Translate

ગુરુવાર, 13 નવેમ્બર, 2014

પૂજાપો? જળમાં પધરાવો!


મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં વાલકેશ્વર મંદિરના સંકુલમાં આવેલું બાણગંગા તળાવ  મુંબઇના હેરિટેજ સ્થળોની યાદીમાં સ્થાન ધરાવતું એક પ્રાચીન અને સુંદર સ્થળ છે. તાજેતરમાં સંપન્ન થયેલ દિવાળી પર્વ બાદ એક ખાસ દિવસે ધાર્મિક પરંપરા મુજબ હજારો લોકોએ સુંદર અને વિત્ર ગણાતા તળાવમાં ભગવાનની પૂજા કર્યા બાદ હજારો ટન પૂજાસામગ્રી અને કચરો જળમાં પધરાવ્યાં. બીજા દિવસે     વારે બાણગંગા તળાવ કેવું દેખાતું હતું તેની તસવીરો મોટા ભાગના અખબારોમાં એક દુ:ખદ સમાચાર સાથે જોવા મળી. તસવીરો જોયા બાદ કોઇ બાણગંગા સરોવરને સુંદર કહે એટલી ગંદકી તેમાં કચરા રૂપે તરી રહેલી જોવા મળી હતી. દુ:ખદ સમાચાર હતા કે ગંદકી માત્ર કચરાની નહિ પરંતુ કચરા અને તેના કારણે ફેલાયેલા જળપ્રદૂષણથી  જીવ ગુમાવી બેસેલી હજારો માછલીઓની તરતી લાશોની હતી. દ્રષ્ય એટલું અરૂચિકર  હતું કે કોઇ પણ સંવેદનશીલ મનુષ્યનું કાળજુ જોઇ કંપી ઉઠે.

                તસવીરો જોઇ અને સાથેનો અહેવાલ વાંચી મને વિચાર આવ્યો કે તો એક ઉદાહરણીય પ્રસંગ માત્ર  હતો. ઘણી વાર આપણે પણ જાણ્યે-અજાણ્યે રીતે ધાર્મિક  માન્યતા કે અંધશ્રદ્ધાથી પ્રેરાઇ  કેટલાય જળજીવોના અસ્તિત્વને  જોખમમાં મૂકતા હોઇશું. ઘરમાં પૂજાપાનો, ભગવાનને ચડાવેલા ફૂલહારનો કે એવો કોઇ પણ ભગવાન સાથે સંકળાયેલો કચરો ભેગો કરી,ક્યારેક તો તેને પ્લાસ્ટીકની  થેલીમાં સંગ્રહી થેલી સહિત દરિયામાં કે અન્ય જળાશયમાં પધરવતા હોઇએ છીએ. ઘણી વાર ભગવાનનાં જૂના ફોટા કે મૂર્તિ લોકો ચોરી-છૂપીથી મંદિરમાં કે કોઈ પીપળાના ઝાડ નીચે મૂકી આવતાં હોય છે! પાછળ ભગવાન ને નારાજ કરવાનો ડર છૂપાયેલો હોય છે. કોઇ પણ ધાર્મિક તહેવાર બાદ પણ પૂજાપા ની કે અન્ય પ્રકારની  સામગ્રીનો આપણે જળમાં પધરાવીને નિકાલ કરતા હોઇએ છીએ. એટલું નહિ, ભગવાનનો ફોટો ધરાવતા જૂના કેલેન્ડર કે અન્ય ચીજવસ્તુઓ પણ પસ્તી કે ભંગારમાં આપતા જળમાં પધરાવતા હોઇએ છીએ. વે જ્યાં સુધી આ પ્રકારના પદાર્થો પર્યાવરણને હાનિકર્તા હોય ત્યાં સુધી  ઠીક પણ જો જળજીવોનો જીવ લેનારા સાબિત થાય તો ભગવાન શું ક્રોધે નહિ ભરાય્? શું જીવ હત્યાનું પાપ લાગે? પ્રશ્નોનો પણ વિચાર કરવો જોઇએ.

ગણેશોત્સ​વ કે વરાત્રિ જેવા તહેવારો બાદ જ્યારે પ્લાસ્ટર ઓફ પેરીસ જેવા પર્યાવરણને અત્યંત નુકસાન પહોંચાડનારા પદાર્થમાંથી બનાવેલ ભગવાનની મૂર્તિ કે ગરબા અથવા સુશોભન માટે વપરાયેલ થર્મોકોલ કે અન્ય બાયોડિગ્રેડેબલ હોય તેવા પદાર્થો જળમાં પધરાવ​વામાં આવે છે ત્યારે તે  જળપરિસરને ઘણું મોટું નુકસાન પહોંચાડે છે. આવે સમયે જળાશય પાસે નિર્માલ્ય કળશ મૂક્યા હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરતાં ખચકાય છે. ચોપાટીના દરિયા કિનારે પણ આવા મોટા નિર્માલ્ય કળશ બારે માસ મૂકેલા હોય છે પણ તેનો યોગ્ય ઉપયોગ લોકો કરે છે  ખરા?

એક તરફ ગંગા નદીને ભારતીયો અતિ વિત્ર ગણે છે પણ તેમાં આપણે ફેલાવેલા પ્રદૂષણને કારણે ગંગા એટલી મેલી ચૂકી છે કે તેને ફરી શુદ્ધ કરવા કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ તે આવનારા લાંબા સમય સુધી સ્વચ્છ શકશે કે કેમ સામે પ્રશ્નાર્થ છે.

અંગે આપણે થોડા સભાન જળપ્રદૂષણ  ફેલાવવામાં  પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સહભાગી   બનીએ માટે ઘટતું કરીશું?

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો