Translate

સોમવાર, 5 મે, 2014

ગેસ્ટ બ્લોગ : કમલાબેનની કહાણી


- રિદ્ધિમા શર્મા



પ્રસ્તુત તસ્વીર કમલાબેનની છે. ૭૮ વર્ષના એક હિંમતવાન વૃદ્ધ મહિલા જેમને હું મુંબઈની લોકલ ટ્રેનમાં મળી. તે લોકલ ટ્રેન્સમાં ફરીને પ્રવાસીઓને નાના નાના કડા-બંગડીઓ વેચે છે. તેમના લગ્નના એક મહિનામાં તેમના પતિનું મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ તેઓ પોતાને પિયર માતાપિતા સાથે રહ્યાં. આજે તેમનાં બધાં દાંત પડી ગયાં છે અને તેઓ લાકડીના ટેકે ચાલે છે. ઉંમરે જ્યારે તેમણે નિવૃત્ત થઈ આરામપૂર્વક જીવવું જોઇએ અને તેમની દરકાર લેવાવી જોઇએ સમયે શા માટે તેઓ ગાડીની ગર્દીમાં ફરી કડા-બંગડીઓ વેચે છે? મેં તેમની પાસેથી ત્રણ બ્રેસ્લેટ્સ ખરીદ્યા અને તેમની સાથે વાતચીતનો દોર શરૂ કર્યો. તેઓ કામ છેલ્લાં કેટલા વર્ષોથી કરી રહ્યા હશે તેની તમે કલ્પના કરી શકો છો? છેલ્લા ૬૦ વર્ષથી! તેમની દરકાર લઈ શકે એવા પતિ કે બાળકો હોવાથી તેઓ જરાય ડગ્યા નથી અને તેમને કોઈ પર નિર્ભર થઈ રહેવું મંજૂર ન હોવાથી તેઓ રોજેરોજ કામ કરી પોતાનું જીવન - અસ્તિત્વ ટકાવી રહ્યા છે.

જ્યારે મેં તેમને પૂછ્યું કે તેમના કોઈ ભાઈ-બહેન નથી જે તેમની કાળજી લઈ શકે ત્યારે તેમણે જવાબ આપ્યો,"ભાઈ છે,પણ આજકાલ કોઈ કોઈને પાળતુ નથી."

તેમણે મારી આગળ બળાપો કાઢ્યો કે ઘણાં લોકો મારા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે પણ કોઈ મારી વસ્તુઓ ખરીદતું નથી!

"મારે કામ કરીને મારી જાતનું, જીવું ત્યાં સુધી ભરણપોષણ કરવું છે."

સ્ત્રીમાં કેટલો બધો આત્મવિશ્વાસ અને દ્રઢ નિર્ણય લેવાની તાકાત ભર્યાં હતાં! મને ખરેખર તેમને મળી-જાણીને ઘણી પ્રેરણા મળી. આપણે કેટલા બધાં પૈસા નકામી વસ્તુઓ પાછળ રોજેરોજ ખર્ચતા હોઇએ છીએ. મારી તમને સૌને એક વિનંતી છે કે તમે જો મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વેળાએ કમલાબેનને મળો તો તેમની દયા ખાશો પરંતુ તેમની પાસેથી કંઈક ખરીદજો. તમને દસેક રૂપિયામાં તેમની પાસેથી કંઈક ખરીદવાનું મળી રહેશે જે આપણાં માટે કંઈ બહુ મોટી રકમ નથી.

સશક્ત બનાવો અને સશક્ત થાઓ!

-          રિદ્ધિમા શર્મા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો