tag:blogger.com,1999:blog-1457211554006057904.post1781940037395791574..comments2023-11-29T19:20:23.959-08:00Comments on બ્લોગને ઝરૂખેથી...: મોટેથી વાંચો!Vikas Ghanshyam Nayakhttp://www.blogger.com/profile/08142613260312988704noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1457211554006057904.post-31394549928523255092019-04-14T11:50:46.050-07:002019-04-14T11:50:46.050-07:00થોડાં વર્ષોથી આ લખનારની વાંચનક્ષમતા ઓછી થતાં વાઈફ-...થોડાં વર્ષોથી આ લખનારની વાંચનક્ષમતા ઓછી થતાં વાઈફ-સપોર્ટીંગ સિસ્ટમનો સહારો લેવો પડ્યો છે. પણ બ્લોગનો ઝરૂખેથી… માં ૧૭મી માર્ચ ૨૦૧૯ના પ્રકાશિત થયેલ લેખ 'મોટેથી વાંચો' બહુ વેળાસરનો અને ખાસ તો મારા પત્નીને જોમ પૂરું પાડનારો સાબિત થયો છે. આ લેખમાં લખેલ બાબતો અમે બંને અક્ષરશ: અનુભવી છે. દરરોજના દોઢ-બે કલાકનો મોટેથી વાંચવાનો વ્યાયામ અમારી વિચારધારાને પણ સંકલિત કરે છે. નવા વિચારો, શબ્દો, નામો, ભાષાપ્રયોગો, શૈલી, અનુભવો વગેરે એક શૈક્ષણિક વર્ગનો આભાસ આ એંસીના દાયકામાં જીવતા અમ દંપતિને કરાવે છે. અમારા પરિવારમાં મોટેથી વાંચવાનો આયામ ભારતને આઝાદી મળી એ પહેલાંનો છે જ્યારે પચાસ વર્ષની ઉંમરે મારા પિતાને મારા દાદી ગાંધીજી સંપાદિત હરીજનબંધુ મોટેથી વાંચી સંભળાવતા, આઝાદી મળ્યાં પહેલાના પ્રસંગો ચર્ચતા. કિશોર વયે મેં સાંભળેલ એક સંવાદ મને આજે પણ યાદ છે. મારા દાદીએ કહેલું આ ઝીણો (મહમ્મદ અલી ઝીણા) ડોસાજી (ગાંધીજી)નું લોહી પીનારો પાક્યો છે! તો વળી કોઈક ચર્ચામાં બ્રિટીશ મધ્યસ્થીની વાત હોય - આ સ્ટેફોર્ડ ક્રીપ્સ સરળ છે પણ પેથિક લોરેન્સ ભારે લુચ્ચો છે. વગેરે. ખાસ તો બ્લોગલેખના લેખક સાથેનું અમારું સામ્ય મધુવન પૂર્તિના વાંચન વિષયના ઉલ્લેખમાં ગોરસ-આસવ સંબંધે સાનંદાશ્ચર્ય અનુભવ્યું. મોટેથી વાંચવાની અમારી તો જાણે જરૂરિયાત બની ગઈ છે ત્યારે તેને લગતો આ અભ્યાસપૂર્ણ લેખ ખૂબ સમયસરનો છે અને રોજ ગળું દુખાડતા મારા સહધર્મચારિણીને અત્યંત ઉત્સાહ પ્રેરક છે તેનું ખાસ કારણ એ પણ ખરું કે મારી શ્રવણ શક્તિ પણ ક્ષીણ હોઈ તેમને વધુ મોટા અવાજે વાંચવું પડે છે! રશ્મિકાંત વ્યાસnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-71685809474019050352019-04-07T08:05:06.851-07:002019-04-07T08:05:06.851-07:00'મોટેથી વાંચો' લેખ ગમ્યો. મોટેથી વાંચવાની ...'મોટેથી વાંચો' લેખ ગમ્યો. મોટેથી વાંચવાની ટેવ જરૂર નવી પેઢીને ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો પરિચય કરાવી શકે.<br />નવીપેઢીને ગુજરાતી વાંચતી કરવા, 9થી 90ની વયનાં એટલેકે દાદા અને પૌત્ર સાથે વાંચી-માણી શકે એવી મારી નવલકથા 'બે આકાશ'માં મેં છેલ્લા પાના પર એક કોષ્ટક મૂક્યું છે જેના દ્વારા હિન્દીથી જુદા પડતા 17 અક્ષરોનો પરિચય મેળવી ઈંડો-જાપાનીઝ કહાણી સાથે વાચતા જવાય અને સાથે સાથે ગુજરાતી શીખતા જવાય. આ પ્રયોગ મારા ભત્રીજા સાથે સફળ રહ્યો હતો તેની મને ખુશી છે.શોભના શાહnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1457211554006057904.post-77649218420995632452019-04-07T08:02:49.547-07:002019-04-07T08:02:49.547-07:00'મોટેથી વાંચો' લેખ મોટેથી વાંચવાની મજા આવી...'મોટેથી વાંચો' લેખ મોટેથી વાંચવાની મજા આવી! નાનપણથી મોટેથી વાંચવાની ટેવ પાડવી જરુરી છે. જીવનમાં વાંચવું અને વંચાવવું બંને મહત્વનાં છે. કોઈ પણ ઉંમરમાં, નાના હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય તેમણે મનમાં વાંચવાને બદલે વિના સંકોચે મોટેથી, બીજા સાંભળે એવી રીતે જાહેરમા વાંચવું જોઇએ. ઘરમાં હોય તો અખબાર બીજા સાંભળી શકે, એવી રીતે બોલીને વાંચી શકાય. મોટેથી વાંચવાની ટેવ હર કોઇએ નાનપણથી પાડવી જોઈએ.ઘનશ્યામ એચ. ભરુચાnoreply@blogger.com