ઢળતી
સાંજે અને આગળ વધતી રાતને સમયે અમે ગાઢ જંગલના એ પટ્ટામાંથી દેડકા,તેમના પારદર્શક ઇંડા,કાનખજુરા જેવા અનેક પગ ધરાવતા ચિતરી
ચડે એવા વિચિત્ર અને ડરામણા જંતુ
(Scutigera coleoptrata) ,ટેરેન્ટુલા નામના મોટા કરોળિયા અને મોટા એક પાન પર લીલા રંગની અનેક ઇયળો જોયા બાદ ફરી મુખ્ય રસ્તા પર આવી ગયાં. ધુમ્મસ મિશ્રીત ગાઢ અંધકારમાં અમારી ટોર્ચના પ્રકાશને લીધે જ અમે રસ્તા પર આગળ વધી શકતા હતા.પણ આવા અંધારામાં પણ અમે અચરજ ભરેલાં કેટલાક જીવ જોયા. ઢાલ જેવા શરીર પર વારાફરતી પીળા અને કાળા પટ્ટા ધરાવતું એક મધ્યમ કદનું જીવડું
(pill millipede) તેને અડતા
જ ગોળ દડો બની
જતું દીઠું તો થોડે આગળ
આગિયાની માસિયાઈ બહેન સમી ગ્લો-વર્મ્સ એટલે કે જેની પૂંછડી
ઝબુક ઝબુક થતી લીલી ફ્લોરોસેન્ટ લાઈટ છોડતી હતી એવી રાખોડી રંગની ઇયળ જોઈ. એક જગાએ ઝાડના
પાન પર બેઠેલું ચળકતા
પીળા રંગનું મસમોટું
ફુદું
(ગોલ્ડન એમ્પરર મોથ) દીઠું તો જતી વખતે
જ્યાં મલબાર પીટ વાઈપર સાપ, દેડકાને પકડવા યોગ-સાધનામાં બેઠેલો જોયો હતો તેને કલાકો બાદ એ જ મુદ્રામાં
ફરી એ જ જગાએ
બેઠેલો જોયો! અંધારામાં આમ અજાણી જગાએ
એકાંતમાં ભટકવાનો આવો અભૂતપૂર્વ અનુભવ માણતા માણતા અમે આવી પહોંચ્યા સત્પુરુષ હોટલના અમારા ઉતારે લગભગ સાડાનવ-દસ વાગે અને
ભૂખ સારી એવી લાગી હોવાથી તૂટી પડ્યા મહારાષ્ટ્રીયન શૈલીના ખાણા પર! સાદું પણ સાત્વિક અને
પૌષ્ટિક એવું વાળું કર્યા બાદ રૂમ પર જઈ થોડો
આરામ કર્યા બાદ નીકળી પડ્યા રાત્રિ-ભ્રમણ અને હર્પિંગ ટ્રેલના અમારા બીજા રાઉન્ડ માટે.
(Scutigera coleoptrata) ,ટેરેન્ટુલા નામના મોટા કરોળિયા અને મોટા એક પાન પર લીલા રંગની અનેક ઇયળો જોયા બાદ ફરી મુખ્ય રસ્તા પર આવી ગયાં. ધુમ્મસ મિશ્રીત ગાઢ અંધકારમાં અમારી ટોર્ચના પ્રકાશને લીધે જ અમે રસ્તા પર આગળ વધી શકતા હતા.પણ આવા અંધારામાં પણ અમે અચરજ ભરેલાં કેટલાક જીવ જોયા. ઢાલ જેવા શરીર પર વારાફરતી પીળા અને કાળા પટ્ટા ધરાવતું એક મધ્યમ કદનું જીવડું

બીજા
રાઉન્ડમાં ઓમકાર અમને અંબોલીના એક વન ઉદ્યાનમાં
લઈ ગયો.રાતે તો જોકે બધી
જગા એક સરખી જ
જણાય.માત્ર ટોર્ચ બેટરીના પ્રકાશમાં દેખાય એટલા ભાગનો તાગ મેળવી શકાય કે પ્રકાશ પડે
છે ત્યાં જમીન છે,ઘાસ છે,પાણીનું ખાબોચિયું છે કે પછી
આ વન ઉદ્યાનમાં આવેલ
નાનકડા મંદીરનું દેરું કે પાળી બાંધેલ
પાણીનો ક્યારો કે ચાલવા માટે
બનાવેલી પરસાળ.વન ઉદ્યાન હશે
ખુબ સુંદર જગા એવી કલ્પના અમે કરી શક્યાં.પ્રવેશતા જ થોડે આગળ
અમને એક ઝાડના તળીયે
તેની લાક્ષણિક અદામાં ગૂંચળું
વાળીને બેઠેલો મલબાર પીટ વાઈપર જોવા મળ્યો પણ આ હતી
તેની ગ્રીન મોર્ફ વરાઈટી એટલેકે લીલી ઝાંય ધરાવતો સાપ.
તેને
ધ્યાનથી નિહાળી,તેના ફોટા પાડી આગળ વધ્યા ત્યાં પેલા બાળકોના રમકડાના ટક ટક અવાજ
જેવો સ્વર ધરાવતા મલબાર ગ્લાઈડિંગ ફ્રોગ નો અવાજ સંભળાયો.તે ઝાડ પર
ક્યાંક ઉંચી ડાળ પર માદાને આકર્ષવા
ડ્રાઉં ડ્રાઉં કરી રહ્યો હતો અમને નીચેથી તેના શરીરનો તળીયાનો ભાગ જ દેખાતો હતો
એ પણ ખાસ્સે ઉંચે
હોવાને લીધે બરાબર નહિ,પણ થોડે જ
આગળ આકસ્મિક ઝાડના થડ પર અધવચ્ચે
ફૂટી નિકળેલા એકાદ પર્ણ પર ચિપકીને બેઠેલો
પોપટી રંગનો આ દેડકો જોવા
મળ્યો.
તે ખુબ સુંદર
દેખાતો હતો.પાતળું લાંબુ શરીર ધરાવતો આ દેડકો જમીન
પરથી એટલો લાંબો કૂદકો મારે છે કે જાણે
હવામાં તરતો તરતો ઝાડ ઉપર ચડી જાય!ઈંડા મૂકવા તે પાણીમાં ખાસ
પ્રકારનો ફીણફોદા ધરાવતો માળો બનાવે છે જે અમને
સવારે બરાબર રીતે જોવા મળ્યો. અમારા આશ્ચર્ય વચ્ચે દૂર અમને અન્ય કેટલીક ટોર્ચના અજવાળા આમતેમ ફરતા માલૂમ પડ્યાં.ઓમકારના કોલેજના પ્રોફેસર પણ એક ગ્રુપને
લઈને વન ઉદ્યાનમાં રાત્રિ
ભ્રમણ કરવા આવ્યા હતાં.તેમને અલપ-ઝલપ મળી અમે આગળ વધ્યાં.આગળ જુદા જુદા પ્રકાર નાં દેડકાઓની કેટલીક જાતો જોવા મળી.જેમકે શરીર પર ત્રણ રંગના
ઉભા પટ્ટા ધરાવતો દેડકો,બેઠા ઘાટનો નાનકડો ચપળ તપખિરીયો દેડકો વગેરે. આપણે ત્યાં જોવા મળતા
કાચિંડા સહિત ઘણી નવી જાતની ગરોળીઓ (Gecko) જોવા મળી.ઝાડના ખરબચડા ભીના થડ પર ઘણી
વાર તો આ ગરોળીઓના
ઘેરા રંગ અને શરીર પરનાં રંગીન પટ્ટા એટલા આબેહૂબ એકેમેક સાથે ભળી જતા જોવા મળે કે આ ગરોળીઓને
સામાન્ય માણસ શોધી જ ન શકે
પણ ઓમકારની નિષ્ણાત નજર તેમને તરત સ્પોટ કરી લેતી અને તે અમને આ
ગરોળીઓ બતાવી તેમના વિશે માહિતી આપતો.
એક-દોઢ વાગ્યા સુધી વન ઉદ્યાનમાં રખડપટ્ટી
કરી અમે ફરી સત્પુરુષની
રુમ પર પહોંચ્યા અને
જે જે જીવો જોયા
હતા તેની નોંધ કરી સૂઈ ગયાં.સરસ ઉંઘ આવી. સવારે ઉઠી કાંદા-પોહા અને અહિની ખાસ ઉત્તપા-ઢોસા જેવી એક વાનગી આરોગી
ચા-પાણી પતાવી ફ્રેશ થયાં. સત્પુરુષ હોટલના રૂમ એટલે બેઠા ઘાટની ચાર-પાંચ ઓરડીઓ.
ફાઈવ સ્ટાર હોટલ જેવી લક્ઝુરી કે સુવિધાઓ ભલે અહિ નહોતી પણ પ્રક્રુતિની સુંદર ગોદમાં આવેલી આ જગા અમને તો બેહદ પસંદ પડી ગયેલી.અને અગાઉ જણાવ્યું તેમ આ ઓરડીઓની આસપાસ પણ નાનું એવું જંગલ જ હતું!ઓરડીની બહાર પણ અનેક ઝાડ-છોડ-વેલા ઉગાડેલા હતાં અને અહિ પણ અનેક ફુદા-કરોળિયા-ગોકળગાય-સ્લગ-પતંગિયા-ભમરી વગેરે જીવ જોવા મળ્યાં. નાહી-ધોઈ ફ્રેશ થઈ ફરી અમે
અંબોલીના વન ઉદ્યાનમાં લટાર
મારવા ગયાં અને આ વખતે દિવસના
પ્રકાશમાં તેનું તદ્દન નોખું રૂપ જોવા મળ્યું.આ જગા ખુબ
સુંદર હતી.અનેક લીલાછમ ઝાડ,શંકરનું નાનકડું મંદીર

,પાણીના ફુવારા માટે બનાવેલા કુંડ,ચાલવા માટે બનાવેલ પગથીઓ,બાળકો માટે રમવાના સાધનો,ઝૂલા,વચ્ચે એક જગાએ ગોળાકાર
પાણીના કૂંડમાં હાથીનું રંગીન શિલ્પ આ બધું જોઈ
મનને અનેરા આનંદ અને શાંતિનો અનુભવ થયો.અમારા આશ્ચર્ય વચ્ચે ગાયબ હતી તો માત્ર રાતે
ખળભળતી જીવંત જીવસ્રુષ્ટિ!અત્યારે ઝાડ પર નહોતા દેખાતા
સાપ કે દેડકા કે
ગરોળીઓ કે જાતજાતના પેલા
રંગબેરંગી જીવડાં!

ફાઈવ સ્ટાર હોટલ જેવી લક્ઝુરી કે સુવિધાઓ ભલે અહિ નહોતી પણ પ્રક્રુતિની સુંદર ગોદમાં આવેલી આ જગા અમને તો બેહદ પસંદ પડી ગયેલી.અને અગાઉ જણાવ્યું તેમ આ ઓરડીઓની આસપાસ પણ નાનું એવું જંગલ જ હતું!ઓરડીની બહાર પણ અનેક ઝાડ-છોડ-વેલા ઉગાડેલા હતાં અને અહિ પણ અનેક ફુદા-કરોળિયા-ગોકળગાય-સ્લગ-પતંગિયા-ભમરી વગેરે જીવ જોવા મળ્યાં. નાહી-ધોઈ ફ્રેશ થઈ ફરી અમે



બપોરે
હોટલ પાછા ફરી જમ્યાં અને થોડો આરામ કર્યા બાદ ઉપડ્યા મહાદેવ ગઢની સફરે.ત્રણ - ચાર કિલોમીટર ચાલીને આ પ્રખ્યાત પોઇન્ટ
પર ગયા.અહિં કોઈ કિલ્લો ન હતો પણ
અન્ય હવા ખાવાના સ્થળો પરના પોઇન્ટની જેમજ એક જગાએ રેલિંગ
બિછાવી , થોડી ઘણી બેઠકો ની વ્યવસ્થા કરેલી
હતી.વાતાવરણ અહિ ઘણું જ સુંદર હતું.વાદળ અમારી આસપાસ રમતાં હતાં!
એકાદ મોટું વાદળું આવીને પસાર થઈ જાય એટલે
ખીણની સુંદરતા અને દૂર સુધી માત્ર હરિયાળી અને પહાડોનું સુંદર દર્શન થાય પણ ફરી એકાદ
વાદળું આવી ચડે અને બધું ગાયબ! અમે અંધારું થતા સુધી અહિ જ બેસી,વાતો
કરી સમય પસાર કર્યો અને ત્યાંથી પાછા ફરતા પહેલા એક ઠેલા-સ્ટોલ
પર ચાપાણી નાસ્તો કરી અમારી પરત યાત્રા આરંભી.

પરત
ફરતી વખતે પણ ફરી વાર
અંધારા જંગલમાંથી પસાર થતી વખતે રસ્તાની બંને બાજુએ એ જ ભીના
લીલાછમ ઝાડ , તેમના પર બેઠેલા સાપ,જીવ-જંતુઓ વગેરેને નિહાળતા, તેમના ફોટા પાડતા બેટરી તથા ટોર્ચના પ્રકાશ વડે આગળ વધતા છ રેનકોટ ધારી
યુવાનો એટલે કે અમે વન્ય
માહોલને શ્વાસમાં ભરતા ભરતા આગળ ધપી રહ્યાં. 
આ વખતે માર્ગમાં
એક મહાકાય દેડકો જોવા મળ્યો,
સાથે કેટલાક નવા પ્રકારનાં ફૂદાં

અને જંતુઓ,કેટલાક જંગલમાં જ ઉગતા અખાદ્ય
ફળો તથા નવા પ્રકારના ફૂલ પણ જોયાં.છેવટે
બે નવા આકર્ષક જીવ જોવા મળ્યા.પહેલો લીલોછમ લાંબો વિષધારી બામ્બૂ પીટ વાઈપર 
જે આ પ્રદેશમાં
સામાન્ય રીતે ઓછો જોવા મળે છે.તે બિનવિષારી
વાઈન સ્નેક જેવોજ દેખાય પણ ઓમકારે સમજાવ્યું
તેમ આ સાપનું મોઢું
આગળથી ત્રિકોણાકાર પ્રકારની ખાસ રચના ધરાવે છે જ્યારે વાઈન
સ્નેક
નું મોઢું આવો આકાર ધરાવતું નથી. બંને નો રંગ પોપટી
જેવો આકર્ષક અને શરીરનું તળીયું પીળું. લંબાઈ પણ લગભગ સરખી
પણ એક ઝેરી અને
બીજો બિનઝેરી. બીજો જીવ એ એક આજ
પ્રદેશમાં જોવા મળતો જાંબલી પગ ધરાવતો કરચલો
જેને વન્ય જીવો અને તેમાં વિશેષ રસ ધરાવતા બાળ
ઠાકરે પરીવારના યુવાન સભ્ય ઉદ્ધવ ઠાકરે ના પુત્ર તેજસ
ઠાકરે એ શોધી કાઢ્યો
હતો અને તેના નામ પરથી આ કરચલાનું નામ
આપવામાં આવ્યું છે. કેટલાક ઝાડની ડાળીમાં લપાઈને બેઠેલા પંખીઓના જોડા પણ જોવા મળ્યાં.ફરી ત્રણ-ચાર કિલોમીટરનું અંતર પગે ચાલીને કાપતા અમે સત્પુરુષ હોટલ પર આવી પહોંચ્યા
અને વાળુ કરી લીધા બાદ રૂમ પર જઈ ફ્રેશ
થઈ અમારી છેલ્લી અને પાંચમી હર્પિંગ ટ્રેલ પર જવા નિકળ્યાં.









પાંચમી
ટ્રેલ વન ઉદ્યાન પાસેથી
જ પસાર થતા માર્ગે થઈ થોડે આગળ
ખેતરોમાં કરી જ્યાં અનેક દેડકા 


જોવા મળ્યાં અને કેટલીક અલગ જાતની
ગરોળીઓ જોવા મળી.સૌથી લાંબો પાંચ-છ ફૂટનો લીલો
બિનઝેરી વાઈન સ્નેક
પણ સાવ નજીકથી
અને ધરાઈને જોયો.પાછા ફર્યા બાદ એક મિત્રના પગે
ચોંટેલી જળો પણ જોઈ.મિત્રના
પગે ચોંટી એણે લોહી પીવાનું ચાલુ જ કર્યું હતું
પણ મિત્રે તેને સિફતથી દૂર કરી અને વચ્ચેનું શરીર ઉંચુ કરી ઘોડાની નાળ જેવો આકાર બનાવી ચાલતી એ જળોએ આ
જીવ મેં પહેલા ક્યારેય પ્રત્યક્ષ ન જોયો હોવાથી
તેને જોવાની મારી તીવ્ર ઇચ્છા પૂરી કરી! બીજે દિવસે સવારે રીક્ષામાં બેસી અંબોલીનો ઘાટ ઉતરી,વચ્ચે એક ભવ્ય જળધોધ
જોઈ સાવંતવાડી સ્ટેશન આવી પહોંચ્યા જ્યાંનુ સ્ટેશન મને ખુબ ગમ્યું.
અહિં ટોઇલેટ પણ ફોરેનમાં જોવા
મળે છે તે પ્રકારનું
અદ્યતન અને ચોખ્ખું હતું.ગાડી આવવાને વાર હતી એટલે સ્ટેશન પરથી ખાવાપીવાની ચીજવસ્તુઓની ખરીદી કરી અને પછી ગાડીમાં બેસી ફરી પાછા દાદર આવી અમારી આ યાદગાર અનોખી
યાત્રાનું સમાપન કર્યું.






આવી
તથા પશુ-પંખીઓનો અભ્યાસ કરાવતી અને સાથે પ્રક્રુતિ સાથે તાદાત્મ્ય કેળવવાની તક પૂરી પાડતી
આવી અન્ય યાત્રાઓ માટે તમે ઓમકાર અધિકારીનો 88986 82777 આ નંબર પર
સંપર્ક કરી શકો છો અને મારી
આ હર્પિંગ ટ્રેલ દરમ્યાન લીધેલી કેટલીક સુંદર રંગીન તસવીરો તમે આ કટારની બ્લોગ-વેબસાઈટ
blognezarookhethee.blogspot.com પર
જઈને જોઈ શકો છો.
(સંપૂર્ણ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો