાં કામનો કોઇ અનુભ હોવાથી તેમનો અખબારનો સ્ટોલ વે આસપાસનાં લોકો દ્વારા ભીના કપડા સૂકવા માટે વપરાય છે. હર્ષદા પર હવે આખા પરીવારની જવાબદારી આવી પડી છે અને જીવનના એક વા તબક્કાની શરૂઆત તેણે કરવી પડશે. ઇશ્વર તેને શક્તિ આપે એવી હ્રદયપૂર્વકની પ્રાર્થના.
બીજા મૃત્યુના ખબર પહેલી એપ્રિલે જાણ્યાં.પ્રત્યુષા બેનર્જી નામની ૨૪ વર્ષીય અભિનેત્રીએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો. અતિ પ્રખ્યાત થયેલી ટી.વી.સિરિયલ બાલિકાવધૂમાં મોટી આનંદીનું પાત્ર ભજવી સારી એવી ખ્યાતિ મેળવનાર સુંદર અભિનેત્રી એટલે પ્રત્યુષા બેનર્જી.
તેના મૃત્યુ પાછળ બે કારણ હોવાનું મનાય છે.એક તેના બોયફ્રેન્ડ સાથે સંબંધમાં તણાવ અને બીજું કારકિર્દીમાં ધાર્યા પ્રમાણે મળેલી સફળતા.
જીવનમાં કોઇ પણ વાત કે વ્યક્તિ એટલી મહત્વ​ની બની વી જોઇએ કે તે તમને જીવનનો અંત આણી દેવા તરફ દોરે.એટલું સમજવું જરૂરી છે કે દરેક પરિસ્થિતી ગમે તેટલી ગંભીર કેમ હોય, તેનો અંત નિશ્ચિત છે એટલે તેને એટલી બધી ગંભીરતાથી લેવી જોઇએ કે આપણે નિરાશ થઈ જીવન નો અકાળે અંત આણી દઇએ.
અગાઉ જીયા ખાન નામની આશાસ્પદ યુવા અભિનેત્રીએ પણ સૂરજ પંચોલી નામના અભિનેતા સાથે પ્રેમ પ્રકરણમાં વિખવાદને પગલે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો. નુકસાન કોને થયું? જીયા જીવ ખોયો.સૂરજ તો આજે જીવનમાં આગળ વધી ચૂક્યો છે.હીરો તરીકે એક ફિલ્મ તે આપી ચૂક્યો છે અને ટૂંક સમયમાં બોલિવુડમાં તેની કારકિર્દી પણ બની જશે.
જીયા અને પ્રત્યુષા પણ તેમનાં જીવનના સંઘર્ષમય તબક્કામાં ધીરજ ધરી આત્મહત્યાનું કાયરતા ભર્યું પગલું ભરી બેઠાં હોત તો જીવનમાં હકારાત્મક અભિગમ કેળવી આગળ વધી શક્યા હોત, સારી ભૂમિકાઓ મેળવી ટોચની અભિનેત્રી બની શક્યા હોત.
પ્રત્યુષાનું મૃત્યુ સેલિબ્રીટીઝના ઝાકઝમાળ ભર્યા જણાતા જીવનની પોકળતા પણ છતી કરે છે. કલાકારનું જીવન અસુરક્ષિતતાઓથી ભરેલું હોય છે. પ્રસિદ્ધીના ઘૂંટડા ચાખ્યા બાદ કામ હોય તે અઘરા તબક્કે હકારાત્મક અભિગમ અને માનસિક સંતુલન જાળવું અઘરૂં સાબિત થાય છે પણ તે અશક્ય નથી. કલાકારોએ અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઇએ.યુવા પેઢીના અનેક લોકો તેમને રોલમોડેલ માનતા હોય છે આથી તેમની એક નૈતિક વાબદારી પણ બની રહે છે.આત્મહત્યા કરી તેઓ સમાજમાં ખોટો સંદેશ પહોંચાડે છે.અતિ મહત્વકાંક્ષી બનવું પણ ખોટું. સફળતા અને નિષ્ફળતા બંને પચાવવા અઘરૂં છે પણ તે એક કલાકારે શિખવું ખુબ જરૂરી છે.

મૃત્યુની વાત પણ નિરાળી છે. હેમંત અને સચીને ધાર્યું પણ નહિ હોય અને તેમને ભરખી ગયું.પ્રત્યુષાએ તેને જાણી જોઇ ગળે વળગાડ્યું. શું મૃત્યુ એટલી સમજ કેળવી શકે કે જેને જરૂર હોય અને જેના માટે તે યોગ્ય હોય તેને જ એ  જઈને ભેટે?

શૈશવ

                                                           -     રોહિત કાપડિયા 

                     શૈશવની સ્મૃતિઓને વાગોળવાની મજા આવે . થોડાક સમય માટે મન ભાવવિભોર બની જાય પણ એ યાદોથી દુખી થવાને બદલે ચાલો ફરી એક વાર બાળક બની જઈએ . માની લીધું કે બેફીકર થઈને ધૂળમાં રમવાનું , વરસાદમાં ભીંજાવાનું , નિશ્ચિંત થઈને ગમે ત્યાં સૂઈ જવાનું હવે શક્ય ન પણ બને . તો યે કોઈ એક દિવસ સવારે વહેલા ન જ ઉઠીએ , મોર્નિંગ વોક માટે ન જઈએ , યોગ  કસરત કશું એ ના કરીએ . બસ થોડા સમય માટે સાવ નિષ્ક્રિય પડ્યા રહીએ . સ્નાન કરવા પણ પરાણે બાથરૂમમાં જઈએ . શાવર નીચે નહાતાં નહાતાં બધું જ ભૂલી જઈએ . મસ્તક પરથી સરી જતી જળ ધારાઓમાં બધું જ વહાવી દઈએ , સમયને પણ વહી જવા દઈએ . સાવ બાળક બનીને પાણીમાં છબછબિયાં કરીએ , ખોબામાં પાણી ભરીને  ઉડાડીએ , સાબુનાં ફીણના ગોટે ગોટા ફૂંક મારીને ઉડાડીએ . સમયનું ભાન ભૂલીને મન પડે ત્યાં સુધી સ્નાન કરતાં રહીએ . વરસાદમાં ભીંજાયેલી ચકલી જેમ ડોકું ધુણાવીને બધું જ પાણી ખંખેરી નાખે , તે જ રીતે આપણે પણ બધી જ ચિંતા ખંખેરી નાખીએ.  
                      નાહીને પછી છાપું વાંચવાને બદલે સોફા પર બેસી , બાળપણની એ રમતોને યાદ કરીને , આજના સંદર્ભમાં એનો આનંદ પ્રાપ્ત કરવાની કોશિષ કરીએ. સાવ નાનાં હતાં ત્યારે  ઘૂઘરાનો  અવાજ, તાળીનો અવાજ , સીસોટીનો અવાજ , ચપટીનો અવાજ ગમતાં અને  એ  સાંભળીને ખુશ થઈ જતાં . તો પછી આજે આ ગાડીના હોર્નના અવાજ , ટ્રેનની સિટી , મિલના ભૂંગળા , વાસણોનો ખખડાટ કેમ મનને ખટકે છે. ચાલો , એ અવાજોમાંથી પણ જિંદગીનું સંગીત શોધી લઈ આનંદ માણીએ . નાનાં હતાં ત્યારે રંગોથી પણ લગાવ હતો. લાલ,પીળો , લીલો એ બધા રંગોને જોઈ ખુશ થઈ જતાં .તો હવે આ જાતજાતનાં અને પળ પળ રંગ બદલતાં માણસોને જોઇને ફરિયાદ કરવાને બદલે ચાલો , જિંદગીના પાઠ શીખ્યાનો આનંદ માણીએ . થોડાં મોટા થયાં તો રમકડાં મળતા તો ખુશીનો ખજાનો મળી ગયો હોય તેમ લાગતું . ચાલો , હવે માટીનાં જીવતા રમકડાં સાથે દિલથી મળીને ખુશ થઈએ . થોડાંક મોટા થયાં તો રમતો રમતાં મોજ માણતા હતા. કેવી નિર્દોષ એ રમતો હતી. બારણાં પાછળ છુપાઈ જઈને કહેતા"મમ્મી , મને બારણાં પાછળથી શોધી કાઢ તો ". ચાલો ,આપણે પણ જમાનાની ભીડમાંથી ખુદને શોધી કાઢીને રાજી રાજી થઇ જઈએ . લખોટીની એ રમતમાં , બીજી બધી લખોટીને હલાવ્યાં વગર એક જ લખોટીને દૂરથી ઉડાડવા કેટલી વાર નેમ ( નિશાન ) તાકતાં . ચાલો , આજે કોઈ ધ્યેય પૂર્ણ કરવાં , બીજાં કોઈને તકલીફ આપ્યાં વગર એક ચિતે મન પરોવી લઈને એ કાર્યને સિદ્ધ કરી સંતોષની અનુભૂતિ કરીએ . એક પગ વાળીને , બીજા પગ પર શરીરનો ભાર સંભાળી , લંગડી રમતાં રમતાં , બીજાને પકડવાની કેવી મઝા પડતી . ચાલો , ખુદની ઈચ્છાઓને વાળી દઈ , કર્તવ્ય પર ભાર મૂકીને , સમયને પકડી લઇ જીવનનો આનંદ મેળવી લઈએ . આંખે પાટો બાંધી આંધળો પાટો રમતાં , અંધારામાં અથડાતાં , ભટકાતાં ભેરુને પકડી પાડતાં . ચાલો , હવે બીજાનાં દોષો આડે પાટો બાંધી , સારાં ગુણોને પકડી લઈ જીવનમાં જીત મેળવીએ . ભમરડાની રમતમાં , દોરી ખેંચી ભમરડો ફેરવતાં .ક્યારેક ભમરડો સ્થિર થઈને ફરતો , ક્યારેક ડગમગ ડગમગ થતાં એક કે બે ચક્કર ફરતો. તો ક્યારેક ઉલટો ફરતો. ચાલો , સમયની ડોર ખેંચીને , આપણે આપણા કાર્યને ફરતું કરીએ . ક્યારેક પૂર્ણ સફળતા , ક્યારેક થોડી સફળતા , તો ક્યારેક નિષ્ફળતા મળે કે પછી દાવ ઉલટો પડે તો પણ રમત રમ્યાનો આનંદ માણીએ . બચપણમાં આવી તો કેટલી રમતો રમતાં રમતાં એકબીજા સાથે લડતાં , ઝગડતાં ને પાછાં એક થઈ જતાં . એ ભેરુઓની યાદ હજુ  પણ દિલમાં અકબંધ છે. ચાલો , જિંદગીની સફરમાં પણ ક્યારેક કોઇથી મનદુઃખ થયું હોય , કોઇથી રીસાયા હોઈએ , કે પછી કોઈની કીટ્ટા પાડી હોય તો બધું ભૂલીને ફરી એક થઇ જઈએ . બાળક બનીને નિખાલસતાથી , નિર્દોષતાથી , નીસ્વાર્થતાથી જિંદગી જીવવાનો પ્રયત્ન કરીએ .
               અને પછી સોફામાંથી ઉભા થતાં જોરથી હીપ હીપ હુરરેનો નારો લગાવી જિંદગીને  નવાં રૂપમાં પરિવર્તિત કર્યાનો આનંદ મનાવીએ .
                                
                                                              -   રોહિત કાપડિયા