Translate

બુધવાર, 2 નવેમ્બર, 2016

નવા વર્ષે ઇશ્વરને પ્રાર્થના...

આજે આપણા ગુજરાતી નવા વર્ષનો પ્રથમ દિવસ છે. તમને સૌ વાચક મિત્રોને મારા દિલથી સાલ મુબારક!
ઇશ્વરને પ્રાર્થના કે આવનારૂ નવુ વર્ષ આપણા સૌ માટે સુખ, શાંતિ, સફળતા, મૃદ્ધિ અને સંતોષના સકારાત્મક તત્વો ભર્યું બની રહે અને આપણે સદભાવ, સહિષ્ણુતા, સૌહાર્દ જેવા સદગુણો અપનાવી આપણી આસપાસના સૌ લોકો માટે પણ નવુ વર્ષ સારું , સરસ બનાવી દઈએ
ઇશ્વરને પ્રાર્થના કે આપણને સૌને નવા વર્ષમાં  થોડા વધુ સભાન બનાવે જેથી આપણે આપણા હિતેચ્છુઓ, પરીવારજનો અને આસપાસના સર્વે લોકોની સંવેદના સમજી શકીએ અને સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે અને સમગ્ર સૃષ્ટિ પ્રત્યે થોડા વધુ જવાબદાર અને કાળજી કરનારા બની રહીએ
ઇશ્વરને પ્રાર્થના કે આપણને સૌને નવા વર્ષમાં ક્રોધ, રોષ, લોભ-લાલચ, મદ, મોહ વગેરે વિકારોથી મુક્ત બનાવે જેથી જીવન થોડુ વધુ સરળ અને જીવવા લાયક બની શકે
ઇશ્વરને પ્રાર્થના કે આપણને સૌને નવા વર્ષમાં  સ્પષ્ટ વક્તા બનાવે જેથી આપણે ગોળ ગોળ વાત કરવાની જગાએ આપણા મનોભાવ સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી શકીએ અને સામે વાળાને આપણી અપેક્ષાઓ વગેરે સહજતાથી સમજાવી શકીએ...
ઇશ્વરને પ્રાર્થના કે આપણને સૌને નવા વર્ષમાં થોડા ઓછા સ્વકેન્દ્રી અને સ્વાર્થી બનાવે જેથી આપણે અન્યોનો , અન્યોના હિતો નો અને સમષ્ટિનો વિચાર કરતા શિખીએ અને પ્રમાણે નિર્ણયો લઈએ, વર્તીએ...
ઇશ્વરને પ્રાર્થના કે આપણને સૌને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપે જેથી જીવનમાં, કાર્ય ક્ષેત્રમાં પાછળથી પસ્તાવાનો વારો આવે ...
ઇશ્વરને પ્રાર્થના કે આપણે  સૌ  જીવનમાં સાચા મૂલ્યો ને સમજીએ અને પૈસા તથા અન્ય વૈભવો પાછળ દોડવાની જગાએ પરીવર જનોને સમય આપીએ અને તેમની સાથે વધુ સમય ગાળી શકીએ...
ઇશ્વરને પ્રાર્થના કે આપણને સૌને નવા વર્ષમાં બાળક જેવી નિર્દોષતા આપે અને તેની જેમ દંભ કે સ્વાર્થ રહિત હસતા શિખવે…
ઇશ્વરને પ્રાર્થના  કે જગત અને જીવનને વધુ સુંદર અને વધુ જીવવા લાયક બનાવે...

અસ્તુ !

2 ટિપ્પણીઓ:

  1. સુશીલા ગોસરાણી, એચ.સી.મહેતા6 નવેમ્બર, 2016 એ 02:39 AM વાગ્યે

    'નવા વર્ષે ઇશ્વરને પ્રાર્થના…' બ્લોગમાં વ્યક્ત થયેલા વિચારો અતિ સુંદર હતા.વાંચી ખુબ આનંદ આવ્યો.

    જવાબ આપોકાઢી નાખો
  2. ઘનશ્યામ એચ ભરુચા6 નવેમ્બર, 2016 એ 02:41 AM વાગ્યે

    'નવા વર્ષે ઇશ્વરને પ્રાર્થના…' બ્લોગ વાંચીને વિચાર આવ્યાં કે નવાં વર્ષ પ્રસંગે આપણે સૌએ ઇશ્વરને હદયપૂર્વક પ્રાર્થના કરવી જોઇએ કે તારા બનાવેલા ભગવદ્વિવિચારેા ઘરે ઘરે પહોંચતા કરું. વૃદ્ધજનોની સેવા કરીને તેમના આશીર્વાદ મેળવું .નકામા ખર્ચા પર કાપ મૂકીને ભવિષ્ય ઉજજળ બનાવું.

    જવાબ આપોકાઢી નાખો