Translate

સોમવાર, 7 એપ્રિલ, 2014

ગેસ્ટ બ્લોગ : ‘હમદર્દ’ની આશાવાદી, હકારાત્મક સાત વાત

                                                                    - રોહિત કાપડિયા

પ્રિય આત્મીયજન, 

         તેજ રફતારથી ભાગતી જિંદગીમાં, પત્ર દ્વારા મિત્રો બનાવીને પ્રેમનો વ્યાપ વધારવો છે. થોડુંક પરિવર્તન લાવવું છે.

“સમય ખરાબ છે ......કળીયુગમાં આવું જ ચાલવાનું .....ઇન્ડિયા ક્યારે ઉપર નહિ આવે....ભારતમાં આ શક્ય જ નથી...” આવી બધી નિરાશાજનક વાતોને દુર કરી એક નાનકડો આશાનો દીપ પ્રગટાવવો છે.આપણે દુનિયાને બદલાવી ન શકીએ પણ ખુદ તો થોડાક બદલાઈ શકીએ. કંઇક એવી વાતો, કંઇક એવા વિચારો, જેને અપનાવીને આપણી જીવનશૈલી બદલવાનો પ્રયત્ન કરીએ. સંજોગો ગમે તેટલા વિપરીત હોય,પરિસ્થિતિ ગમે તેટલી કપરી હોય સરળ અને સહેલાઈથી અમલમાં મૂકી શકાય એવી વાતોથી શરૂઆત કરવી છે. આપ સમજદાર છો, સુશિક્ષિત છો, સંસ્કારી છો એટલે સહજતાથી આ વાત સમજી શકશો. તો ચાલો, એક શિસ્તબદ્ધ ચહેંકતા, મહેકતાં જીવન તરફ પા- પા પગલી ભરીયે - 
  
૧. ઈશ્વરને સ્વચ્છતા પસંદ છે માટે રસ્તા પર ક્યારે ય કાગળ કે કચરો નાખવો નહીં. આસપાસમાં કચરાપેટી ન હોય તો  ખિસ્સામાં કે બેગમાં મૂકી તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો.
૨. રસ્તા પર થૂંકવું એ અસભ્યતાની નિશાની છે,આપણે આપણું નામ સભ્ય વ્યક્તિની યાદીમાં જ રાખીએ.
૩. ગરીબ-અપંગ-કે ભિખારી જો મદદને યોગ્ય હોય તો એને મદદ કરવી,કદાચ મદદ ન પણ થાય તો યે એનું અપમાન તો   નહીં  જ  કરવું.
૪. રોજ ઓછામાં ઓછી પાંચ વ્યક્તિને હસીને આવકાર આપવો.
૫. શક્ય હોય ત્યાં  અને શક્ય હોય તેટલી વાર 'આભાર' માનવા 'THANK YOU' શબ્દનો ઉપયોગ કરવો.
૬. કોઈક સારું ગીત,કોઈક સારું વાક્ય, કોઈક સારી વાત, કોઈક સારો પ્રેરણાદાયક પ્રસંગ જરૂરથી આપણે ઓછામાં ઓછી એક વ્યક્તિ સાથે આદાન-પ્રદાન કરીશું.આ વખતની નાનકડી એક વાત- "આપ્યું એટલું જ આપણું". આપ આપની સારી      વાત પણ હમદર્દના માધ્યમથી વહેતી મૂકી શકશો.
૭. ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન 'માનવ' છે.અઠવાડિયામાં એકાદ કાર્ય માનવતાને દીપાવતું જરૂરથી કરીશું. આ કાર્ય પૈસાથી જ   થઇ શકે એવું નથી. ઘણી બધી રીતે આપણે માનવતા દાખવી શકીએ છીએ.આપે જે કાર્ય કર્યું તે જણાવશો તો એ કાર્યની   વાત  બીજાને પ્રેરણારૂપ બની શકશે.
           સાત વાત ધરાવતો આ પત્ર આપને યોગ્ય લાગે તો આપના વિશ્વાસુ વ્યક્તિમાં કોપી કરીને આપજો અને એમને પણ આ સાંકળને આગળ વધારવાનું કહેજો.
                     
                                                                            - રોહિત કાપડિયા
(સંપર્ક : હમદર્દ-૯૮૧૯૧૫૨૭૬૮       9819152768                      hamdard1949@gmail.com



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો