Translate

રવિવાર, 9 ડિસેમ્બર, 2018

તમે દૈનિક ઘટમાળમાંથી છેલ્લો બ્રેક ક્યારે લીધો?


    ૨૦૧૮નું વર્ષ પૂરું થવામાં એક મહિનાની વાર છે. સમયનું ચક્ર ફરતું રહે છે. શહેરમાં વસતા લોકો પોતાની વ્યસ્ત જિંદગીમાં એટલા મશગૂલ હોય છે કે ક્યારેક વિતતા સમય સાથે પોતાની જાત સાથે વાત કરવાનું, જીવનની ગુણવત્તાનો ક્યાસ કાઢવાનું ચૂકી જાય છે. વચ્ચે જો થોડો વિરામ લઈ વિતતા જીવન અને સમય અંગે ધ્યાન કેન્દ્રિત કરી વિચારે તો ખ્યાલ આવે કે હૃદયની શી ઈચ્છાઓ છે, શું કરવાનું બાકી છે જે જીવન પૂરું થયા પહેલા કરીશું તો સંતોષ અને સુખથી અંતિમ વિદાય લઈ શકીશું. માત્ર વરિષ્ઠ વયના નાગરિકે કરવાનું કામ નથી, મધ્યમ કે યુવા વયની વ્યક્તિ પણ પોતાના અતિ વ્યસ્ત સમયપત્રકમાંથી વચ્ચે થોડો 'બ્રેક' લઈ સમયાંતરે પ્રકારનું મનોમંથન કરે જરૂરી છે.
   એનો બીજો ફાયદો પણ થશે કે તમારા મનને એમ કરતા થોડો અતિ જરૂરી આરામ મળી રહેશે. ફરી તાજુંમાજું થઈ જશે, નવી સ્ફૂર્તિ અને ઉર્જાથી સભર બની રહેશે. ઘણી વાર દૈનિક ઘટમાળમાં આપણે એટલા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણને એવો ખ્યાલ પણ નથી આવતો કે હવે બ્રેકની જરૂર છે. આથી વર્ષે આવા એક - બે બ્રેક ફરજીયાત ચોક્કસ સમયે લેવાનો નિયમ કરવો જોઈએ જેથી સમય સરકી ના જાય અને આપણે લઈને મનોમંથન કરવાનું ચૂકી જઈએ.
       બ્રેક દરમિયાન તમે પરિવાર કે મિત્રો સાથે કે એકલા કોઈ નવી જગાએ જઈ શકો છો. તમને મનપસંદ એકાદ એવું તત્વ ત્યાં હોવું જોઈએ બસ. બ્રેક દરમિયાન તમારું દૈનિક રૂટિન તદ્દન બદલી ને બ્રેક એન્જોય કરો, બ્રેક દરમિયાન જીવનને ભરપૂર માણો. જે રૂટિનમાં કરતા હોવ કરો અને જે રૂટિનમાં કરતાં હોવ સઘળું કરો!
      બ્રેક બાદ એકાદ-બે દિવસ સાવ ખાલી રાખો, દરમિયાન કોઈ કહેતા કોઈ પ્રવૃત્તિ કરો અને પછી ફરી તમારા દૈનિક જીવનની ઘટમાળમાં પાછા જોડાવ. તમને ચોક્કસ સારું લાગશે.
        બ્રેક દરમિયાન બીજું પણ એક કામ કરી શકો. જેને તમે ખૂબ ચાહતા હોવ, જેના માટે તમે દૈનિક રૂટિન દરમિયાન પૂરતો સમય ફાળવી શકતા હોવ, તેના હ્રદયની કોઈક ઇચ્છા પૂરી કરો. એમ કરતાં તમે પોતે કેટલી ખુશી અનુભવશો અવર્ણનીય હશે.
       મારો પરિવાર ક્યારેય વિદેશ ગયો નહોતો. વર્ષે મેં બ્રેક લઈ તેમને વિદેશગમન કરાવ્યું અને એમ  કરતાં મને અને તેમને જે આનંદ આવ્યો છે તેની વાતો આવતા સપ્તાહથી બ્લોગને ઝરુખેથી કરીશ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો