Translate

મંગળવાર, 8 ઑગસ્ટ, 2017

ચોમાસામાં ટ્રેકિંગની મજા

ચોમાસુ એટલે ટ્રેકિંગનો સમય.પ્રકૃતિ પ્રેમીઓ કુદરતનો ખોળો ખૂંદવા સમયની રાહ જોતા હોય! ઉનાળામાં ગરમીથી હાલ બેહાલ થયા બાદ ચોમાસુ આવે એટલે તરત મહારાષ્ટ્રમાં મુંબઈની નજીક આવેલા ઘણાં સ્થળોએ મુંબઈગરા ટ્રેકિંગની મજા માણવા નિકળી પડે છે. ઘણાંખરા કિલ્લાઓ, પહાડો-ટેકરીઓ પર આવ્યા હોવાથી આવે સ્થળે સાહસવીરો ચડાણ કરી ટ્રેકિંગની મજા માણે છે. વરસતાં વરસાદમાં જંગલ જેવા પ્રદેશમાં થઈ આવા ટેકરી-પર્વત વાળા વિસ્તારમાં ટ્રેકિંગ કરવાની મજા કંઈક ઓર છે! અત્યાર સુધી મેં મુંબઈથી આમ તો દૂર ગણાય એવા વિસ્તારોમાં ટ્રેકિંગની મજા માણી હતી પણ ગત સપ્તાહે મુંબઈમાં સાવ નજીક બોરિવલી ખાતે આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં ટ્રેકિંગની મજા માણી અને પેબ, વાંગણી, નાખિંડ, વિસાપુર, લોહગઢ, હરિશ્ચંદ્ર ગઢ, પ્રબલગઢ, માથેરાન, કોરાઈગઢ, માલશેજ વગેરે સ્થળોએ ભૂતકાળમાં માણેલી ટ્રેકિંગની મજા અને અદભૂત ક્ષણોની મીઠી મધુરી સ્મૃતિ ફરી તાજી થઈ ગઈ!
બી.એન.એચ.એસ.સંસ્થા ૧૩૩ વર્ષોથી પર્યાવરણની જાળવણી અને ક્ષેત્રે સંશોધનની દિશામાં કાર્યરત છે. ઓફિસમાં અમે બી.એન.એચ.એસ.સંસ્થાનું કોર્પોરેટ સભ્યપદ વર્ષોથી લેતા આવ્યા છીએ અને હેઠળ દર વર્ષે એક નેચર ટ્રેલનું આયોજન થાય. નેચર ટ્રેલ એટલે એમાં સરળ હરીત માર્ગ પર માત્ર ચાલવાનું હોય.ટ્રેકીંગની જેમ ચડવાનું નહિ.નેચરટ્રેલમાં પચીસ-ત્રીસ લોકોનું ગ્રુપ બી.એન.એચ.એસ. ના ત્રણ-ચાર નિષ્ણાત સભ્યો સાથે જંગલ જેવા લીલાછમ વિસ્તારમાં ચાલે અને માર્ગમાં આવતા ઝાડ-છોડ-પશુ-પંખી-જંતુઓ વિશે માહિતીની આપલે કરે. પાંચેક વર્ષથી આવી નેચર ટ્રેલની મજા માણ્યા બાદ વર્ષે મને થયું કે મારે મારા ઓફિસ કલીગ્સને ટ્રેકિંગનો યાદગાર અનુભવ કરાવવો જોઇએ.એટલે બી.એન.એચ.એસ. ને વિનંતી કરી કે વખતે અમને ટ્રેકિંગ કરાવો! બાવીસમી જુલાઈની શનિવારની સવારે નેશનલ પાર્કમાં આવેલી કાન્હેરીની ગુફાઓ પાસે જંગલ જેવા વિસ્તારમાં ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું. વખતે ૨૦-૩૦ની જગાએ સાહીઠ જણે ટ્રેકિંગ પર આવવામાં રસ દાખવ્યો અને આખા કાફલાને ટ્રેકિંગ પર લઈ જવાની જવાબદારી મારે માથે હતી. બે બસ નક્કી કરી.એક વેસ્ટ્રન એક્સ્પ્રેસ હાઈવે થી વાંદરા-અંધેરી-મલાડ થઈ બોરિવલી નેશનલ પાર્ક પહોંચે અને બીજી ઈસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે થી પવઈ-થાણે-ઘોડબંદર રોડ થઈ બોરિવલી નેશનલ પાર્ક પહોંચે એમ નક્કી કર્યું.
 દર નેચર ટ્રેલ વખતે હું મલાડમાં રહેતા એક સન્નારી લીનાબેનને ઘરે બનાવેલા નાસ્તાનો ઓર્ડર અપાવું અને થેપલા-સુકી ભાજી-ઢોકળા વગેરેનો નાસ્તો બધાંને ખુબ ભાવે! વખતે પણ એંસી ફુડ-પેકેટ્સ બનાવવાનો તેમને ઓર્ડર આપ્યો હતો અને હું બે રીક્ષાઓમાં બધા નાસ્તાના પેકેટ્સ લઈ મલાડથી બસમાં ચડવાનો હતો.  શનિવારની ભીની-ભીની સવારે મારા નિકળવાના સમયે બારે મેઘ ખાંગા થયા અને રસ્તા પર ઘૂંટણ ભેર પાણી! એક રીક્ષામાં લીનાબેનના ઘર સુધી નાસ્તાના પેકેટ્સ લેવા તો પહોંચ્યો પણ તેમના બિલ્ડીંગ નીચે તો પાણીની નદી! મને ત્યાં સુધી લઈ ગયેલ રીક્ષાવાળો પણ ભાગી ગયો! હવે હાઈવે સુધી એંસી પેકેટ્સ લઈ જવા શી રીતે? વરસાદ અટકવાનું નામ નહોતો લેતો.સાથે બસ સાથે કો-ઓર્ડીનેશન કરતા કરતા ફોન પણ ખરાબ થઈ ગયો અને માત્ર સ્પીકર ચાલુ રાખું તો વાત થાય એવી પરિસ્થિતી ઉભી થઈ. ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે વાળી બસ મોડી પડી હતી અને એના ડ્રાઈવર સાથે માર્ગ પહેલેથી ચર્ચ્યો હોવાને લીધે અંગેના પણ ઉપરાઉપરી ફોન! કેટલીક ક્ષણોમાં મારી હાલત જોવા જેવી હતી! પણ ભાવના સારી હોય ત્યારે પરિસ્થિતી થાળે પડી જતી હોય છે. મારી સાથે નાસ્તાના પેકેટ્સ બસમાં ઉતારવા આવનાર કાકાએ ત્યાં એક રીક્ષા-ટેમ્પો વાળો શોધી કાઢ્યો! ચાલીસ-પચાસ રુપિયામાં સામાન્ય રીક્ષા લઈ જાય રૂટના ટેમ્પાવાળાએ બસો માંગ્યા પણ આવી સ્થિતીમાં એવો બધો વિચાર કરાય? તરત હું અને કાકા એંસી ફુડ પેકેટ્સ મિનિ-ટેમ્પામાં ચડાવી રવાના થયા હાઈવે ભણી! બસ અમારી રાહ જોતી ઉભી હતી. કાકાને પચાસ રુપિયા હાથમાં પકડાવી અને મિનિ-ટેમ્પાવાળાને બસોની જગાએ અઢીસો રુપિયા આપી બસની સવારી શરૂ કરી!
થોડી વારમાં પહોંચી ગયા નેશનલ પાર્ક. બીજી બસ હજી અડધો કલાક મોડી પહોંચવાની હતી. અમારી બસ વાળા બધાં વરસાદ અટકવાનું નામ લઈ રહ્યો હોવાને કારણે ઉત્સાહમાં હતાં! હવે તો હું પણ ફુડ પેકેટ્સ સહિત અહિ સુધી પહોંચી ગયાની ખુશીમાં ગેલમાં આવી ગયો હતો! બી.એન.એચ.એસ. ના -સાત સભ્યો પણ અમને મળ્યાં અને અમે નાસ્તો શરૂ કરી દીધો! બીજી બસ આવી પહોંચતા તેમના ભાગના નાસ્તાનાં પેકેટ્સ તેમને આપી દઈ હવે અમે બસમાં રવાના થયા કાન્હેરી ગુફાઓ તરફ. પાંચેક કિલોમીટરની લીલી-લીલી-ભીની-ભીની બસ સવારી બાદ અમે જઈ પહોંચ્યા જગાએ જ્યાંથી ટ્રેકિંગ શરૂ કરવાનું હતું.
વરસાદ મૂશળધાર વરસી રહ્યો હતો અને અમે શરૂ કર્યું ટ્રેકિંગ. બી.એન.એચ.એસ. ના બે-ત્રણ સભ્યો સૌથી આગળ અને બાકીના સૌથી પાછળ.વચ્ચે અમે સાહીઠ જણ. માર્ગ થોડો વિકટ હતો એટલે દસ વર્ષના એક બચ્ચા સિવાય કોઈએ બાળક સાથે નહોતું લીધું. મેં તો પેહેલેથી છત્રી સાથે રાખી નહોતી. પલળવા તો આવ્યા હતાં! કેટલાક લોકોએ રેન્કોટ-વિન્ડ્ચીટર્સ પહેર્યાં હતાં.પણ સૌ આકાશમાંથી અવિરત વરસી રહેલી જળધારાઓને ઝીલતા ઝીલતા માણતા માણતા આગળ વધી રહ્યાં હતાં. કેટલાક માટે તો અનુભવ પહેલવહેલો હતો. તેઓ ખુબ વધુ ઉત્સાહમાં હતાં. તડકાનું કે ગરમીનું તો નામો-નિશાન નહોતું. ઝાડી-ઝાંખરામાંથી માર્ગ કરતા કરતા માટીના ઉબડ-ખાબડ રસ્તા પર ચાલતા ચાલતા વચ્ચે ઝરણાં-નદી જેવા પાણીના પ્રવાહમાં પગ બોળતા કુદરત સાથે જાણે અમે સૌ ક્ષણો દરમ્યાન એક થઈ ગયા હતા!  આને કહેવાયને કનેક્ટીંગ વિથ નેચર! એક જણે તો એવી કમેન્ટ મારી કે અત્યાર સુધી ડિસ્કવરી ચેનલ પર આવા જંગલ જોયા હતા!લાગે છે જાણે આપણે અમેઝોનના જંગલમાં ચાલી રહ્યાં હોઇએ!
દોઢેક કલાક ચાલ્યા બાદ એક ખુલ્લી મેદાન જેવી જગા આવી જે ખાસ્સી ઉંચાઈએ હતી અને અહિથી નેશનલ પાર્કનું સારું એવું જંગલ દ્ર્ષ્ટીગોચર થઈ રહ્યું હતું. દૂર દૂર સુધી માત્ર લીલોતરી. હજી કાન્હેરીની ગુફાઓ અહિથી દેખાતી નહોતી. થોડે દૂર શહેર અને ઉંચી પાંચ- ઇમારતો જાણે ડોકિયું કરી જંગલને જોઈ રહ્યા હોય  એવું દ્રષ્ય ઉભું થતું હતુંહવે વરસાદ થોડો અટક્યો હતો એટલે અહિ લોકોએ મનભરી દ્રષ્યો માણ્યાં અને ધરાઈને ફોટા-સેલ્ફી પાડ્યાં.
એક-બે વાતો મારે થોડા આકરા થઈને કરવી પડી. જેમકે કેટલાક લોકો અત્યુત્સાહમાં આવી બૂમો પાડતા હતા ત્યારે એમને સમજાવવું પડ્યું કે આપણે અહિ પિકનિક મનાવવા કે શોરબકોર કરી પશુ-પંખીઓના દૈનિક જીવનમાં ખલેલ પાડવા નથી આવ્યાં એટલે રાગડા તાણવા. કેટલાક વળી વારે વારે સેલ્ફીઓ પાડવામાંથી ઉંચા નહોતા આવતા. કેટલીક જગાઓએ તો ભયજનક સ્થિતીમાં તેઓ સેલ્ફી કે ફોટા પાડવા તૈયાર થતા હતા એટલે એમને એમ કરતા અટકાવી તાજેતરમાં ઘટેલા કેટલીયે સેલ્ફી-દુર્ઘટનાઓ યાદ કરાવવી પડી. ખબર નહિ કેમ આજકાલ લોકોને ફોટા-પડાવવાની અને સેલ્ફીઓ લેવાની ઘેલછા ઉપડે છે. મોટે ભાગે ફોટા પછી તો ભાગ્યે જોવામાં આવતા હોય છે.ઘણી વારતો ફોટાની લ્હાયમાં તમે પ્રકૃતિને માણવાનું અને યાદગાર ક્ષણો જીવવાનું ભૂલી જાઓ છો!
થોડા વધુ આગળ વધ્યા એટલે એક મોટો જળધોધ આવ્યો. ઉંચાઈએથી ધસી રહેલ અગાધ જળરાશિ અનેરો અવાજ અને મનમાં એવાજ કંપન પેદા કરી રહી હતી.  ભાગ્યે કોઈ હશે જેને આવા જળધોધનું આકર્ષણ થાય! અહિ ખુબ મજા કર્યાં બાદ થોડા આગળ વધ્યાં ત્યાં ફરી એક મોટું મેદાન આવ્યું જ્યાંથી હવે કાન્હેરીની ગુફાઓ દેખાતી હતીહવે અમારે નીચે ઉતરવાનું હતું.એક સ્થળ એવું આવ્યું જ્યાં થોડે દૂર અનેક રંગબેરંગી પતંગિયા ઉડાઉડ કરી રહ્યાં હતાં! જાણે ધરતી પર ઉતરી આવેલા દેવદૂતો! દુનિયાના સૌથી નાના પક્ષી હમિંગ-બર્ડને મળતા આવતા હમિંગ-બર્ડ બી અથવા હમિંગ બર્ડ મોથ (ફૂદા)ને જોયું. કપરકાબી આકારના ફળો ધરાવતી 

એક વનસ્પતિ જોઈ અને કેસરી પીળાશ પડતી સુંદર ફુગ પણ એક થડના લાકડા પર નજરે ચડી. બસ હતી પ્રવાસની છેલ્લી થોડી-ઘણી સુખદ ક્ષણો.
  


પછીતો અમે કાન્હેરી ગુફાઓ પાસે આવી ગયા જ્યાં ઘણી ભીડ જોવા મળી અને અહિ અમારી યાદગાર ટ્રેક પુરી થઈ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો