tag:blogger.com,1999:blog-1457211554006057904.post7564443155463176472..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: ગટર સાફ કરતાં મનુષ્યોના મૃત્યુVikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-77324340300620051772019-10-20T11:29:06.887-07:002019-10-20T11:29:06.887-07:00હું પણ છેલ્લા દોઢ વર્ષથી આ અંગે કઇંક કરવા મથી રહી ...હું પણ છેલ્લા દોઢ વર્ષથી આ અંગે કઇંક કરવા મથી રહી છું. મેં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વડાપ્રધાનને હાથે જાતે પત્રો લખ્યાં છે. છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. કમનસીબી છે કે કેટલાક ચોક્કસ લોકોએ આવું કામ કરવું પડે છે અને એથી પણ વધુ ખરાબ વાત એ છે કે તેમનું મૃત્યુ ગટર સાફ કરતાં થાય છે. હું મારી જાતને અતિ લાચાર અનુભવું છું જ્યારે આવા કોઈ સમાચાર વાંચું છું.કેતકી વિમાદલાલnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-86924487892851627652019-10-20T11:27:58.468-07:002019-10-20T11:27:58.468-07:00તા. ૨૨/૯/૧૯ રવિવારનો આપનો લેખ વાંચી હૃદય દ્રવી ગયુ...તા. ૨૨/૯/૧૯ રવિવારનો આપનો લેખ વાંચી હૃદય દ્રવી ગયું. તમારો પ્રશ્ન છે કોણ જવાબદાર? મને લાગે છે,’ઉસમેં કુછ નહિ હોતા’ વાળો આપનો અભિગમ. સફાઈ કામદારનો માલિક સલામતીના સાધનો આપતો નથી તો એ કામદાર પણ પોતાનો હક્ક માંગતા નથી.<br /> ચોમાસાના દિવસોમાં કોલેજની ૬/૭ સહેલીઓ પીકનીક મનાવવા ગઈ અને ત્યાંના વહેતા જોરદાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. વાંચીને ઘણું દૂખ થયું. બીજે દિવસે પોલીસનું સ્ટેટમેન્ટ આવ્યું કે તે જગા ચોમાસામાં જોખમી છે અને ત્યાં પહોંચવામાટે દાખલ થવાની દરેક જગ્યાએ મોટા હોર્ડિંગ લગાવેલા છે. પરંતુ ‘ઉસમેં ક્યા હે કુછ નહિ હોતા.’આજ અભિગમ મારા ઘરે રીપેર કરવા માટે કામદારને બારીની બહાર ઉતારી નીચેવાળાના બારીના છજા પર ઉતરી ઉભા રહી કામ કરવાનું હતું. કોઈ પણ સલામતીના સાધન વગર તેને ઉતારવા માંડ્યું. મેં તેનો વિરોધ કર્યો. ત્યારે તેના સાથીદારે કપડા સૂકવવાની પ્લાસ્ટિકની રસ્સી લઈ આવી નીચે ઉતારનાર કામદાર ની કમરે બાંધી ઉતાર્યો. અલબત્ત આ વ્યવસ્થાથી મને સંતોષ ન હતો પણ તેઓએ મને ધરપત આપી કામ કર્યું. પોતાના જીવનની સલામતી માટે આ કેવી બેદરકારી.<br /> મારા ઘરની બારીની સામે મારા પાડોશીની બારીઓ દેખાય છે. તેમને ત્યાં કામ કરતી ૧૮/૨૦ વર્ષની મહિલા સ્લાઈડિંગ બારીઓ સાફ કરી રહી હતી. બારીઓ સંપૂર્ણ ખોલી સીડી પર ચડી ઉપરની ફિક્સ બારી સાફ કરી રહી હતી. મારો જીવ અધ્ધર થઈ ગયો. એક નાનકડી શરતચુક અને તે સિદ્ધિ નીચે પડે તેમ હતું ઘરમાં માલકીન બહાર ગઈ હતી. ‘કુછ નહિ હોતા ‘<br /> બસ સ્ટોપ પર હજૂ બસ થોભે તે પહેલા ચાલુ બસે ચડનારા, ગાડીઓને જવાનું સિગ્નલ ચાલુ હોય તે વખતે જ રસ્તો નાના બાળકો સાથે રસ્તો ક્રોસ કરનારા, ટ્રેનના દરવાજે લટકીને સફર કરનારા એવા તો કેટ કેટલા જેઓ સતત પોતાની જાન સાથે ખેલનારા સમાજમાં જવાબદારી કોની એ પ્રશ્નનો શું હોઈ શકે? સફાઈ કામદારો પ્રત્યે મારી બધી હમદર્દી છે પરંતુ ‘ કુછ નહિ હોતા‘ પ્રત્યેની જવાબદારી કોની?સુજાતા શાહnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-50994819938510378442019-09-22T11:46:49.240-07:002019-09-22T11:46:49.240-07:00Today Janmabhoomi artical - ' Death due to cle...Today Janmabhoomi artical - ' Death due to cleaning Gutter' very important issue to stop death if innocent labour's,,who do this kind of work for money only.- I think we have to approach proper authority who looks after cleaning in BMC.Only writing in news paper does not serve any purpose. Hasmukh Sanghvinoreply@blogger.com